હાલ શિક્ષણક્ષેત્રે સત્રાંતનો સમય ચાલી રહ્યો છે. કારર્કિદીના આ નિર્ણાયક તબક્કે વિદ્યાર્થીને ઉચ્ચશિક્ષણના યોગ્ય અભ્યાસક્રમો અંગેની માહિતી અનિવાર્ય બની રહે છે. આ સંજોગોમાં સમૃધ્ધ ભવિષ્ય ધરાવતા આર્કિટેક્ચર (સ્થાપત્યકલા) અભ્યાસક્રમની પસંદગી હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે એક ઉત્કૃષ્ઠ વિકલ્પ તરીકે ઉભરેલ છે.
ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ તથા ઇપ્સાના નિયામક કિશોરભાઇ ત્રિવેદી વિશેષમાં જણાવે છે કે સ્થાપત્યકલાએ સર્વે કલાઓની જનની છે. આ કલા સમાજ, પ્રદેશ તથા વ્યક્તિનું પ્રતિબીંબ રજૂ કરે છે. આ કલા ફક્ત મનુષ્યની સલામતી, સુરક્ષા અને જરૂરીયાત પુરતી જ મર્યાદિત ન રહેતા માનવ-વિકાસની સ્તરની ઉદ્ઘોષક બની ગયેલ છે. સ્થાપત્યકલાએ સઘળી કલાઓનું સંયોજન છે. આધુનિક સમયે જ્યારે દરેક ક્ષેત્રના સમીકરણો બદલી નાખેલ છે. ત્યારે ‘સ્થાપત્ય’ એ કદાચ એકમાત્ર એવું માધ્યમ છે કે જેણે આ બદલાતા સમીકરણો સાથે સાયુજય કેળવી તાલ મેળવ્યો છે. વધતી જતી માનવ વસ્તીએ રહેઠાણની રાષ્ટ્રીય સમસ્યા ખડી કરેલ છે.
દરેક નાગરિકને સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણવાળા શહેર તથા આવાસમાં રહેવાનું તેમજ સુખ-સગવડતાયુક્ત માળખાકિય સુવિધાઓ પામવાનું સ્વપ્ન હોય છે. નવી નીતીઓ મુજબ સરકાર રહેઠાણ અને મૂળભૂત માખળાકીય સવલતો ઉપલબ્ધ કરવા માટે અથાક પ્રયત્નો કરી રહેલ છે. તેમજ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને આર્થિક રોકાણ હેતુ પ્રોત્સાહન પણ પુરુ પાડી રહેલ છે. જ્યારે આર્થિક વિકાસની ક્ષિતિજો ખૂલે ત્યારે બાંધકામ પ્રવૃતિઓને પણ વેગ મળે છે. ગુજરાતમાં માળખાકીય સુવિધાઓનો ખૂબ જ ઝડપથી વિકાસ થઇ રહેલ છે તેમજ કેન્દ્ર સરકારની દેશભરમાં સ્માર્ટ સીટીના નિર્માણની વિશાળ અને મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજનાના આરંભને કારણે હાલ આર્કિટેક્ટસની જરૂરીયાત ખૂબ જ વધી ગયેલ છે જે ભવિષ્યમાં પણ વધતી જવાની છે.
21મી સદીના સતત પડકારો, સતત સ્પર્ધાઓ અને તેને માટે સતત સંઘર્ષ કરી સફળતા મેળવવા તમારી આવડતને સુનિયોજીત શિક્ષણ પ્રદાન કરતી આર્કિટેક્ચર કોલેજ ખાતે નિપૂર્ણ સ્થાપત્યવિદ બનાવમાં લગાડો.સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે. 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર – 079-26566000 પર સંપર્ક કરી શકાશે.
વધુ માહિતી માટે વી.વી.પી. સંચાલિત – ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, વી.વી.પી. આર્કિટેક્ચર, વી.વી.પી. કેમ્પસ, મોટેલ ધી વિલેજ સામે, વાજડી-વિરડા, કાલાવડ રોડ, રાજકોટ 360005, ઇપ્સા-ફોન : 91046 92322, 91045 92322, મો.95104 37520, મો.8000146435 (પ્રો.ગૌરવ વાઢેર) તથા મો.9428200698 (વહીવટીય અધિકારી, રજની રૂપારેલીયા) ખાતે સંપર્ક કરો અથવા ‘ઇપ્સા’ની વેબસાઇટ WWW. ipsaraj kot.org ની મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે.
‘નાટા’ સંદર્ભે મહત્વની તારીખો
સમગ્ર ગુજરાતના આર્કિટેક્ચરના કોર્ષમાં પ્રવેશ ઇચ્છુક એવા હજારો વિદ્યાર્થીઓ માટે ‘કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર’ દ્વારા લેવાનાર દ્વિતીય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા ‘નાટા’ સંદર્ભેની મહત્વની તારીખોની વિગત – તા.30-06-2021 (11.59 પી.એમ.) સુધીમાં – ફી પેમેન્ટ કરી શકાશે, ઇમેજ અપલોડ્સ કરી શકાશે, કંન્ફર્મેશન પેઇઝ પ્રિન્ટીંગ મંજૂરી, રજીસ્ટ્રેશનબંધ થશે. તા.20-06-2021 (11.30 એ.એમ.)થી 30-06-2021 (11.59 પી.એમ.) સુધી – કેન્ડીડેટ કરેક્શન વિન્ડો ખુલ્લી રહેશે. તા.07-07-2021-ડાઉનલોડ કરી શકાય તેવા એડમિટ કાર્ડનું પ્રકાશન થશે. તા.11-07-2021-પરિક્ષાની તારીખ અને સમય. તા.15-07-2021 પરિણામનું પ્રકાશન.