શિવરાત્રીના દિવસે મહાપૂજન, રવાડી, શાહી સ્નાન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં જુનાગઢના ભાવેણા એટલે કે ભાવનાથના શિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અહીં આવતા લાખો ભાવિકો માટે અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળો દ્વારા ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થાઓ અત્યારથી આરંભવી દેવામાં આવી છે. આ સાથે ભવનાથ ક્ષેત્રમાં વહીવટી તંત્ર તથા મોટાભાગના આશ્રમો અને મંદિરોમાં પાંચ દિવસ દરમિયાન એ રાઉન્ડથી ક્લોક ભજનની લહેરો છૂટે તે માટે આયોજન કરવામાં આવ્યા છે. તો ભવનાથ મંદિર ખાતે મહાવદ નોમના દિવસે મંદિર પર નૂતન ધ્વજારોહણ તથા શિવરાત્રીના દિવસે મહાપૂજન અને રવાડી, શાહી સ્નાન જેવા ધાર્મિક કાર્યક્રમો શુંવ્યવસ્થિત રીતે યોજાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં યોજાતા અનેક મેળાઓમાંથી ભવનાથમાં શોકાઓથી યોજાતો શિવરાત્રી મેળો કંઈક અલગ છે. કારણ કે, અહીં લોકો મેળાનો આનંદ માણવા તો આવે છે પરંતુ ભાવિકોને અહીં 250 જેટલા ઉતારા અને અનનશ્રેત્રો મંડળો દ્વારા ગુજરાતી, કાઠીયાવાડી, ચાઈનીઝ અને પંજાબી ભોજન ભાવથી પીરસવામાં આવે છે. તે સાથે સવારમાં ગરમાગરમ ગાંઠિયા, જલેબી, ઈડલી, સહિતના વ્યંજનો નાસ્તામાં અપાય છે. તો રાત્રિના સમયે પંજાબી અને ચાઈનીઝની સાથે કાઠીયાવાડી ઓરો રોટલો પણ માખણ અને ઘી, ગોળ સાથે અનેક ઉતારા મંડળો દ્વારા તાણ કરી કરીને પીરસવામાં આવે છે. એટલે જ ભવનાથનો શિવરાત્રી મેળો ભોજન માટે જગવિખ્યાત બન્યો છે.
આ સાથે ભવનાથ મેળામા ગુજરાતના નામી અનામી અનેક કલાકારો પાંચ દિવસ દરમિયાન જુનાગઢ ખાતે આવી ઉતારા કરે છે. અને અહીંના અન્ન ક્ષેત્રો, આશ્રમો અને મંદિરોમાં ભજનની રસલાણ ભાવિકોને પીરસે છે. અમુક ભજન રશિયા ભાવિકો તો આ મેળાની રાહ જોઈને બેસતા હોય છે. કારણ કે, ભવનાથમાં પાંચ દિવસ દરમિયાન એ રાઉન્ડથી ક્લોક મોટાભાગના મંદિરો અને ઉતારાઓ અને આશ્રમોમાં ભજનની રંગત જામતી હોય છે.
તે સાથે ભક્તિના પ્રતિકસમા ભવનાથના શિવરાત્રી મેળામાં મહા વદ નોમના દિવસે સવારે 9 કલાકે નૂતન ધ્વજારોહણ થશે. આ પ્રસંગે ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો, જૂનાગઢના રાજશ્રીઓ અને શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિ વચ્ચે બમ બમ ભોલે નાથ અને જય જય ગિરનારીના જયઘોષ સાથે ધ્વજાની પૂજન વિધિ થશે. ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે અને મેળાનો પ્રારંભ થશે. શિવરાત્રીના દિવસે સવારથી જ ભવનાથ મંદિર ખાતે વિવિધ પૂજાઓ થશે અને રાત્રિના નવ વાગ્યે ભવનાથ મંદિરના પાછળ આવેલા અખાડાથી ભવ્યાતિ ભવ્ય રવેડીનો પ્રારંભ થશે. આ રવેડીમાં વિવિધ અખાડાના સંતો, મહંતો અને નાગા સાધુઓ જોડાશે. જે રવેડી ભવનાથ ક્ષેત્રમાં ફરી ઇન્દ્રભારતી ગેટથી ભવનાથના પાછળના ભાગમાં જશે. અને ત્યાંથી ભારતી આશ્રમ થઈ આ રવેડી ભવનાથ મંદિર ખાતે પરત ફરશે. બાદમાં ભવનાથ મંદિર ખાતે સ્થિત મૃગીકુંડમાં સંતો, મહંતો અને નાગા સાધુઓ શાહી સ્નાન કરશે અને મેળો સંપન્ન થશે.
શિવરાત્રીનો મેળો ભજન કલાકારોની પાઠશાળા ગણાય છે
શિવરાત્રીના મેળા દરમિયાન અહીં જૂનાગઢના સ્થાનિક સહિત ગુજરાત ભરના અનેક લોકપ્રિય લોકગાયકો પોતાની કલાના કામણ પાથરે છે. અને ભજન રશિયાઓ ભજનની મોજ માણે છે. એક વાત મુજબ ભવનાથનો શિવરાત્રી મેળો નવોદિત કલાકારોની પાઠશાળા ગણાય છે. અને કહેવાય છે કે, આ મેળાના કારણે અનેક કલાકારો આજે દેશ-વિદેશના માનિતા કલાકારો બની ચૂક્યા છે. જેમાં જુનાગઢના સ્થાનિક સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક કલાકારોનો સમાવેશ થાય છે.
શાહી સ્નાન વખતે ભગવાન શિવ ખુદ ઉપસ્થિત હોય છે
મુર્ગીકુંડમાં રાત્રિના બાર વાગ્યે રવેડી બાદ શાહી સ્નાન યોજાય છે. કહેવાય છે કે, આ શાહી સ્નાન દરમિયાન ખુદ ભગવાન ભોળાનાથ તે સમયે ઉપસ્થિત હોય છે. અને મૃગી કુંડમાં સ્નાન કરી, મૃગી કુંડના પાણીમાં અલોપ થઈ જાય છે. અને ભાગ્યશાળી ભાવિક તેમના દિવ્ય દર્શન કરી શકે છે જો કે, આ એક લોકવાયકા છે. પરંતુ ભાવિકો આ શાહી સ્નાનના દર્શનનો લ્હાવો લેવાનું ચૂકતા નથી.
મેળામાં ભાવિકોને મળશે ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી અને ચાઈનીઝ ભોજનનો લહાવો
ઉતારા મંડળો દ્વારા અહીં પાંચ દિવસ દરમિયાન દાળ, ભાત, શાક, રોટલીની સાથે શુદ્ધ ઘીમાં બનતી મીઠાઈઓ. તે ઉપરાંત પીઝા, બર્ગર, પાઉંભાજી, ઈડલી, ઢોસા અને ચાઈનીઝ વસ્તુઓ પીરસવામાં આવે છે. તો કાઠીયાવાડી ભોજનમાં ઓળો, રોટલો, વરાળીયુ શાક, કઢી અને ગિરનારી ખીચડી. તો સાંજના સમયે ગરમાગરમ ભજીયા, ફૂલવડી અને સવારના સમયે વણેલા ગાંઠીયા, ચિપ્સ અને જલેબી પીરસવામાં આવે છે. તે સાથે અહીંની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા લીંબુપાણી, છાશ, કોલ્ડ્રિંક્સ, મિલ્ક શેક, સહિતની સેવા ભાવિકો માટે અર્પણ કરવામાં આવે છે. જેના કારણે જ ભવનાથનો મેળો ભોજન માટે વિખ્યાત બન્યો છે.
જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળામાં ત્રણ દિવસ સુધી યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ
ભાવિકો મેળાની સાથે ભજન, લોકસાહિત્ય, હુડોરાસ સહિતના કાર્યક્રમો માણશે
ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રીના લોકમેળામાં જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં જૂનાગઢના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન, લોક સાહિત્ય લોક ગીતો અને હુડોરાસ પ્રસુતુત થશે.
ભવનાથ ખાતે મંગલનાથ બાપુની જગ્યા સામે વિશાળ સ્ટેજ પર જિલ્લા તંત્ર દ્વારા તારીખ 15 ફેબ્રુઆરીના રોજ લોકસાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા, લોકગાયિકા મંજુલાબેન ગૈાસ્વામી, લોકગાયક મિતુલભાઈ જીલડીયા, તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ (શારદાબેન બારોટ) દ્વારા હુડો રાસ, લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા, લોક ગાયક હેતલબેન વાઢીયા, ભજનીક નરેશભાઈ રાવલ, લોક ગાયક સાગરભાઇ કાચા, લોકગાયક જયદીપભાઇ ગઢવી, તારીખ 17 ના રોજ કથક નૃત્ય જશોદાબેન પટેલ નૃત્યાલય એકેડેમી, અમદાવાદ, લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક દિવ્યેશભાઈ જેઠવા, લોકસાહિત્યકાર જીતુભાઈ દાદ, પાશ્વ ગાયક દિપકભાઈ જોશી દ્વારા લોક સાહિત્યની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે.