કોલંબિયા અને નોર્વેના સાયન્ટિસ્ટોએ કરચલીઓ દૂર કરવા માટે જાણીતા આ કેમિકલમાં કેન્સર-ફાઇટિંગ એજન્ટ હોવાની ઉજ્જવળ શક્યતા બતાવી છે એની ક્લિનિકલ ટ્રાયલ્સ પણ શરૂ થઈ ગઈ છે. જોકે એ ઉપરાંત પણ આ ડ્રગ બીજી અનેક સમસ્યાઓના ટેમ્પરરી ઉકેલ તરીકે વપરાય છે
આપણે ત્યાં હજી બોટોક્સ ડ્રગનો ઉપયોગ માત્ર ચહેરા પરની કરચલીઓ દૂર કરવાના કોસ્મેટિક કેમિકલ તરીકે જ થાય છે. આ ડ્રગને અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા માન્યતા મળ્યાને ૨૫ વર્ષ થયા. પશ્ચિમના દેશોમાં બોટોક્સ પર એટલાં બધાં સંશોધનો અને ક્લિનિકલ પ્રયોગો થયાં છે કે કેટલાય ડોક્ટરો માટે બોટોક્સ એકે હજારા જેવી જાદુઈ છડી જેવું કામ આપે છે. અલબત્ત, જેટલા દાવા થયા છે એટલા બધા જ રોગોમાં એની અસરકારતા સોએ સો ટકા પુરવાર થઈ નથી. છતાં અનેક ન્યુરોલોજિકલ તકલીફોમાં બોટોક્સનો છૂટી ઉપયોગ થતો આવ્યો છે. એમાં વળી તાજેતરમાં નોર્વે અને કોલંબિયાના રિસર્ચરોએ બોટોક્સ કેન્સર-ફાઇટિંગ ડ્રગ હોવાનું જણાવ્યું છે. આ સાયન્ટિસ્ટોએ જઠર અને સ્વાદુપિંડના કેન્સર સામે આ ડ્રગ લડત આપે છે એવું લેબોરેટરીમાં સાબિત કર્યું છે. જઠર અને સ્વાદુપિંડના કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં થતું ન હોવાથી જો આ દાવો સાચો નીકળે તો ખરેખર જ કેન્સરના દરદીઓને બહુ જ ફાયદો થશે.
કરચલીઓ દૂર કરવા માટેનું કેમિકલ કેન્સર સામે લડત કઈ રીતે આપે એ સમજવા માટે પહેલાં બોટોક્સ વિવિધ રોગો અને સ્થિતિઓમાં શરીરમાં કેવી રીતે વર્તે છે એ સમજવું જરૂરી છે.
બોટોક્સ છે શું?
હકીકતમાં આ એક બ્રેન્ડનેમ છે. એની મૂળ ડ્રગનું નામ છે બોટલિનમ ટોક્સિન ટાઇપ વન, જે એક ન્યુરોટોક્સિન છે. મતલબ કે ચેતાતંતુઓ માટે ધીમા ઝેર સમાન છે. એનાી ખાસ ચેતાતંતુઓનું એકબીજા સોનું કમ્યુનિકેશન અટકી જાય છે. ખાસ પ્રકારનું ન્યુરોટોક્સિન પ્રોટીન જો ખૂબ ઓછી માત્રામાં અમુક ચોક્કસ સ્નાયુઓમાં ડાયરેક્ટ ઇન્જેક્ટ કરવામાં આવે તો એનાી સ્નાયુઓનું સંકોચન વાનું સિગ્નલ પેદા થાય છે. સ્નાયુઓનું સંકોચન વાી ત્વચામાં રહેલી કરચલીઓ ઓછી થાય છે. અલબત્ત, આ બોટલિનમ ટોક્સિનનો એક જ ઉપયોગ નથી. અનેક રોગોમાં એનો ઉપયોગ થયો છે. જ્યારે એની શોધ થઈ ત્યારે ખાસ કરીને ત્રાંસી આંખો અને વારંવાર અનિચ્છાએ ફરકતી આંખો માટે આ ડ્રગ વપરાતું હતું. ટેમ્પરરી ધોરણે બાહ્ય સ્નાયુઓમાં પેરેલિસિસ થઈ જવાથી અનિચ્છાએ તી આંખની ઍક્ટિવિટી બંધ થઈ જતી હતી.
કેન્સરમાં ઉપયોગી કેવી રીતે?
કરચલી અને સ્નાયુઓને સ્ટિફ કરી નાખતું આ ડ્રગ કેન્સરમાં કઈ રીતે મદદરૂપ થાય એ સમજવામાં થોડુંક વિચિત્ર થતો લાગે જ, પણ કોલંબિયાના રિસર્ચરોએ એની સ્પષ્ટ સમજૂતી આપી છે. ઘણાં વષોર પહેલાં થયેલા પ્રયોગોમાં નોંધાયું હતું કે જઠરના કેન્સરના દરદીઓમાં સંવેદનાઓનું વહન કરતી વેગલ નવ્ર્સને કાપી નાખવામાં આવે તો કેન્સરનો ગ્રોથ અટકી જાય છે. મતલબ કે એ નર્વ ન હોય તો કેન્સરના કોષોનું પોષણ અટકી જાય. ઉંદરોમાં આ નર્વ કાપી નાખવાનો પ્રયોગ લેબોરેટરીમાં સફળ પણ યો હતો. જોકે આ કાર્ય સર્જરીથી કરવાનું ઘણું અઘરું હતું. એનાી અન્ય ચેતાઓને પણ નુકસાન થવાની શક્યતાઓ વધુ હતી. કોલંબિયાના રિસર્ચરોએ આ જ સંશોધન પર વધુ કામ કરીને બોટોક્સ કેમિકલનો ઉપયોગ કર્યો. આમેય આ ન્યુરોટોક્સિન નવ્ર્સને બ્લોક કરવાનું અને ટેમ્પરરી સ્ટિફ કરી દેવાનું કામ કરવામાં ખૂબ અસરકારક પણ છે. લાંબો સમય સુધી બોટોક્સના ઇન્જેક્શન દ્વારા વેગલ નવ્ર્સને બ્લોક કરી દેવાીથી કેન્સરના કોષો પર કેમોથોરપીની અસર ઝડપી તી હોવાનું આ રિસર્ચરોનું તારણ છે.
આગામી મહિનામાં જઠર અને સ્વાદુપિંડના દરદીઓ પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ વાની છે. એમાં શું નોંધાય છે એને આધારે આ ટ્રીટમેન્ટ સર્વમાન્ય બને છે કે કેમ એનો આધાર છે.
અનેક રોગોમાં વપરાશ
જોકે અત્યાર સુધીમાં બોટલિનમ ટોક્સિન નહીં-નહીં કરતાં ડઝનેક રોગોમાં દવાની ગરજ સારે છે. સેરિબ્રલ પોલ્ઝી, ડિસ્ટોનિયા, બેકપેઇન, ફૂટપેઇન જેવી સમસ્યાઓમાં પણ ટેમ્પરરી ઉકેલ માટે એ વપરાય છે.
વધુ પડતો પરસેવો :
હાઇપરહિડ્રોસિસ નામની વધુપડતો પરસેવો વાની સમસ્યા જ્યારે કોઈ જ ઍન્ટિપસ્પ્રિરન્ટી કાબૂમાં ન આવે ત્યારે બોટલિનમ ટોક્સિન કામ કરે છે. એનાી ટેમ્પરરી ધોરણે સ્વેદગ્રંથિઓ સંકોચાઈ જાય છે. દસમાંથી આઠ દરદીઓમાં એની અસરકારકતા જોવા મળી છે. બગલ, હા, પગનાં તળિયાં જેવી અસરગ્રસ્ત જગ્યાએ દસી બાર ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. એક વારની ટ્રીટમેન્ટની અસર લગભગ સાતેક મહિના સુધી રહે છે.
જોઇન્ટ પેઇન :
હાડકાં નબળાં પડવાને કારણે તો ઑસ્ટિયોઆ્રઇટિસ, ઑટો-ઇમ્યુન રૂમેટોઇડ આ્રઇટિસ કે સોરાયટિક આ્રઇટિસને કારણે ખભા, ઘૂંટણ અને સ્થાપાના જોઇન્ટ્સની પીડા થતી હોય એમાં આ ડ્રગ પણ પેઇનકિલરનું કામ આપે છે. બોટલિનમ ટોક્સિનની સાથે ટીટનસ હાઇબ્રિટ ટોક્સિનનું મિશ્રણ ઇન્જેક્શની આપવાી પીડાનાં સિગ્નલ મગજ સુધી પહોંચતાં અટકે છે. આ પ્રયોગ હજી અન્ડરટ્રાયલ છે.
યુરિનરી ઇનકોન્ટિનન્સ :
મૂત્રાશયની આજુબાજુના સ્નાયુઓની પકડ ઢીલી થઈ ગઈ હોવાથી ખાસ કરીને સ્ત્રીઓમાં વારંવાર મૂત્રત્યાગ કરવાની તકલીફ ઊભી થાય છે. ઘણી વાર અનિચ્છાએ યુરિનનાં ટીપાં નીકળી જાય છે ત્યારે એ જગ્યાએ ચારેય તરફ ઇન્જેક્શન આપીને મૂત્રપ્રવૃત્તિને કાબૂમાં લઈ શકાય છે. આ ઇન્જેક્શન મૂત્રાશયના સ્નાયુઓને લકવાગ્રસ્ત કર્યા વિના જ એની ઍક્ટિવિટી ઘટાડીને સ્ટોરજ કેપેસિટી વધારે છે. આ સારવાર માન્યતાપ્રાપ્ત છે. એક વારની ટ્રીટમેન્ટી એકી દોઢ વર્ષ સુધી અસર રહે છે.
માઇગ્રેન :
જે દરદીઓને મહિનામાં વીસ દિવસી વધુ સમય માટે માઇગ્રેનની સમસ્યા સતાવતી હોય તેમને કપાળના અમુક ચોક્કસ ભાગમાં બોટલિનમ ટોક્સિન્સનાં ઇન્જેક્શન્સ પીડાશમન માટે ખૂબ અસરકારક નીવડે છે. કેટલાક ન્યુરોલોજિસ્ટોએ માઇગ્રેનનો દુખાવો ધરાવતા દરદીઓને કમરમાં, કપાળમાં અવા ભ્રમર પર ઇન્જેક્શન્સ આપીને દુખાવાને કાબૂમાં લાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. એનાી પીડામાં ૭૦ ટકા ફાયદો અને દુખાવાની ફ્રીક્વન્સીમાં ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
દાંત કચકચાવવા :
બ્રુક્સિઝમ એટલે કે સ્ટ્રેસને કારણે ઊંઘમાં દાંત કચકચાવવાની આદતી જડબાંને લાંબા ગાળે કાયમી નુકસાન થાય છે. જ્યારે આ આદત અનક્ધટ્રોલેબલ હોય ત્યારે આ ન્યુરોટોક્સિનનું ઇન્જેક્શન આપવાથી જડબાંની સ્ટિફનેસ વધે છે અને દાંત કચકચતા બંધ થાય છે. સામાન્ય રીતે આ ડ્રગ ઇન્જેક્ટ કર્યાના થોડાક દિવસ પછી એની અસર થવી શરૂ થાય છે.
ઇન્જેક્શન કેવી રીતે અપાય?
પાઉડરના ફોર્મમાં રહેલી આ દવાને સલાઇનમાં મિક્સ કરીને ઇન્જેક્શન માટે વાપરવામાં આવે છે. કેટલાં ઇન્જેક્શનની જરૂર પડશે એ નક્કી કરવા કોસ્મેટિક કે મેડિકલ એક્સપર્ટની જરૂર પડે છે. એક ઇન્જેક્શન માટે દસી પંદર મિનિટ લાગે છે. એક બેઠકમાં કરચલીઓના પ્રમાણ અનુસાર પાંચી સાત ઇન્જેક્શન આપી શકાય છે. બે કલાકી લઈને ચોવીસ કલાકની અંદર દવાની અસર વાની શરૂઆત થાય છે. એક અઠવાડિયા પછી આ દવાની અસર મેક્સિમમ દેખાય છે. દર છી સાત મહિને એની અસર ઓસરવા લાગે છે અને ફરીી ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડે છે.
નુકસાન શું?
સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ ડ્રગની તમામ અસર ટેમ્પરરી છે. જો થોડીક પણ વધુ માત્રામાં અવા તો મોં વાટે લેવામાં આવે તો એ પ્રાણઘાતક પણ નીવડી શકે છે. વધુપડતી દવા ઇન્જેક્ટ થઈ જતાં સ્નાયુઓમાં જબરદસ્ત સ્ટિફનેસ આવી જાય એવું બને. અલબત્ત, આ સાઇડ-ઇફેક્ટ પણ ટેમ્પરરી હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com