નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી છે. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરામાં 25 વર્ષથી સત્તામાં લેફ્ટની સરકાર છે અને આ વખતે પણ તેઓ જ સરકાર બનાવે તેવી શક્યતા છે. મેઘાલયમાં કોંગ્રેસની મુકુલ સંગમા સરકાર અને નાગાલેન્ડમાં નગા પીપુલ્સ ફ્રન્ટની હાલની સરકારને બીજેપીથી ટક્કર મળી શકે છે.નોંધનીય છે કે ત્રીપુરામાં 18 ફેબ્રુઆરીએ, મેઘાલયમાં અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવ્યું હતું.
Trending
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા