ભારતમાં છેલ્લા એક દશકામાં કપાસના ઉત્પાદનમાં 30 ટકા જેવો ઘટાડો નોંધાયો છે. 15 વર્ષમાં આ વર્ષે હેક્ટરદીઠ સૌથી ઓછુ ઉત્પાદન મળવાની શક્યતા છે. આ વર્ષ કપાસના ઉત્પાદનમાં 7 થી 8 ટકા જેટલો ઘટાડો થવાની ધારણા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે 2014થી ખેડૂતોને કપાસના ભાવ રૂ.1400 પ્રતિ મણ મળી રહ્યા છે.
આ વર્ષે માત્ર 294 લાખ ગાસડી કપાસના ઉત્પાદનનો અંદાજ છે જે ગત વર્ષની સરખામણીમા 7 થી 8 % ઓછુ હશે.ભારતમા 2013-14મા સૌથી વધુ ઉત્પાદન 575 કીગ્રા પ્રતિ હેકટર નોંધાયુ હતુ. ત્યાર બાદ સતત ઘટતુ જાય છે.છેલ્લા દાયકામા 30 % ઉત્પાદનમા ઘટાડો થયો છે.
છેલ્લા દશકામાં ભારતમાં કપાસના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો: ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે 10 વર્ષથી ભાવ પણ સ્થીર
ભારતમા આશરે 125 લાખ હેકટર્સ વિસ્તારમા કપાસનુ વાવેતર થાય છે જે વિશ્વના કુલ વાવેતર વિસ્તારના 32 % છે. એક અંદાજ મુજબ આ વર્ષે 2023-24 મા 15 વર્ષનુ સૌથી ઓછુ એટલે હેકટર દીઠ 391 કિગ્રા ઉત્પાદન મળવાની શક્યતા છે જ્યારે વિશ્વ સ્તરે સરેરાશ 670 થી 680 કિગ્રા પ્રતિ હેકટર ઉત્પાદન નોંધાય છે.
કૃષિ નિષ્ણાંતોના મતે ભારતમા કપાસનુ ઉત્પાદન ઘટવુ ચિંતાજનક છે.
છેલ્લા એક દાયકાથી કપાસની સક્ષમ ઉત્પાદન ધરાવતી નવી સુધારેલી જાતો બહાર પાડવાની જવાબદારીમાથી રાજ્ય અને કેન્દ્ર સરકારે હાથ બહાર કાઢીને ખાનગી બીજ ઉત્પાદકોના ભરોશે ખેડુતોને છોડી દીધા અને છેલ્લા એક દાયકાથી કપાસમા બીજમા રાજ્ય કે કેન્દ્ર સરકારની કૃષિ યુનિ. એ કોઇ નવુ સંશોધન આપ્યુ નથી.કૃષિ પાકમા ઉત્પાદનને અસર કરતુ મહત્વનુ પરિબળ બીયારણ છે, હાલના અનઅધિકૃત બિયારણો વેચતા ખાનગી બીજ ઉત્પાદકો ઉપર સરકારનો કોઇ કાબુ નથી એટલે ગુણવત્તા વગરના બિયારણોને કારણે પાક નિષ્ફળ જાય છે અને ખેડુતો આર્થિક નુકશાની ભોગવે છે,
ભારતમા 70 % કપાસની બિન પિયત ખેતી છે, છેલ્લા દાયકામા પિયત વાવેતર વિસ્તારમા વધારો કરવાના કેન્દ્ર સરકારે કોઇ પ્રયાસો ન કર્યા. ઉપરાંત ખેતી માટે વિજળીની સમસ્યા ઉકેલવામા પણ કેન્દ્ર સરકાર ગંભીર નથી.
કપાસના પાકનુ ઉત્પાદન વધે કે કપાસની ગુણવતા સુધારવા માટે કોઇ ખાસ સંશોધન છેલ્લા દસ વર્ષમા કેન્દ્ર સરકારના પ્રયાસોથી વિકસાવવામા આવ્યુ નહી.
કપાસના પાક ઉત્પાદનમા ઉપર બિયારણ પછી સૌથી મહત્વનુ પરિબળ પાક સરક્ષણ અને પાક સુરક્ષા છે. કપાસના પાકને ગુલાબી ઇયળ સામે સંરક્ષણ આપવુ અને ભુંડ,રેઢીયાર પશુઓ કે જંગલી જાનવર સામે સુરક્ષાની બાબત ગંભીર સમસ્યા છે,આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે કોઇ પગલા ભરેલ નથી.
મોન્સાન્ટો કંપનીની જીએમ ટેકનોલોજીની જાતો બે દાયકાથી ભારતમા વાવતર થાય છે અને 2014 પછી કપાસ ઉત્પાદન અને ગુણવત્તા બન્ને ઘટી છે, છતાં સરકારી કૃષિ યુનિ.ઓ યોગ્ય ભલામણ કરવામા પણ નિષ્ફળ ગઈ છે.
2017 મા મોન્સાન્ટો કંપનીએ પોતાની ટેકનોલોજીને ભારતમાથી ડી રેગ્યુલેટ કરી દીધી છે,એટલે કે ટેકનોલોજીના માલીકે પોતાની જવાબદારીમાથી હાથ બહાર કાઢી લીધા છે છતા તેની જ ટેકનોલોજીવાળી બોલગાર્ડ જાતો 2017 પછી પણ ભારતના ખાનગી બીટી કપાસ બીજ ઉત્પાદકો બેફામ ખેડુતોને વેચે છે. ખેડુતોને પાક સુરક્ષાનુ કોઇ કવચ સરકાર તરફથી નથી.
ભારતમા કેન્દ્ર સરકારે ખેડુતોના જોખમે ખાનગી બીટી બીજ ઉત્પાદકોને વેચાણ માટે છુટ આપેલ. ઉપરાંત ભારતમા મોદી સરકારે જીએમ ટેકનોલોજીમા તેની સમાંતર કૃષિ સંશોધન કરી કપાસની ઉત્તમ ગુણવત્તાવાળી નવી જાતો ખેડુતોને આપવામા નિષ્ફળ ગઈ.
કપાસની ખેતી દેશના મુખ્ય 6 રાજ્યોમા થાય છે તે તમામ રાજ્યોમા કપાસના પાક સંગ્રહ માટે અદ્યતન માળખાગત સુવિધાનો અભાવ છે.જેથી પાકના બગાડ અને ગુણવત્તાના પ્રશ્ર્નો ઉભા થાય છે અને તેની ભાવ ઉપર સીધી અસર થાય છે, અને માળખાગત સુવિધાના અભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના પુરતા ભાવ મળતા નથી.