હાલ ચંદ્રયાન ચંદ્રમાંથી 150 કીમી દૂર, આજે બપોરે લેન્ડર છુટુ પડી જશે
ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થવા માટે ચંદ્રયાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. માત્ર સાત દિવસ બાદ આ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થવાની છે. ચંદ્રયાન ગઈકાલે સવારે ચંદ્રની પાંચમી કક્ષામાં પહોંચી ગયું હતું. માત્ર એક મિનિટ માટે એન્જિનને ઓન કરવામાં આવ્યું હતું. હવે તે 153 કિમિ સ163 કિમિની ઓર્બિટમાં ફરી રહ્યું હતું. હવે આજે બપોરે 1 વાગ્યા આસપાસ ચંદ્રયાન થી લેન્ડર છૂટું પડી જશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. લેન્ડર અને રોવર ચંદ્ર પર પાણીની શોધ કરશે.
આજે બપોરે આશકે એક વાગ્યે ચંદ્રયાન-3 નું ઇન્ટીગ્રેટેડ મોડ્યુલને બે હિસ્સામાં વહેંચી દેવામાં આવશે. તેનો એક હિસ્સો છે જે પ્રોપલ્શન મોડ્યુલ. બીજો હિસ્સો છે લેન્ડર મોડ્યુલ. ત્યાર બાદ 18 અને 20 ઓગસ્ટે લેન્ડરનું ડિઓર્બિટિંગ કરાવવામાં આવશે . કાલે 18 ઓગસ્ટ 2023 ની બપોરે આશરે 4 વાગ્યે એક મિનિટ માટે લેન્ડરના થ્રસ્ટર્સને ઓન કરવામાં આવશે. જેથી તેમને યોગ્ય દિશામાં લાવીને ગતિ ઘટાડવામાં આવશે. પછી 20 ઓગસ્ટની મોડી રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ પણ આ જ કામ કરવામાં આવશે. હાલ ચંદ્રયાન 100 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં લાવવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ લોન્ચ થયા બાદ ચંદ્રયાન 3 ને 22 દિવસની સફર પુરી કરીને 5 ઓગસ્ટે સાંજે આશરે 7.15 વાગ્યે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. ત્યારે યાન ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર થઈ શક્યું. આ માટે તેની સ્પીડ ઓછી કરવામાં આવી હતી. સ્પીડ ઓછી કર્યા બાદ ઈસરો વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેક્ધડની નજીક અડધા કલાક માટે ફાયર કર્યું હતું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરુ કર્યું હતું.
લેન્ડિંગ થયા બાદ રોવર લેન્ડરમાંથી બહાર આવશે
હવે ચંદ્રયાન-3 સંબંધિત ચાર તબક્કા પુર્ણ થઇ ચુક્યા છે. પાચમો તબક્કો છે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલના અલગ થવાનો. ત્યાર બાદ 23 તારીખની સાંજે પોણા છ વાગ્યે લેન્ડિંગ કરાવવામાં આવશે. આ આઠમો તબક્કો હશે. લેન્ડિંગના સમયે ખુબ જ ધુળ ઉડવાની આશંકા છે. એટલા માટે ધુળ દુર થતા સુધી લેન્ડરથી રોવર બહાર નહી આવે. ત્યાર બાદ નવમા તબક્કામાં રોવર લેન્ડરની અંદરથી બહાર નિકળશે. બહાર નિકળ્યા બાદ રોવર પ્રજ્ઞાન સતત લેન્ડરની આસપાસના વિસ્તારની તપાસ કરશે.
ડેટા વિક્રમ લેન્ડરને મોકલવામાં આવશે
તપાસ કર્યા બાદ તેઓ સતત પોતાનો ડેટા વિક્રમ લેન્ડરને મોકલશે. લેન્ડર પોતાની માહિતીને ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઉંચાઇ પર ફરી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને આપશે. આ ડેટા બેંગ્લુરૂ ખાતે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્કને મળશે. સૌથી રસપ્રદ બાબત છે કે, ચંદ્રયાન-3 જ્યારે ચંદ્રની સપાટી પર ચાલશે. ત્યારે તેના પૈડાઓમાં બનાવાયેલા ખઆસ ખાંચા દ્વારા જમીન પર રાષ્ટ્રીય ચિન્હ અને તેનો લોગો બનતો રહેશે. બેંગ્લુરૂમાં હાજર સેન્ટર ફોર ઇસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ દ્વારા સતત ચંદ્રયાન-3 ના સ્વાસ્થય પર નજર રાખવામાં આવી રહી છે. હાલ ચંદ્રયાન-3 ના તમામ યંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.