અબતક, નવી દિલ્હી

છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઈ લોકોમાં ભારે નારાજગીણ જોવા મળી રહી છે.ત્યારે પ્રથમ વખત પેટ્રોલ, ડીઝલ અને ગેસને જીએસટીમાં સમાવવામાં આવે તે મુદે નઓફીશ્યલથ ચર્ચા આવતીકાલ એટલે તા.૧૭સપ્ટેમ્બરનાં રોજ યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં થશે.

આ મુદે અનેક અનઔપચારીક રીતે વાતચિત કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ વખત ઓફિશ્યલી ચર્ચા થશે ત્યારે જોવાનું એ રહ્યું કે, બેઠકનો નિષ્કર્ષ શું આવે છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ પ્રકારના પેટ્રોલીયમ ઉત્પાદનોને જીએસટીમાં આવરીવાય તેવી પ્રબળ સંભાવના છે. અને જો આ શકય થાય તો ‘કોમનમેન’ને ઘણી રાહત મળી રહેશે.

નિર્ધારીત પ્રપોઝલ પર વિચારણા કરવામાં આવશે:
જીએસટીમાં પેટ્રોલ-ડીઝલને આવરી લેવાઈ તો રાજય અને કેન્દ્રને મળતી ડયુટીમાં ઘટાડો નોંધાશે

બીજી તરફ આવતીકાલે જીએસટી કાઉન્સીલની ૪૫મી બેઠક પણ યોજાશે. ત્યારે આ મુદે અનેક તર્કવિર્તક પણ થઈ રહ્યા છે. જો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવાય તો ભાવમાં સીધો જ ઘટાડો જોવા મળશે. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રપોઝલ અંગે ચર્ચા વિચારણા પ્રથમ તબકકે થશે. સામે સૌથી મોટી તકલીફ એ છે કે રાજય અને કેન્દ્રને પેટ્રોલ ડયુટી મળી રહે છે.જેથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવશે. તો રાજય અને કેન્દ્રને જે ડયુંટી મળવા પાત્ર છે. તે બંધ થઈ જશે અને તેની ખાદ્ય પણ ઉભી થશે. પેટ્રોલ-ડીઝલમાં

ભાવ વધારાના દરેક રાજયએ કેન્દ્રને ભાવ નિયંત્રણમાં લાવવા અને ભાવ ઘટાડો કરવા માંગ કરી હતી.

પરંતુ વાસ્તવિકતા એ છેકે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કેન્દ્ર સરકારે પેટ્રોલીયમ ડયુટીથી ૩.૭૧ લાખ કરોડની આવક રળી હતી જયાં રાજયને પણ ૨ લાખ કરોડ રૂ પીયા ડયુટી પેટે આવ્યા હતા.

દેશનાં દરેક રાજય ઈચ્છી રહ્યા છે. કે કેન્દ્ર સરકાર ભાવ ઘટાડો કરે, પરંતુ તે કરવા કેન્દ્ર સહેજ પણ તૈયાર નથી.

ત્યારે જીએસટી કાઉન્સીલનપી બેઠકમાં કયુ રાજય પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં આવરીલેવા તૈયાર થાય છે. તે જોવાનું રહ્યું જો પેટ્રોલને જીએસટીમાં આવરી લેવાય તો સામાન્ય લોકોને સૌથી મોટી રાહત મળી રહેશે જયારે રાજય અને કેન્દ્ર સરકારને નુકશાની  વેઠવી પડશે.

કોરોનાની મહામારી બાદ કાઉન્સીલની પ્રથમ બેઠક રૂબરૂ  મળવા જઈ રહી છે.ત્યારે કેરળ હાઈકોર્ટનો પ્રસ્તાવ બાદ મંત્રીઓ દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.