સુરેન્દ્રનગરમાં દિલ્હીના પી.એન. ઉપાઘ્યાયની આગેવાનીમાં દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વ ભ્રષ્ઠાચાર વિરોધી મોરચા અંગે મીટીંગ મળી: દેશમાં ક્રાઇમને ડામવા અને એકજુથ થવા મનસુરી સરફરાજની હાંકલ
સુરેન્દ્રનગરની અંદર આવેલ ૮૦ ફુટ રોડ ખાતે આવેલન્યુ વંદના હોટલમાં તાજેતરમાં દિલ્હીના વડા પી.એન.ઉપાઘ્યાય દિલ્હીથી આવ્યા હતા સાથે ગુજરાત રાજયના તમામ અધિકારી મન્સુરી સરફરાજ (એડવોકેટ ઓઇ ગુજરાત ચેરમેન) તથા નયનભાઇ પંચોલી (ગુજરાત સ્ટેટ એડવાઇઝર) તથા મયુરભાઇ શાહ (નેશનલ એડવાઇઝર) વિગેરે અધિકારીઓ દિલ્હી અને ગુજરાત રાજયથી પધારેલ હતા.
દિલ્હી ક્રામઇ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના તમામ સુરેન્દનગર જીલ્લાના અધિકારી તથા મેમ્બરોએ ખાસ હાજરી આપી હતી. જેમાં પી.એન. ઉ૫ાઘ્યાયે જણાવેલ કે હાલના તબકકે આપણે દેશની અંદરથી ક્રાઇમ રેટ ખતમ કરવાનો છે ક્રાઇમનો ગુજરાતમાં કયાંય પણ બનાવ બનવો ન જોઇએ. તેની તકેદારી ઉપર ભાર મુકયો હતો.
વધારામાં જણાવેલ કે આમ આદમી પૈસા માટે થઇ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે જે દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તમને ન આપવાની રકમો આપી દેશે તેની ખાત્રી આપી હતી. તમારા ખાતામાં જ પૈસા જમા થશે તમે લોગ ઇન કરો ખુબ જાણી શકશો કે દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચા આપી રહી છે. તો ભ્રષ્ટાચાર કરવાની વાત જ કયાં રહી. મનસુરી સરફરાજે જણાવેલ કે દેશમાં ક્રાઇમ હવે પછી ઉઠવો ન જોઇએ અને એક જુથ થવા માટે હાંકલ કરી હતી અને વધારે અને વધારે સંખ્યાબળ ખુબ જ આગળ વધારવા ભાર મુકયો હતો.
આ તકે સુરેન્દ્રનગર જીલ્લાના અધિકારીઓમાં સુરેશ મહારાજ કે એરીયા એડવાઇઝર ઓફીસર તેમજ ડી.આર. સહાયતા સપોર્ટર અધિકારી તેમજ કલ્પેશભાઇ ડી.પરમાર મેમ્બર તેમજ એસ.ટી. કપાસી મેમ્બર તેમજ હર્ષદભાઇ બી.ચાવડા મેમ્બર તથા દિલીપભાઇ બાખલીયા સપોર્ટર અધિકારી તથા રાઠોડ મગનભાઇ વનાણી રોહીતભાઇ, નિરવ રાવલ, ચમનભાઇ સંભાણી, દિલીપ રાઠોડ, જયંતિભાઇ રાઠોડ, દિપકભાઇ પટેલ, જગદીશભાઇ રજવાડીયા ઉ૫સ્થિત રહ્યા હતા.
આ કાર્ડની કેટલી ઇમેજ છે તેની જાત માહીતી તમામ અધિકારીઓને આપવામાં આવેલી હતી અને આ કાર્ડનો કોઇ ગેરઉપયોગ ન કરે તેની ખાસ તકેદારી લેવા ભાર મુકયો હતો. ક્રાઇમ મુકત ભારત બને એવા સોગંદ લેવડાવી દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાઓ પોતાની સભા પૂર્ણ કરેલ હતી.કાર્યક્રમ માટે યુવરાજસિંહ મોરી નરેન્દ્રસિંહએ જહેમત ઉઠાવી હતી.