મેડિકલ વિધાર્થીઓ દ્વારા આત્મહત્યાના કિસ્સાઓ વધતા કોલેજો સજાગ બની
હાલ સરકાર ભાર વગરના ભણતરને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે તેની સાથો સાથ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચિંતામાં પણ વધારો થયો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોય આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાતની મેડિકલ કોલેજો કાઉન્સિલિંગ પેનલ ઉભી કરવા માટે તત્પર બની છે જે ભાવિ ડોક્ટરોનું માનસિક સ્વાસ્થ્ય ‘સ્વસ્થ’ બનાવવા માટે કાર્ય કરશે અને તેના માટે કાઉન્સેલિંગ પેનલ પણ ઉભી કરશે.
મેડિકલ કોલેજના જણાવ્યા મુજબ જે કાઉન્સિલિંગ પેનલ ઊભી કરવામાં આવશે તે આ તમામ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું કાઉન્સિલિંગ કરશે અને તેમની માનસિક સ્થિતિ ને મુલવશે. ચેલા ઘણા વર્ષોથી મેડિકલ કોલેજ કેમ્પસમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે કારણ કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસની સાતો સાત તેમનું જીવન અસ્તવ્યસ્ત થયું હોવાના કારણે તેઓ જીવનને ટૂંકાવી રહ્યા છે ત્યારે ભારતના ભાવિને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને મેડિકલ કોલેજોને તાકીદ પણ કરી છે કે ગુજરાતમાં જેટલી પણ મેડિકલ કોલેજો હોય તેમાં કાઉન્સિલિંગ પેનલ ઊભી કરવામાં આવે કે જે વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે કાઉન્સિલિંગ કરી શકે.
મેડિકલ કોલેજના પ્રેસિડેન્ટે એ વાતનો આશાવાદ વ્યસ્ત કરતા જણાવ્યું હતું કે હવે દરેક એસોસિએશન અને કાઉન્સેલિંગ પેનલ મેડિકલ કોલેજ ના સત્તાધીશોની સાથોસાથ હોસ્પિટલો અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સીધો સંપર્ક સાદ છે અને દરેક કોલેજ લેવલ ઉપર કમિટીની પણ રચના કરવામાં આવશે જેમાં અભ્યાસ કરાવતા પ્રોફેસરો, મકનોચિકિત્સક સહિતના તબીબો આ કમિટીમાં રહેશે.