- 1981 માં વિશ્ર્વમાં પ્રથમ કેસ જોવા મળ્યા બાદ આજે 41 વર્ષે પણ કોઇ રસી કે ચોકકસ દવા મેડીકલ સાયન્સ શોધી શકયું નથી: ર030માં એઇડસને નાબુદ કરવા હવે માત્ર 8 વર્ષ આપણી પાસે છે
- આજે દુનિયામાં 38.4 મિલીયન લોકો તેના વાયરસ સાથે જીવી રહ્યા છે: ગત એક જ વર્ષમાં સાડા છ લાખ વાયરસને કારણે મૃત્યુ પામ્યા હતા: ગત વર્ષ 2021માં દોઢ મિલયન નવા એચ.આઇ.વી. થી સંક્રમિત થયા હતા
- વાયરસ બીજા ઇન્ફેકશન વધુ ન પ્રસરાવે તે માટે એન્ટી રીટ્રો વાયરસ ડ્રગને આજે તેના વાહકો લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે છે, પણ આ દવા તેને જીવનભર લેવી પડે છે
વાયરસ સામે લડવાનો અનુભવ આપણને કોરોના કાળમાં મળ્યો તેનો લાભ કે આવડત એઇડસ સામેની લડતમાં સૌએ જનજાગૃતિ પ્રસરાવીને એઇડસને નાબુદ કરવો જ પડશે. વિશ્ર્વમાં એઇડસનો પ્રથમ કેસ 1981 માં પહેલી વારે જોવા મળ્યો હતો, આજે 41 વર્ષે પણ આપણે તેની સામે લડાઇ લડી રહ્યા છીએ. ર1મી સદીનું મેડીકલ સાયન્સ કે શોધ કરતાં વૈજ્ઞાનિકો તેની રસી કે કોઇ ચોકકસ દવા શોધી શકયા નથી. એક આશાવાદ છે કે એચ.આઇ.વી. સામે આપણે લાંબુ અને તંદુરસ્ત જીવવા માટે એન્ટી રીટ્રોવાયરસ ડ્રગ્સ (એઆરટી) શોધી શકયા છીએ.
દર વર્ષે 1લી ડીસેમ્બરે વિશ્ર્વ એઇડસ દિવસ ઉજવણી થાય છે. આ વર્ષે તેની ઉજવણીનું કાઉન્ટ ડાઉન વૈશ્ર્વિક સ્તરે શરુ થઇ ગયું છે. દર વર્ષે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ફકત એઇડસ કંટ્રોલ માટે કાર્યરત યુએન એઇડસ સંસ્થા દ્વારા 1લી ડિસે. 30 નવેમ્બર 2023 સુધી લડત સૂત્ર ઇકવીલાઇઝે આપ્યું છે. જેનો અર્થ થાય કે અનય રોગોની જેમ આ સમસ્યા સામે ઝઝુમતા વાયરસના વાહકોને સમાનતામાં જોડો.
એઇડસ એચ.આઇ.વી.ના નામના વાયરસથી પ્રસરે છે. તેના વાહકો ઘણી બધી સમસ્યાઓમાં ઘેરા જાય તે શરીરની અવસ્થાને એઇડસ કહેવાય છે, જો કે આજે તો એઆરટી ડ્રગ્સને કારણે ફૂલ બ્લો એઇડસમાંથી તોરમલ વાયરસના વાહકમાં દર્દી પાછો આવી જાય છે ને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવા લાગે છે. વિશ્ર્વમાંથી એઇડસને સંપૂર્ણ નાબુદ કરવો અન્ડ એઇડસ લક્ષ્યાંક 2030 આપ્યો છે. ત્યારે હવે આપણી પાસે માત્ર 8 વર્ષ તે લક્ષ્યાંક હાંસિલ કરવા બચયા છે. આજે પણ તેના સંક્રમિત દર્દીઓ વધી જ રહ્યા છે, તેને કારણે સંબંધિત મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આ બન્નેમાં આપણે ઝીરો લાવવાની વાત છે.
એચ.આઇ.વી. વાયરસથી થતો એઇડસ ચેપી રોગ છે જે માત્ર ચાર કારણોથી પ્રસરે છે જે આજે આટલા વર્ષે બધાને ખબર છે. વિઘાર્થીને ભણવામાં પણ ચેપી રોગોના ચેપ્ટરમાં તેની વાત આવતી હોવાથી સમાજમાં તેની અવેરનેશ ઘણી આવી ગઇ છે. અન્ય રોગોની તુલનામાં એઇડસ પરત્વે ભેદભાવની ઘટના વિશેષ જોવા મળે છે. આજની તારીખે દુનિયામાં ગત વર્ષના અંતિમ આંકડા મુજબ 38.4 મિલિયન એચ.આઇ.વી. સાથે જીવતાં લોકો યાતના ભોગવી રહ્યા છે. વિશ્ર્વમાં સાડા છ લાખ લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે. તો નવા દોઢ મિલિયન એચ.આઇ.વી. ચેપ ગ્રસ્ત દર વર્ષે ઉમેરાય છે. આપણાં દેશ ભારતનો ક્રમ આફ્રિકા પછી બીજા નંબરે આવે છે.
પેશન્ટ લીવીંગ વીથ એચ.આઇ.વી – એઆઇડીએસ ને માટે તેના માનવ અધિકારોનું રક્ષણ સૌથી અગત્યનો મુદો છે. ભેદભાવનું કલંક આ સમસ્યામાં વિશેષ જોવા મળી રહ્યું છે, તેને નાબુદ કરવું અત્યંત જરુરી છે. વાયરસ સાથે જીવતાં લોકો માટે રંગભેદ, ટ્રીટમેન્ટ, અનાથ બાળકોની સમસ્યા, રોજગારી, શિક્ષણ, આવાસ, વિના મૂલ્યે સારવાર જેવી ઘણી સમસ્યાઓ વૈશ્ર્વિક સ્તરે જોવા મળે છે તે માટે આપણે આવા લોકોને પણ આપણી જેમ જ સમાન ગણીને તમામ સવલતો મળે તે માટે આ સમાનતા કે સમાન કરોની વાત ઇકવીલાઇઝ સુત્રમાં કરાય છે, આજે પણ મફત એચ.આઇ.વી. ની એ.આર.ટી. ડ્રગ્સ બધાને આપણે પહોંચાડી શકતા નથી, જેના કારણે વાહકોને ઘણી તકલીફ પડે છે.
સમાન કરો આ સૂત્ર એકશન માટેનો કોલ છે. અલમાનતા ને દુર કરીને એઇડસને સમાપ્ત કરવામાં તમામનો સહિયારો પ્રયાસ જરુરી છે. એચ.આઇ.વી. સાથે જીવતાં લોકો એક સાઇડ ધકેલાય ગયા છે. તેને સામનો કરવા સક્ષમ બનાવીને ભેદભાવના કલંકને દૂર કરવાનું છે, કોવિડ-19 અને અન્ય વૈશ્ર્વિક કટોકટીના છેલ્લા બે વર્ષો દરમ્યાન એચ.આઇ.વી. સામેની મુવમેન્ટ મંદ પડી ગઇ હતી, સંશાધનો ખોરવાયા હતા જેને કારણે લાખો જીવન જોખમમાં આવ્યા હતા.
એચ.આઇ.વી. ના પ્રતિભાવના ચાર દાયકા પછી પણ, ટેસ્ટીંગ, સારવાર મૂળભૂત સેવાઓમાં અસમાનતા જોવા મળે છે
1981ના પ્રથમ કેસ બાદ આજે 2022માં 41 વષે પણ તેની સાથે જીવતાં લોકોના માનવીય અધિકારો, મૂળભૂત સેવાઓ, ટેસ્ટીંગ , સારવાર, વિગેરેમાં અસમાનતા જોવા મળે છે. આફ્રિકા જેવા દેશોમાં કિશોરીઓ અને યુવતિઓ આના સંક્રમણથી પીડાઇ રહી છે અને ભયંકર યાતનાનો સામનો કરી રહી છે. વૈશ્ર્વિક આરોગ્યના ખતરા તરીકે એઇડસ ને ખતમ કરવાના 2030 ના લક્ષ્યાંક હાંસિલ કરવા આપણી પાસે માત્ર 8 વર્ષ જ બચ્યા છે, ત્યારે આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક: કાયદાકાીય જેવી વિવિધ અસમાનતાને દુર કરવાની જરુર છે. જો આ વસ્તુ દુર થશે તો જ આપણે તેને નાબુદ કરવામાં સફળ થઇ શકશું. યુ.એન. એડઇસના એકિઝકયુટિવ ડાયરેકટર વિન્નીના જણાવ્યા મુજબ દરેકને સુરક્ષિત રાખવા માટે, દરેકના સ્વાસ્થ્યને બચાવવા માટે આપણે સમાનતા ની જરુર છે. પૃથ્વી પર વસતાં તમામ નાગરીકે રોજે રોજ એઇડસ દિવસ ઉજવીને તેને કંટ્રોલમાં યોગદાન આપવું જરુરી છે. આપણો દેશ સૌથી યુવા દેશ વિશ્ર્વમાં છે ત્યારે યુવાનો આ લડતમાં નેતૃત્વ તે જરુરી છે.
ચાલો….. સૌ સાથે મળીને એઇડસને નાબૂદ કરીએ