ડોમેસ્ટીક રેગ્યુલેશનમાં ફેરફાર કરી વિકસીત દેશોએ સર્વિસ ટ્રેડ ઉપર લગામ મુકવાની પેરવી કરતા વિરોધ વંટોળ: સાત દેશોએ બંડ પોકાર્યો
અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલીયા, જાપાન, રશિયા, કોરીયા અને યુરોપીયન યુનિયનના દેશોએ પ્રોફેશનલ્સ સર્વિસ મામલે ડીસીપ્લીન અને ક્વોલીફીકેશનના નામે કેટલાક ધારા-ધોરણો લાગુ કર્યા હતા. જેની સામે ભારતે મોરચો માંડયો છે. ભારત સોથે સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ક્યુનીશીયા અને ઝિમ્બાબ્વે સહિતના દેશો પણ જોડાયા છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભૂતકાળમાં સર્વિસ ટ્રેડ ઉપર નિયંત્રણો લાદતા દેશો સામે લાલ આંખ કરવામાં આવી હતી. વર્લ્ડ ટ્રેડના નિયમ મુજબ આ કોઈ દેશ આવી રીતે પ્રતિબંધો લગાવીને અન્ય દેશમાંથી મળતી પ્રોફેશનલ્સ સર્વિસ ઉપર રોક લગાવી શકે નહીં. ભારત આ મામલો વિશ્ર્વ વ્યાપાર સંગઠન સમક્ષ લઈ ગયું છે. ડબલ્યુટીઓમાં હાલ ૫૯ સભ્યો જોડાયેલા છે. જે પૈકીના વિકસીત દેશોએ પ્રોફેશનલ્સ પાસેથી ડીસીપ્લીનના નામે પ્રતિબંધ લગાવવાની પેરવી કરી હતી. જેના કારણે ભારતીય પ્રોફેશનલ્સ માટે વિકસીત દેશોમાં કપરા ચઢાણ સાબીત થયા હતા. જો કે, આ મામલે હવે બહોળો વિરોધ વા લાગ્યો છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલીયા સહિતના કેટલાક દેશોએ શોર્ટ ટર્મ સર્વિસ પ્રોવાઈડર ત્યાંની સનિક માર્કેટમાં પ્રવેશી ન શકે તે માટે ડોમેસ્ટીક રેગ્યુલેશન બદલી નાખ્યા છે. જેના માઠા પરિણામો ભારતના પ્રોફેશનલ્સને ભોગવવા પડે છે. ડોમેસ્ટીક રેગ્યુલેશનમાં કરેલા ફેરફાર ગેરકાનૂની હોવાનો દાવો ભારત સહિતના દેશો દ્વારા થયો છે. જેથી ભારતની સોથી સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ટયુનીશ્યા તાથા ઝિમ્બાબ્વે સહિતના દેશોએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.
કુલ સાત દેશોએ એકઠા ઈને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ ન્યાય માટે પોકાર કરી છે. સાતેય દેશોનું કહેવું છે કે, સ્થાનિક માર્કેટમાં વિદેશીઓ પ્રવેશી ન શકે તે માટે અમેરિકા, યુરોપ સહિતના વિકસીત દેશો ધારા-ધોરણો ફેરવી રહ્યાં છે. જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના વિરુધ્ધમાં છે.