PM મોદીએ દિવાળી પહેલા સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. ત્યારે અમરેલીમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ દુધાળામાં જાહેર સભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને અમરેલીની ઘરતીએ દેશને અનેક રત્નો આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે વડોદરામાં એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ એસેમ્બલી લાઈનનું ઉદઘાટન કર્યું હતું. વડોદરા બાદ PM મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા. તેમજ અમરેલીથી PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
અમરેલીમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ દુધાળામાં જાહેર સભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, ગુજરાત આજે દેશની સમૃદ્ધિનું દ્વાર બન્યું છે. ત્યારે વિશ્વના દેશો ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે. વધુમાં તેમણે કહ્યું કે, પાણીનું મહત્વ શું હોય છે તે સૌરાષ્ટ્રના કે ગુજરાતના લોકોને સમજાવવું ના પડે. તેમજ એક સમયે પાણીના અભાવે લોકો હિજરત કરતા હતા. ત્યારે નર્મદાનું પાણી ગામે ગામે પહોંચીને પુણ્ય વહેંચી રહ્યું છે.
PM મોદીએ સૌરાષ્ટ્રના 8 જિલ્લાને રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં 705 કરોડના પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું, તો 35 કરોડના ખર્ચે તૈયાર ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ 20 કરોડના પિટ, બોર, કૂવા રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરાયું. આ ઉપરાંત સૌરાષ્ટ્રને નવા 4 નેશનલ હાઇવેની ભેટ આપી છે.