અબતક, રાજકોટ

સંપૂર્ણપણે ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ કંપની કોર્સ5 ઇન્ટેલિજન્સ લિમિટેડએ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કોર્સ5 ઇન્ટેલિજન્સ ભારતમાં સંપૂર્ણ ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ કંપનીઓ પૈકીની એક છે, જેણે રૂ. 600 કરોડના ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત (ઓફર) રજૂ કરી છે.  આ દરેક ઇક્વિટી શેર (ઇક્વિટી શેર્સ)ની ફેસ વેલ્યુ  રૂ.. 5 છે. ઓફરમાં  રૂ. 300 કરોડના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને  રૂ. 300 કરોડના ઇક્વિટી શેરના વેચાણની ઓફર (ઓએફએસ) સામેલ છે. ઓએફએસમાં  રૂ. 32.5 કરોડના અશ્વિન રમેશ મિત્તલના ઇક્વિટી શેર,  રૂ. 40 કરોડના રિદ્ધિમિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ઇક્વિટી શેર, રૂ. 40 કરોડના રિદ્ધિમિક ટેકનોસર્વ એલએલપીના ઇક્વિટી શેર, રૂ. 112.5 કરોડના એએમ ફેમિલી પ્રાઇવેટ ટ્રસ્ટના ઇક્વિટી શેર (પ્રમોટર વિક્રેતા શેરધારકો) અને  રૂ.  75 કરોડના કુમાર કાંતિલાલ મહેતાના ઇક્વિટી શેર (અન્ય વિક્રેતા શેરધારક અને પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે સંયુક્તપણે વિક્રેતા શેરધારકો) સામેલ છે (ઓફરફોરસેલ). કંપની અશ્વિન રમેશ મિત્તલ, રિદ્ધિમિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, રિદ્ધિમિક ટેકનોસર્વ એલએલપી અને એએમ ફેમિલી પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા પ્રમોટેડ છે.કંપની આરઓસી સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કરતાં અગાઉ  રૂ. . 60 કરોડ સુધીના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટનો વિચાર કરી શકે છે. જો આ પ્રકારનું પ્લેસમેન્ટ થશે, તો ફ્રેશ ઇશ્યૂની સાઇઝ આ પ્રકારના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટની હદ સુધી ઘટશે.કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જે મુજબ: ઇનઓર્ગેનિક વૃદ્ધિની પહેલો (રૂ. 75 કરોડ), કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો ( રૂ.70 કરોડ), પ્રોડક્ટ અને આઇપી પહેલો ( રૂ.50 કરોડ), ભૌગોલિક કામગીરી વધારવા ( રૂ. 30 કરોડ) અને સાધારણ કોર્પોરેટ કામગીરી માટે ફંડનો ઉપયોગ સામેલ છે. આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ (ઇછકખત) એક્સિસ કેપિટલ અને જેએમ ફાઇનાન્શિયલ છે.કોર્સ5 ઇન્ટેલિજન્સે બેંગલોર અને ટોરોન્ટોમાં કોર્સ5 એઆઈ લેબ સ્થાપિત કરે છે, જે એઆઇ-સંચાલિત ઇનોવેશન તથા સંશોધન અને વિકાસ કેન્દ્રો છે. આ 30 સપ્ટેમ્બર, 2021 સુધી 29 પ્રતિબદ્ધ એઆઈ વૈજ્ઞાનિકોની ટીમ ધરાવે છે.વર્ષ 2020માં સંપૂર્ણ એનાલીટિક્સ સર્વિસનાં બજારનું કદ 34 અબજ ડોલર હતું, જે વર્ષ 2024 સુધીમાં 18.8 ટકાના સીએજીઆર પર વધીને 67.6 અબજ ડોલરને આંબી જશે એવી અપેક્ષા છે. એઆઇ-સંચાલિત એનાલીટિક્સ સર્વિસીસનું બજાર વર્ષ 2020માં 6.9 અબજ ડોલર હતું (સંપૂર્ણ પૂર્ણ કરી શકાય એવા એનાલીટિક્સ બજારનો 20 ટકા હિસ્સો) અને વર્ષ 2024 સુધીમાં 25.4 ટકાના સીએજીઆર પર વધીને 17.0 અબજ ડોલર (સંપૂર્ણ પૂર્ણ કરી શકાય એવા એનાલીટિક્સ બજારનો 25 ટકા હિસ્સો) થઈ જશે એવી અપેક્ષા છે.કોર્સ5 ઇન્ટેલિજન્સ ફોર્ચ્યુન ગ્લોબલ 500 2021 અને ફોર્બ્સ ધ ગ્લોબલ 2000 2021 કંપનીઓ ધરાવે છે, જેમ કે લિનોવો, કોલ્ગેટ-પામોલિવ કંપની, અમેરિકન રિજન્ટ ઇન્ક. (દાઇચી સાન્યો ગ્રૂપની કંપની) અને નેશનલ બેંક ઓફ ફુજૈરા પીજેએસસી. આ 30 નવેમ્બર, 2021 સુધી બજાર મૂડીકરણની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સાત કંપનીઓમાંથી ચારને સેવાઓ પ્રદાન કરતી હતી, વર્ષ 2020માં ચોખ્ખી આવકની દ્રષ્ટિએ ટોચની 10 ફાર્માસ્યુટિકવલ કંપનીઓમાંથી ચારને તથા વર્ષ 2020માં ચોખ્ખી આવકની દ્રષ્ટિએ સૌથી મોટી પાંચ સીપીજી કંપનીઓમાંથી બેને સેવા પ્રદાન કરતી હતી (સ્તોત્ર: ઝિન્નોવ રિપોર્ટ). આ અમેરિકા, યુરોપ અને દુનિયાના બાકી દેશોમાં ક્લાયન્ટને સેવા આપે છે. કોર્સ5 ઇન્ટેલિજન્સ 10 વર્ષથી વધારે સમયથી લિનોવો સાથે સંકળાયેલી છે અને એની સેવાઓ અદ્યતન અને આઇપી/એઆઈ સંચાલિત સોલ્યુશન સાથે બદલાઈ છે. કંપનીએ માઇક્રોસોફ્ટ પાર્ટનર નેટવર્ક ગોલ્ડ કોમ્પીટન્સી મેમ્બરશિપ લીધી છે અને આ મેમ્બરશિપ માઇક્રોસોફ્ટ ઉત્પાદનોમાં તથા ડેટા એનાલિટિક્સ ક્ષેત્રમાં ટેકનોલોજીઓમાં માન્યતા પ્રદાન કરે છે. ઉપરાંત કોર્સ5 ઇન્ટેલના એઆઈ બિલ્ડર્સ પ્રોગ્રામની સભ્ય છે.કોર્સ5 ઇન્ટેલિજન્સને એઆઈ અને એનાલીટિક્સમાં લીડર તરીકે ઉદ્યોગ દ્વારા સન્માનિત કરવામાં આવી છે, જેમાં ફોરેસ્ટેર અને ગાર્ટનર દ્વારા સન્માન સામેલ છે. કંપનીને વર્ષ 2021માં એમઇએ ફાઇનાન્સ દ્વારા બેસ્ટ ફાઇનાન્શિયલ ડેટા એનાલીસિસ પ્રોવાઇડર ઓફ ધ યર પણ મળ્યો છે અને એનાલીટિક્સ ઇન્ડિયા મેગેઝિન દ્વાર ટોપ ડેટા સાયન્સ પ્રોવાઇડર્સ ઇન ઇન્ડિયા 2021: પેનીટ્રેશન એન્ડ મેચ્યોરિટી  (પીઇએમએ) કવાડ્રન્ટ વચ્ચે સ્થાન મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.