ગત વર્ષની સરખામણીએ મગફળીના વાવેતરમાં બમણાથી વધુનો વધારો: કપાસનું વાવેતર પણ ૪૦ ટકા જેટલુ વધ્યું’
મેઘરાજા સાથ આપશે તો ગુજરાતનો ખેડુત કપાસ-મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરશે
ગુજરાતમાં ગયા વર્ષે વરસાદની અછતને પગલે ઉભી થયેલી આર્થિક કટોકટી અને ઓછા ઉત્પાદનની પરિસ્થિતિમાં ગુજરાતનાં ખેડુતોએ ખરીફ મોસમના મગફળી અને કપાસના વાવેતર માટે આર્થિક ધીરાણની માંગ કરી છે. આ વર્ષે રાજયમાં મગફળીનુયં વાવેતર ૧૧.૮૫ લાખ હેકટર પહોચ્યું છે જે ગયા વર્ષના ૫.૧૭ લાખ હેકટરથી બમણાથી પણ વધુ છે. કપાસનું વાવેતર ૧૮.૭૬ લાખ હેકટર સુધી પહોચ્યું છે. ગયા વર્ષે આ વાવેતર ૧૧.૪૪ લાખ હતુ.
રાજયનાં ખેતીવાડી વિભાગ દ્વારા આ આંકડા જાહેર કરવામા આવ્યા હતા. રાજયનાં કપાસ અને મગફળીના ખેડુતોને ગયા વર્ષે મોટી ખોટ ખાયી પડી હતી અધુરા વરસાદને કારણે ગયા વર્ષે કપાસ અને મગફળીમાં માર ખાનાર ખેડુતે આ વખતે ફરીથી આ બંને રોકડીયા પાકની વાવણીની પસંદગી કરી છે. કારણ કે કપાસ અને મગફળીના ભાવ સારા મળે છે. વળી વખતે વાયુ વાવાઝોડાના પગલે આગોતરૂ વરસાદો થઈ જત બંને પાકો માટે વહેલી વાવણી થઈ ગઈ હતી આ વર્ષે ૧૪.૭૭ લાખ હેકટરમાં મગફળી અને ૨૭.૫૨ લાખ હેકટર કપાસનું વાવેતર થયું હતુ સરકારે મગફળીના લઘુતમ ટેકાના ભાવ ૧ હજાર રૂપીયા રાખ્યા હતા આ ભાવ છેલ્લે ૧૨૦૦ રૂપીયા સુધી પહોચ્યા હતા.
સોમાના સમીર શાહે જણાવ્યું હતુ કે બજારના ખેલયાઓને સારા વરસાદથી કપાસ અને મગફળીનું ઉત્પાદન સારૂ થાય તેવી આશાના પગલે ગુજરાતમાં ફરીથી આ બંને રોકડીયા પાકોનું વાવેતર વધ્યું છે. વળી કપાસના ભાવ પણ અત્યારે ખૂબ જ ઉંચા છે. ગુજરાતમાં કપાસ ગુણવતાની દ્રષ્ટી મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસ કરતા ઉંચી ગુણવતા ધરાવે છે.ગુજરાતમાં સારા વરસાદ અને સારી જમીનના કારણે માલ સારો ઉતરતો હોવાનું તેની માંગ વધુ હોવાનો કપાસના દલાલ અરૂણ દલાલે જણાવ્યું હતુ
ગયા વર્ષે બજારમાં ૪૧ હજારથી ૪૨ હજારનો ભાવ શંકર ૬ જાતનો આવ્યો હતો. અત્યારે આ ભાવ ૪૬ હજારથી ૪૭ હજાર ચાલી રહ્યો છે. ગુજરાત અત્યારે મહારાષ્ટ્ર કર્ણાટક, આંધ્ર અને તેલંગાણાથી કપાસ ઉત્પાદનમાં આગળ છે.
ગુજરાત અત્યારે મગફળી અને કપાસના ઉત્પાદનમાં દેશમાં સારી સ્થિતિમાં છે. ૧૫.૯૫ લાખ ટન મગફળી અને ૮૨.૫૦ લાખ ગાંસડી ક્પાસનું ઉત્પાદન દેશમાં થાય તેવા સંકેતો મળી રહ્યા છે.