ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ વેચાણ અર્થે આવતા હોય છે ત્યારે આ વર્ષે ગત વર્ષ કરતા કપાસનો ભાવ દોઢ ગણો વધારે હોવાથી ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી હતી.
ચોટીલા વિસ્તારમા મગફળી, કપાસ સહિત અનેક પાકોની ખેતી ખેડૂતો કરતા હોય છે ત્યારે આ વર્ષે કપાસનું વાવેતર ખેતરોમાં ગત વર્ષ કરતા ઓછું જોવા મળી રહ્યું હતું.
ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગત વર્ષે 24 હજાર 600 હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસનું વાઈટર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે આશરે 24 હજાર 200 હેકટર જેટલી જમીનમા ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને આજથી ચોટીલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત દ્વારા કપાસનું વેચાણ કરવા માટે આવી રહયા છે
ત્યારે દરરોજ આખાદીવસ દરમિયાન આશરે 4 થઈ 5 હજાર મણ કપાસની આવક ચોટીલાના જુના માર્કેટિંગ યાર્ડ માં વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. અને ગત વર્ષે કપાસનો ભાવ આશરે 800 થી 1000 રૂપિયા સુધીનો હતો તે આજે 1200થી 16,50 સુધીનો ભાવ મળતા ખેડૂતો ક્યાંય ખુશી પણ જોવા મળી હતી. અને આ વર્ષે અમિયમિત વરસાદ થતાં કપાસના પાસકને પણ મોટું નુકસાન થયાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું.