સ્થાનીક અને વેશ્ર્વિક કક્ષાએ કપાસની માંગમાં વધારો થતાં ખેડુતોને મગફળીના સ્થાને કપાસને વધુ અગ્રતા આપી
સૌરાષ્ટ્રમાં ખેડુતો કપાસ અને મગફળીના વાવેતરમાં વધુ રસ ધરાવે છે. ચાલુ વર્ષે કપાસનો ભાવ વધુ હોવાથી ઉ૫રાંત મગફળીનું બિયારણ મોંધુ હોવાથી ખેડુતો કપાસના વાવેતર તરફ વધુ રસ લે તેવી શકયતા છે. ચાલુ વર્ષે સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય સ્તરે કપાસના ભાવ વધુ મળતા હોવાથી ઉપરાંત આવતા વર્ષે પણ કપાસની માંગ બરકરાર રહેવાની હોવાથી ખેડુતો મગફળીના સ્થાને કપાસને અગ્રતા આપશે તેવી શકયતા છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના તમામ ગામડામાં અત્યાર સુધી કપાસના વાવેતર થતા હતા અને આવતા વર્ષમાં કપાસમાં કેવું વાવેતર થશે તે બાબત અંગે જણાવ્યું છે. કપાસનું વધુ વાવેતર મગફળીના ઓછા વાવેતરને કારણે છે કારણ કે મગફળીનું બિયારણ કપાસની સરખામણીમાં વધારે મોંધું છે.
ત્યારે ખેડુતો કપાસ વાવવાનું પસંદ કરે છે. મગફળીનાં ૬૦૦ થી ૭૦૦ ભાવ મળી રહ્યા છે. ત્યારે કપાસના ભાવ હાલ ૧૨૦૦ થી ૧રપ૦ જેવા ભાવ છે. કપાસનું ઉત્૫ાદન વિધે રપ થી૩૦ મણ મગફળી ૧પ થી ૩૦ મણ ઉત્પાદન થાય છે. તેથી લોકો કપાસ વધારે વાવે છે. અને વરસાદના કારણે લોકો દર વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો થશે.
જીજ્ઞેશભાઇ કે જેઓ ખેડુત છે તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ર૦૦ મણ કપાસ વેચવા માટે લાવ્યા છે. ત્યારે આ વખતે કપાસનો ભાવ ૨૫૦ વધારે છે. ગયા વર્ષે ૧૦૦૦ રૂભાવ હતો ત્યારે હાલ ૧૨૫૦ ભાવ મળેલ છે.
જીતેન્દ્રભાઇ કે જેઓ કપાસનાં વેપારીછે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે લોકો કપાસનું વાવેતર કરતા થયા છે ત્યારે હાલ ગતવર્ષ પ્રમાણે ઓછું ઉત્પાદન જોવા મળે છે. છેલ્લા ૧પ દિવસથી કપાસમાં તેજી આવી છે અને લોકો માટે આવક વધી ગઇ છે.
શૈલેષભાઇ ભંડેરીએ કે જેઓ આલોક એગ્રો ચલાવે છે તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કપાસમાં પાણીની સગવતા પર આધારીત છે. વધુ પાણી વાળા સ્પેલાર-૩પ કાવેરી એટીએમ જેવા બીયારણ વપરાય છે. ખાસ કરીને વધારે વપરાતું બિયારણ કાવેરી એટીએમ વધારેમાં વધારે વેચાય છે. દવાનો છંટકાવ કપાસનાં વાવેતર બાદ ૧ મહીનામાં છંટકાવ કરવામાં આવે છે.
હાર્દિક ઠઠારીયા કે જેઓ જયોતિ એજન્સી ચલાવે છે ખાતર વિશે વધુ માહીતી આપતા જણાવ્યું કે વાવેતર પહેલા પાયામાં ડીએપી અને એનપીકે નો ઉપયોગ થાય છે બાદ ડોઝમાં અલગ અલગ ઉપયોગ કરાય છે અને લોકો ખાતરનો વધુ ઉપયોગ કરે છે કપાસ ઉગ્યા બાદ જરુરીાત મુજબ ડોઝ આપવામાં આવે છે.