ફૂગાવા અને માર્કેટની ડામાડોળ સ્થિતિને કારણે ગુજરાતના કપાસ ઉત્પાદનો ઉપર માઠી અસર
કરન્સીમાં ફેરફારો અને ફૂગાવાને કારણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ભારતભરના નિકાસકારોના વેપાર ઉપર તેની અસર જોવા મળે છે. આ વર્ષે ઓકટોમ્બરમાં કપાસના ઉત્પાદનમાં નિકાસમાં ૫૩ લાખ ગાસડીઓની ઘટ જોવા મળશે. યોગ્ય કારણ વિના જ કપાસની નિકાસમાં ઘટાડો થશે. આ વર્ષે માત્ર ૧૩ થી ૧૪ લાખ ગાસડીઓની નિકાસ કરવામાં આવી છે જેમાં એક ગાસડીનો વજન ૧૭૦ કિ.ગ્રા. હોય છે. માર્કેટના ટ્રેન્ડ મુજબ નિકાસકારોનું કહેવું છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં આ વર્ષે કપાસના ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો જોવા મળશે.
વર્ષ ૨૦૧૭માં ભારતે ૬૯ લાખ ગાસડીઓનું ઉત્પાદન કર્યું હતું અને અન્ય દેશોમાં મોકલ્યું હતું. કોટન એસોસીએશન ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સામે આવ્યું કે, દેશભરમાં કોટન ઉત્પાદનના નિકાસના વેપારમાં ફૂગાવાને કારણે માર્કેટની સ્થિતિ બગડી છે. વૈશ્વિક બજારમાં જો આંતરરાષ્ટ્રીય ભાવ કરતા ઓછી કિંમતે ભારતીય કપાસનું વેંચાણ કરવામાં આવે તો ગ્લોબલ માર્કેટમાં દેશના કપાસને વધુ પ્રોત્સાહન મળી શકે છે. જેથી રૂપિયાની સ્થિતિ ડોલર સામે વધુ મજબુત થશે. ૨૦૧૮-૧૯માં ભારતમાં કોટનનું ઉત્પાદન ૩૪૦ લાખ ગાસડી ઓછુ થવાનું તારણ છે.