શરીરના તમામ ભાગો પર સૌદર્યલક્ષી શસ્ત્રક્રિયા એટલે કોસ્મેટીક સર્જરી
આદમ અને ઇવના જમાનાથી માનવીને સુંદર દેખાવવું ગમે છે. ચહેરાની સુંદરતા પુરૂષ સાથે સ્ત્રીઓમાં પણ વધુ જોવા મળે છે. કવિઓ, સાહિત્યકારો, ફિલ્મો વિગેરેમાં પણ ચહેરા અને શરીરના વિવિધ અંગોની સુંદરતા વિશેની વાતો કરી છે. ‘તેરા ચહેરા કિતના સુહાના લગતા હૈ’ જેવા અનેક ગીતો ગઝલો ચહેરાની સુંદરતાને મહત્વ આપે છે. આજનો યુગ એટલે સુંદરતા સાથે વસ્ત્રોને ટેકનોલોજીનો યુગ છે. પહેલા કે આજે માણસોને બીજા કરતા પોતે કેમ અલગ દેખાય તેના જ પ્રયાસો કરે છે.
“તેરે ચહેરે મે વો જાદુ હે…. બીન ડૌર ખીચા આતા હું,
જાના હોતા હૈ ઔર કહી…. તેરી ઔર ચલા આતા હું”
ચહેરાની સુંદરતા વધારવા બ્યુટી પાર્લરો સાથે કોસ્મેટીક સાધનો સર્જરી જેવા તમામ પ્રયાસો થકી માનવી કુદરતે આપેલા ચહેરાને વધુ રૂપકડા કરવા જીવનભર મથે છે. ર1મી સદીનો ક્રેઝ જ ચહેરાની સુંદરતાનો છે. ચહેરોએ આકર્ષણનું પ્રતિક હોય ને તેની સજાવટમાં દિવસનો મોટો ભાગ પસાર કરતાં હોય છે. આજની લાઇફ સ્ટાઇલ સુંદર ચહેરો, નવી ફેશનના વસ્ત્રો, ન્યુ લુક હેર સ્ટાઇલ જેવી વાતો આજના યુવા વર્ગને ક્રેઝ છે. આપણાં કવિઓએ હોઠ, ગાલ, ચહેરા ઉપર ઘણા કાવ્યો પણ લખ્યા છે.
ભારતીય ચિકિત્સા પ્રણાલીમાં પ્રાચિન કાળથી અમલમાં છે. આવી અઘરી સર્જરી જયારે અંગ્રેજો ને ખબર પડી એટલે એ તેને ઇંગ્લેન્ડ લઇ ગયા હતા. બાદમાં આખા યુરોપ અને અમેરિકામાં આ પઘ્ધતિનો ઉપયોગ થવા માંડયો, હૈદર અલી અને ટીપુ સુલતાન સાથે લડાઇ બાદ અંગ્રેજોને ભારતનાં બે મહાન આવિસ્કારની ખબર પડી જેમાં એક યુઘ્ધમાં રોકેટનો ઉપયોગ અને બીજી પ્લાસ્ટીક સર્જરી આજના પર્વતમાન યુગમાં આ સર્જરી ખુબ જ ખર્ચાળ છે. ભારતીય સંસ્કૃતિ દુનિયાની સૌથી જાુની સંસ્કૃતિ પૈકી એક છે. આજ કારણે આપણાં દેશે વિશ્ર્વને કલા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજથી 2600 વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે તેની શોધ કરી હતી.
શોધ, સંશોધનમાં વિશ્ર્વમાં ભારત પહેલા નંબરે છે તેથી વિવિધ આવિસ્કારોમાં હિરા-અણુ જેવી વાત હોય ત્યારે હજારો વર્ષથી ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાને આધારો આપ્યો છે, અને આના ઉપર જ આધુનિક વિજ્ઞાન ચાલી રહ્યું છે, ઇસાથી પૂર્વે આપણા દેશમાં અનેક શોધ થઇ ચૂકી છે. જેને અનેક સદીઓ પછી દુનિયાએ પણ માન્યું છે. શરીરના તમામ ભાગો પર સૌદર્ય લક્ષી શસ્ત્ર સદીઓ પછી દુનિયાએ પણ માન્યું છે. શરીરનાં તમામ ભાગો પર સૌંદર્ય લક્ષી શસ્ત્ર ક્રિયા એટલે જ આ સર્જરી કે કોસ્મેટીક સર્જરી તે સામાન્ય દેખાવને પુનસ્થાપિત કરે છે. ખાસ કરીને અપંગતા, જન્મજાત ખોટ કે બર્ન્સ અને ચહેરાને પુન નિર્માણ કરે છે.
પ્રાચિન ભારતમાં ર600 વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે તેની શોધ કરી હતી.
સૌ પ્રથમ તૂટી ગયેલ નાકની સર્જરી કરી હતી. 1757માં અંગ્રેજોએ પ્લાસીની લડાઇ જીતી ત્યારે ઘાયલ સૈનિકો ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાઇ હતી
આજકાલના યુગમાં એસિડ એટેકનો કારણે કદરૂપા ચહેરાને ફરી પુન નિર્માણમાં આ સર્જરી બહુ કારગત નિવડી છે. વિશ્ર્વમાં સૌ પ્રથમ આવી સર્જરી તૂટેલ નાક ઉપર કરીને પહેલા જેવું જ નાક નિર્માણ કરીને સૌને અચંબિત કરાયા હતા. એ જમાનામાં અંગ્રેજ સૈનિકોની નાકની સર્જરી પણ ભારતીય ચિકિત્સકોએ કરી હતી. આજે તો ફિલ્મ સ્ટારો કે અમીર લોકો વધતી ઉંમરને કારણે ચહેરાની સર્જરી કરાવે છે. ખાસ હિરો-હિરોઇન તેના ચહેરાની માવજત વધુ કરાવતા હોય છે. આજકાલની ફિલ્મોમાં કે ટીવી ધારાવાહિકમાં આ પ્રકારની સર્જરી બતાવે છે કે ચહેરા બદલાવવાની સ્ટોરી આવે છે.
પ્લાસ્ટિક સર્જરીનું સામાન્ય કાર્ય દેખાવને પુનસ્થાપિત,
અપંગતા સુધારણા જન્મ જાત માટે બર્ન્સ કે ચહેરાને પુનનિર્માણ કરે છે
આજના સમયમાં આ ઓપરેશનમાં પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટીક સર્જરી સાવ સામાન્ય છે પણ અતિ ખર્ચાળ છે તેથી સામાન્ય જનતાને પરવડે નહીં, આજની મોર્ડન સર્જરીમાં આ સર્જરી સામાન્ય થઇ ગઇ છે. વધતી ઉંમરને કારણે ચહેરાની કરચલીઓ દૂર કરાવે છે. માઇકલ જેકશન ડાન્સરે તો 30 થી વધુ સર્જરી તેના ચહેરાની કરાવી હતી તો આપણા જાુના સ્ટાર દેવાનંદે પણ આ કરાવેલ હતી તેથી જ તે ફુલ સ્લીવના ટીશર્ટમાં વધુ જોવા મળતા હતા. દુનિયાની પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરનાર આચાર્ય સુશ્રુતે કરી હતી તેના ગ્રંથમાં તેમના દ્વારા કરાયેલા 300 ઓપરેશનો અને 1પ0 યંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. 300 થી ર00 ઇ.સ. પૂર્વે કુષાણ રાજયનાં રાજ વૈદ્ય ચરકે પોતાના ગ્રંથ ચરક સંહિતામાં અનેક પ્રાકૃતિક દવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સોના ચાંદીના ભસ્મ અને એવી કોઇ બિમારી ન હતી જેની દવા તેની પાસે ન હોય, આજ કારણે તેને ભારતીય ચિકિત્સા અને દવાના પિતા કહેવામાં આવે છે.
આ પ્રકારની સર્જરી પહેલા વિવિધ પરિક્ષણો કરાવવા પડે છે જેમાં રકત, યુરીન, કાર્ડિયાક, સ્કેન જેવા પરિક્ષણોની જરૂરીયાત રહે છે. જો એમાં એનિમિયા કે ગંભીર ચેપ હોય તો આ સર્જરી કરાતી નથી. લોહીમાં લાલકણ લ્યુકોસાઇટસ અને પ્લેટ લેટની માત્રા જરૂરી છે. કોગ્યુલોગ્રામમાં લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા તપાસાય છે. જેને કારણે સર્જરી વખતેના મોટા રકત સ્ત્રાવના જોખમને ટાળી શકાય છે. હાલ તો વિશ્ર્વમાં આ સર્જરી એ ઘણી પ્રગતિ કરી હોવાથી ઘણા તબીબો વધારાની તાલીમ પણ લે છે. 1999 માં અમેરિકન યુનિયને આ અભ્યાસક્રમનું ના બદલીને પ્લાસ્ટિક સર્જર શબ્દ પ્રયાોજાય છે. પહેલા પ્લાસ્ટિક એન્ડ રીકોસ્ટ્રકિટવ સર્જન કહેવાતા હતા. આજે બોલીવુડ કે હોલીવુડની હિરોઇન તેના સ્તન ને સુડોળ કરવા આ સર્જરી કરાવી રહી છે. ચહેરો અને બોડી લુક જેવા વિવિધ પાર્ટોની કોસ્મેટીક સર્જરીનો આજકાલ બહુ જ ક્રેઝ છે. આજે સૌને રૂપકડો ચહેરો ગમે છે તેથી ખાસ મહિલાઓ આ ટેકનીકનો વધુ ઉપયોગ કરવા લાગી છે. તેની કાર્યવાહીમાં સ્તન વૃઘ્ધિ, ઉપાડ, ઘટાડો કે ચહેરા કે ગાલ પાસેની વધારાની ચામડી, ગળું, કપાળ વિગેરેની પણ પ્લાસ્ટિક કે કોસ્મેટીક સર્જરી આજકાલ થઇ રહી છે.
આજે સગાઇ – લગ્ન જેવા પ્રસંગે કોસ્મેટીક ટ્રીટમેન્ટ ખુબ જ કરાવાય છે. જો કે આ સર્જરી, ટ્રીટમેન્ટના ફાયદા સામે ગેરફાયદાઓ પણ છે. આ સર્જરી બાદ સોજા કે દુખાવાની ફરીયાદો જોવા મળે છે. રકતને નુકશન સાથે બ્લડ પ્રેસરની પણ સમસ્યા રહે છે. ઘણાને સર્જરી બાદ ચેપનું પ્રમાણ લાગવાની શકયતાઓ રહેલી છે. ચેતા તંત્રને નુકશાન સાથે સ્તનની સર્જરી કરાવનાર સ્ત્રી તેની સંવેદન શીલતામાં પરિવર્તન મહસુસ કરે છે. કોસ્મેટીક શસ્ત્ર ક્રિયા બાદ બ્રાહ્ય દેખાવમાં સ્થાયી અને નાટકિય ફેરફારો પણ જોવા મળતા હોય છે.
આજે મોબાઇલમાં ઘણી ફોટો એપ્લીકેશન દ્વારા આપણે આપણા ચહેરાને વધુ રૂપકડા બનાવીને પ્રોફાઇલ પીકચરમાં મુકતા હોય છે. આજકાલ લોકો પોતાના લુક વિશે ચહેરા વિશે, હેર વિશે ઘણા ચિંતીત હોવાથી પણ પ્લાસ્ટિક કે કોસ્મેટીક સર્જરી કરાવે છે. સેલ્ફી, સોશિયલી મીડિયાના પ્લેટ ફોર્મ ઉપયોગ વધવાથી પણ આ સર્જરીની બોલબાલા છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ચહેરા ઉપર કરચલીખો જોવા મળતા ચહેરાનું સુંદર અને આકર્ષક રહે તે માટે આ સર્જરીની ઉચ્ચ માંગ વિશ્ર્વભરમાં જોવા મળે છે. આમાં વપરાતા સાધનો, પ્રક્રિયા સલામત અને વિશ્ર્વસનીય હોય છે. ડોકટરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોની માંગ જાળવણી વધતા તે બાબતના ઉપકરણો અને ઉત્પાદનનો ઝડપી વિકાસ થયો છે. 10 વર્ષ પહેલા લેસર ટ્રીટમેન્ટસ અસ્તિત્વમાં ન હતી. ત્યારે બઝારમાં એકાદ, બેજ વસ્તુ કે વિકલ્પો હતો. આજે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જેને ફુડ એન્ડ ડ્રગ વિભાગે મંજુરી પણ આપી છે. ટુંકમાં આવી સર્જરી તેના નિષ્ણાંતો પાસે કરાવવી હિતાવહ છે. પ્લાસ્ટિક કે કોસ્મેટીક સર્જનો આ પ્રકારની સર્જરી ચોકસાઇ પૂર્વક કરી શકે છે. કયા હેતુ માટે તમે આ સર્જરી કરાવો છો તે સૌથી અગત્યની બાબત છે.