રાજકોટ બેડી યાર્ડ ખાતે કપાસની મલબખ આવક જોવા મળે છે. ખાસ તો હાલ કપાસના ભાવ ૧૦૬૦ થી ૧૧૪૦ રૂ જોવા મળે છે. હાલ કપાસની રોજની ૨૫ હજાર મણથી ૩૦ હજાર મણની રોજની આવક યાર્ડમાં થતી હોય છે.આ અંગે માકેટીંગ યાર્ડ દલાલ મંડળના અતુલ કમાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દિવાળી બાદ કપાસની ની આવક શરુ થઇ છે.

3 5 યાર્ડમાં દરરોજ રપ હજાર થી ૩૦ હજામ મણ સુધીની કપાસની આવક માકેટીંગ યાર્ડમાં થઇ છે. જયારે આજરોજ ૨૯ હજાર મણની આવકની નોંધણી થઇ છે. ખાસ કરીને કપાસના ભાવ ૧૦૬૦ થી ૧૧૪૦ રૂ સુધી પહોચ્યા છે. દિવાળીની રજા બાદ માકેટીંગ યાર્ડનું કામકાજ શરુ થયું ત્યારે ૧૧૩૦ થી ૧ર૦૦ રૂ સુધીના સારા ભાવ મળતા હતા જયારે હાલમાં બજાર થોડુ દબાળુ છે.2 5હાલમાં ખેડુતોને એક મણે ર૦ થી ૭૦ રૂની નુકશાની થાય છે. જેનું કારણ ઉપલા લેવલથી ખરીદીનો અભાવ હોય છે. આ ઉપરાંત સરકારને વિનંતી કરતા જણાવ્યું કે મગફળીના એમ.એસ.પી. ૧૦૫૦ થી સરકાર ખરીદી કરી રહી છે. તો કપાસની ૧૦૯૦ ની એમ.એેસ. પી. છે. કપાસની ખરીદી અંગે પણ સરકારે વિચારવું જોઇએ. ખેડુતોને વધુ લાભ મળે તેવા પગલાઓ પણ લેવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.