મજુરની અછતને લીધે લેવાયો નિર્ણય
હળવદ માર્કેટ યાર્ડમાં મજૂરની અછતને સાથે-સાથે શનિવારે નવરાત્રીની આઠમ હોય જેથી યાર્ડ બંધ રહેશે. જે લઇ રવિવારના ત્રણ વાગ્યા સુધી કપાસની આવક બંધ રહેશે.
હાલ હળવદ યાર્ડમાં કપાસ અને મગફળીના ગજ ખડકાયેલા છે. સાથે જ કોરોનાની મહામારીને લઇ જે મજુરો પોતાના વતન ગયા હતા તેે હવુ સુધી મોટા ભાગના વરત ફર્યા નથી જેને લઇ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળી લઇ આવતા ખેડૂતોને હરાજી થવામાં વિલંબ થતો હોય છે. સાથે જ વ્યવસ્થાન જળવાતી હોય ઉપરાંત કમોસમી વરસાદ પડે છે. જેથી ખેડૂતોનો માલ યાર્ડમાં આવ્યા પછી પડયો ન રહે અને તેની તાત્કાલિક હરરાજી થઇ જાય જે ને લઇ માર્કેટ યાર્ડ દ્વારા બે દિવસ બંધ રહેશે જેથી કપાસ લઇ આવતા ખેડૂતોને રવિવારે બપોરે ત્રણ વાગ્યા પછી આવવા માટે જણાવાયુ છે. જેથી ત્યા સુધી માર્કેટ યાર્ડમાં કપાસની આવક બંધ કરવામાં આવી છે.
સાથે જ માર્કેટ યાર્ડ સોમવારથી રાબેતા મુજબ ચાલુ થશે. કપાસ-૯૯૦-૧૦૭૬, જીરૂ-૨૨૦૦-૨૪૧૮, એરંડા ૭૯૦-૮૧૪, ઘઉં ૩૦૦-૩૯૬, તલ ૧૫૦૦-૧૭૭૭, મગફળી ૮૦૧-૧૦૪૦, અડદ ૯૦૦-૧૩૨૦, મગ ૯૦૦-૧૩૦૬, ગવાર ૬૫૦-૭૬૫.