સંશોધકો પિરામીડમાં તોડફોડ કર્યા વિના કોસ્મિક કિરણો રેડીયોગ્રાફીની મદદથી સંશોધનો કરે છે
ઈજીપ્તના પિરામીડોના રહસ્યના તાળાની ચાવીરૂપ કોસ્મીક કિરણો બન્યા છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ઈજીપ્તના આશરે ૪૫૦૦ વર્ષ જૂના પિરામીડો વિશે ઈન્ટરનેશનલ ટીમ રીસર્ચ કરી રહી છે. રીસર્ચ દરમિયાન તેમને તથ્ય ઉજાગર થયું છે કે, ઐતિહાસિક પિરામીડોની સંરચનાનું રહસ્યના તાળાની ચાવી કોસ્મિક કિરણો બન્યા છે.
ઈજીપ્તના પિરામીડ વિશ્ર્વની સાત અજાયબીઓ પૈકી એક છે પરંતુ આ અજાયબી કઈ રીતે સર્જાઈ તે સવાલનો જવાબ મેળવવા એક ઈન્ટરનેશનલ ટીમ સંયુકતપણે શોધ સંશોધન કરી રહી છે. અહીં નોંધવું ઘટે કે ઈજીપ્તના પીરામીડોની સરેરાશ ઉંચાઈ ૪૫૫ ફુટની છે. અમેરીકાના ઓસ્ટિન શહેર સ્થિત ટેકસાસ યુનિવર્સિટીના રોય સ્વિચ્લર્સે અમેરીકી દૈનિક વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઈજીપ્તના પિરામીડોમાં હાઈ એનર્જી ફિઝિકસના ગુણધર્મો સમાયેલા છે. હવે આ આશરે સાડા ચાર હજાર વર્ષ પૂરાણા પિરામીડોની સંરચના કુદરતી રીતે કેવા સંજોગોમાં થઈ તેનું રહસ્ય જાણવા માટે કોસ્મિક કિરણો જ ચાવીરૂપ બન્યા છે.
ઈજીપ્તના પિરામીડોના રહસ્યના તાણાવાણા દૂર કરવાની કામગીરીમાં ટેકસાસ યુનિવર્સિટી (અમેરિકા), નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી (મેક્સિકો), કેરો યુનિવર્સિટી (ઈજીપ્ત), લોસ આલામોસ નેશનલ લેબોરેટરી (ન્યૂ મેકિસકો), યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (બર્કલે, અમેરીકા), એચ.આઈ.પી. ઈન્સ્ટીટયુટ (ફ્રાંસ), નાકામોતો યુનિવર્સિટી ફોર રીસર્ચ એન્ડ ફોર્મેશન (જાપાન)ના તજજ્ઞો સંયુકત રીતે જોડાયા છે.
૪૫૦૦ વર્ષ પહેલા બંધાયેલા ઈજીપ્તના ગ્રેટ પીરામીડમાં સંશોધકોને વિમાનના કદનું ગુપ્ત ભોયરુ પણ મળ્યું છે. સંશોધકો પીરામીડમાં તોડફોડ કર્યા વિના કોસ્મિક કિરણો રેડિયોગ્રાફીની મદદથી સંશોધનો કરે છે આ ભોયરુ પ્રથમવાર જોવા મળ્યું છે.