Abtak Media Google News

ગત આખી સીઝન દરમિયાન કપાસના ભાવ માત્ર 1400 થી જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદના કારણે ખેડુતોએ વાવણીના હળ જોડી દીધા છે અને વાવણી કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ વર્ષે વાવેતરની પૅટર્ન બદલાય છે. ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે આથી મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે. કપાસ એ જામનગર જિલ્લાનું મહત્વનો પાક ગણાતો હતો પરંતુ આ વર્ષે આ પાકનું વાવેતર ઘટયું છે.જ૧

કપાસના ભાવે ખેડૂતોને ગત સિઝનમાં ખૂબ જ દુઃખી કર્યા હતાં. સીઝનના પ્રારંભથી માંડી આખી સીઝન દરમિયાન કપાસના ભાવ માત્ર 1400 થી 1500 સુધી જ રહ્યા હતા. બીજી બાજુ કપાસના બિયારણ અને દવાનો ખર્ચ ખૂબ થતો હોય છે.જેના સામે આ મામૂલી ભાવથી પૂરું વળતર મળતું ન હોવાથી કપાસ તરફથી ખેડૂતો વિમુખ રહ્યા છે. જામનગર જિલ્લાની મગફળીની ડિમાન્ડ પણ સારી રહે છે અને તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, આથી ખેડૂતોએ કપાસની ઓછું વાવેતર કર્યું છે. તો મગફળી બાદ જીરુંનો પાક પણ લઈ શકાતો હોવાથી ખેડૂતોએ સમજી વિચારીને આ નિર્ણય કર્યો છે.જ૩ 1

જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી આર, એસ. ગોહિલના જણાવાયા અનુસર જામનગર જિલ્લાના ખેડુતોએ કુલ ૨,૮૦,૯૭૨ હેક્ટર જમીનમાં વાવણી કરી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળીનું ૧,૬૪,૩૦૭ હેકટરમાં તો કપાસનું ૧,૦૮,૪૬૯ હેકટર જમીનમાં વાવેતર થયું છે. સૌથી વધુ મગફળીનું ૧,૬૪,૩૦૭ હેકટરમાં અને કપાસનું ૧,૦૮,૪૬૯ હેકટરમાં વાવેતર થયું છે.વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ કપાસનું ૧,૫૯,૦૧૯ હેકટરમાં અને મગફળીનું ૧,૫૪,૩૪૯ હેકટરમાં તો વર્ષ ૨૦૨૩માં કપાસનું ૧,૭૭,૯૫૪ હેકટરમાં અને મગફળીનું ૧,૪૪,૫૦૧ હેકટરમાં વાવેતર થયું હતુ.

જામનગર:સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.