28 મેના રોજ રમાશે ફાઇનલ મેચ
આઇપીએલ 16મી સિઝનમાં કુલ 70 મેચ રમાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ઓપનિંગ સેરેમનીનું કરાયું જાજરમાન આયોજન
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે જેને આડે હવે ગણતરીના 2 દિવસ જ બાકી છે.બીસીસીઆઈ દવારા ટૂર્નામેન્ટની 16મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ શેડ્યૂલ મુજબ સીઝનની પહેલી મેચ 31 માર્ચે ડિફેડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન અને 4 વખત ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ સુપ કિંગ્સ વચ્ચે રમાશે.આ મેચ ગુજરાતના અમદાવાદના સ્ટેડિયમ ખાતે રમાશે.આ મેચ અમદાવાદમાં ભારતીય સમય અનુસાર સાંજે 7. 30 કલાકે રમાશે. ઓપનિંગ સેરેમનીમાં જાતના કલાકારો આઇપીએલની રોનકમાં વધારો કરશે.
એટલું જ નહીં આઇપીએલની જ્યારે વાત કરવામાં આવે તો તે અર્થ વ્યવસ્થા ને ઝડપભેર વિકસિત કરવા માટે સૌથી ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે જેની નોંધ સરકાર દ્વારા પણ લેવામાં આવી છે.
આઈપીએલની 16મી સિઝનમાં નવા નિયમની અમલવારીથી રોમાંચ વધશે
આઇપીએલની 16મી સીઝનમાં ખેલાડીઓ વાઈડ અને નો-બોલ માટે પણ રિવ્યુ લઈ શકશે. ત્યારે પ્રથમ વખત વાઈડ અને નો બોલ માટે ડીઆરએસ લેવાની સિસ્ટમ આવી છે .જ્યારે કેચ આઉટ થવા પર, બેટ્સમેને અડધી પીચ પાર કરી હોય કે ના કરી હોય, નવો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે. જો તે છેલ્લો બોલ છે તો તે સ્ટ્રાઇક લેશે નહીં. ઇમ્પેક્ટ પ્લેયરના નિયમમાં પણ જો ટીમમાં 4 વિદેશી ખેલાડી રમાડતી હોય તો વિદેશી ખેલાડીનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. બદલાયેલ ખેલાડી ફરીથી કોઈપણ સ્વરૂપે મેચમાં ભાગ લઈ શકશે નહીં. રિપ્લેસ પ્લેયરને વૈકલ્પિક ફિલ્ડર તરીકે પણ મેચમાં સામેલ કરી શકાય નહીં.
સમગ્ર ટુર્નામેન્ટ દેશના 12 મેદાનોમાં રમાશે
આઇપીએલની નવી સીઝનની ફાઈનલ મેચ 28 મે એ રમાશે. 21 મેએ લીગ રાઉન્ડ પુરા થશે. બીસીસીઆઈ તરફથી આ શેડ્યૂલ પાછળથી જાહેર કરવામાં આવશે. સમગ્ર ટૂર્નામેન્ટ 12 મેદાનમાં રમાશે. અમદાવાદ, મોહાલી, લખનૌ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્લી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળામાં મેચ રમાશે. જયપુર સાથે ગુવાહાટી રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ હશે. જ્યારે મોહાલી અને ધર્મશાળા પંજાબનું હોમ ગ્રાઉન્ડ હશે.
શ્રેયસ ઐયરની ઈજાના પગલે કલકત્તાનું સુકાની પદ નીતિશ રાણાને સોપાયું
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023 માટે નીતિશ રાણાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. વાસ્તવમાં શ્રેયસ અય્યર ઘાયલ છે. આ કારણે તે આઇપીએલ 2023માં રમી શકશે નહીં. જો કે કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ ઐયરની જગ્યાએ નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. પંજાબ કિંગ્સની કમાન શિખર ધવનના હાથમાં રહેશે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે એડન માર્કરામને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ માટે ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સના કેપ્ટનના રોલમાં જોવા મળશે. કલકત્તા માટે નીતિશ રાણાએ અનેક વખત ઐતિહાસિક રમત નું પ્રદર્શન કરી તેમને વિજય અપાવવામાં સિંહ ફાળો નોંધાવ્યો છે.
16મી સિઝનમાં 18 મેચ ડબલ હેડરના હશે
આઇપીએલ 2023ની 16મી સિઝનની કુલ 70 મેચ રમાશે, જેમાંથી 18 મેચ ડબલ હેડરમાં સામેલ છે એટલે કે, એક દિવસમાં બે મેચ. આ ટૂર્નામેન્ટ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમાશે એટલે કે, દસેય ટીમો સાત મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ ખાતે રમશે, સમગ્ર ટૂર્નામેન્ટને બે ભાગમાં વહેચવામાં આવી છે. ગ્રુપ એમાં મુંબઈ ઈન્ડિયનસ્, રાજસ્થાન રોયલ, કલકત્તા નાઈટ રાઈડર્સ, દિલ્લી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બીમાં ચેનાઈ ,પંજાબ કિંગ્સ, સનરાઈઝ હૈદરાબાદ, રોયલ ચેલેનજર્સ બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે.
નવા રોલ સાથે આઈપીએલ 2023માં સ્ટીવ સ્મિથ કરશે વાપસી
આઇપીએલના મીની ઓપ્શનમાં સ્ટીવ સ્મિતને લેનાર કોઈ ફ્રેન્ચાઇઝી આગળ આવી ન હતી ત્યારે એ સ્થિતિનું નિર્માણ થયું હતું કે એક પણ ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી રમશે નહીં પરંતુ સ્મિથે તેના એકાઉન્ટ પર વિડિઓ શેર કરી લોકોને ચમકાવી દીધા છે અને જણાવ્યું છે કે તેઓ આઇપીએલ 2023 માં નવા રોલ સાથે વાપસી કરશે. એટલું જ નહીં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઈનલ પૂર્વે તે ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ કાઉન્ટી સાથે પણ રમવા માટેના કરારો કર્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે સ્ટીવ 2023 ઇન્ડિયન પ્રીમિયર લીગ માં કયા નવા અવતાર સાથે જોવા મળશે.