જથ્થો કબ્જે: સંચાલકની ધરપકડ: વાડી માલિક ફરાર
જસદણ તાલુકાના સરતાન ગામની સીમમાં નકલી ગુટખા અને તમાકુ બનાવવાની ફેકટરી પકડી પાડી રૂા.2.61 લાખની કિંમતનો મુદામાલ કબજે કરી સંચાલકની ધરપકડ કરી નાશી છુટેલા વાડી માલિકની શોધખોળ હાથધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો કારોબાર ધમધમતો હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે જસદણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગ હાથધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સરતાન ગામે રહેતા મુનાભાઈ ભરતભાઈ ખાચરની વાડીમાં વિંછીયા તાલુકાના બેડલા ગામનો રમેશ ખીમા સોલંકી નામના શખ્સ ડુપ્લીકેટ તમાકુ અને ગુટખાનું કારખાનું ધમધમતું હોવાની કોન્સ્ટેબલ રાજેશભાઈ તાવીયાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી વાડીમાંથી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ખુલતા પોલીસે રૂા.2.61 લાખની કિંમતનો મુદામાલ કબજે કરી સંચાલકની ધરપકડ કરી નાશી છુટેલા વાડી માલિકની શોધખોળ હાથધરી છે.