ચોમાસામાં વિલંબ અને વરસાદની ઘટના લીધે કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નીચો પાક અને ગત વર્ષે ભાવમાં મોટા ઘટાડાને લીધે ખેડૂતો ચાલુ વર્ષે સોયાબીન અને અન્ય તેલીબિયાં જેવા પાકો તરફ ફંટાઇ શકે છે. ચાલુ ખરીફ કૃષિ વાવેતરની સિઝન દરમિયાન વરસાદમાં વિલંબના લીધે દેશમાં 5મી જુલાઇ સુધીમાં કપાસનું વાવેતર 8 ટકા જેટલું ઘટ્યું હતું.
આગામી 10થી 15 દિવસની અંદર કોટન ફ્યૂચર ઉછળીને રૂ. 21600થી 21750 સુધી જઇ શકે છે. અને ત્યારબાદ બેથી ત્રણ મહિનાના સમયગાળાની અંદર એમસીએક્સ કોટન વાયદામાં રૂ. 23000થી 23500 સુધીના ઉછાળાની શક્યતા ખરી.એમસીએક્સ કોટન વાયદામાં રૂ. 23000થી 23500 સુધીના ઉછાળાની શક્યતા ખરી.