હદ થઈ ગઈ… હવે હદની અંદર કઈ ખપે નહિ

સીઆરપીએફ અને બીએસએફની વધારાની 25-25 કંપનીઓ આતંકવાદીઓ સાથેની આરપારની લડાઈમાં જોડાઈ

અબતક, નવી દિલ્હી : હદ થઈ ગઈ… હવે હદની અંદર કઈ ખપે નહિ. કેન્દ્રનું એક્શન મોડ જોતા હવે કેન્દ્રમાં મોઢે હરામીઓ માટે આ શબ્દો જ નીકળતા હોય તેવું લાગી રહ્યું છે. સેનાને જમ્મુ કાશ્મીરમાં હરામીઓ સાથેની આરપારની લડાઈ માટે સજ્જ કરી દેવામાં આવી છે. આ માટે વધુ 5500 જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. જેથી જમ્મુ અને કાશ્મીરની ભૂમિને ઝડપથી હરામીઓથી મૂકત કરી શકાય.

કાશ્મીરમાં નાગરિકોની હત્યાઓની આતંકવાદી ઘટનાઓમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 55 કંપનીઓ એટલે કે 5,500થી વધુ જવાનોને ખીણમાં મોકલવામાં આવ્યા છે. કાશ્મીરમાં સુરક્ષા વધારવાના ભાગરૂપે સીએપીએફની નવી કંપનીઓને ઘાટીમાં મોકલવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા મહિને નિર્દેશ આપ્યો હતો કે નાગરિકોની હત્યાઓને ધ્યાનમાં રાખીને કાશ્મીર ઘાટીમાં કેન્દ્રીય દળોની લગભગ 55 નવી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આમાં 25 કંપનીઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફની છે અને બાકીની બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની છે.

સીઆરપીએફની 60 બટાલિયન કાશ્મીરની રાજધાની શ્રીનગર અને ખીણના અન્ય ભાગોમાં નિયમિત તૈનાત છે. એક બટાલિયનમાં લગભગ લગભગ 1000 જવાનો હોય છે. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદ વિરોધી એક્શન માટે સજ્જ છે.

સેનાએ એક વર્ષમાં 112 હરામીઓને ઠાર કર્યા, 135ને જીવતા પકડ્યા

જમ્મુ અને કાશ્મીરમાં 1 ઓક્ટોબરથી નાગરિકોને નિશાન બનાવામાં આવી રહ્યા છે. ગોળીબારમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. માર્યા ગયેલા લોકોમાંથી પાંચ બિહારના મજૂરો હતા.  જ્યારે બે શિક્ષકો સહિત ત્રણ લોકો કાશ્મીરના હિંદુ-શીખ સમુદાયના હતા. સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 112 આતંકવાદીઓ માર્યા ગયા અને અન્ય 135ની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપના 2024ના 400 પ્લસ મિશનના મુખ્ય એજન્ડામાં આતંકવાદ પણ છે

ભાજપે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં 400 પ્લસ બેઠક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ મિશનને પાર પાડવા માટે ભાજપે મુખ્ય બે એજન્ડા નક્કી કર્યા છે જેમાં એક અર્થતંત્રમાં સુધારો અને બીજો આતંકવાદ છે. જે મુજબ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા કમર કસવાનું શરૂ કરી દીધું છે. એ વાત તો નક્કી છે કે કેન્દ્ર સરકાર જેમ ખાલીસ્તાનીઓને ક્યારે નાબૂદ કરી દીધા તેની ખબર પણ ન પડવા દીધી તેવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને છાનીછુપી રીતે ખત્મ કરી સમગ્ર જમ્મુ કાશ્મીરને આંતકવાદ મુક્ત જાહેર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.