અબતક, રાજકોટ
વન રોડ વન વીક ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ અને મહિલા કોલેજ અંડરબ્રિજ પર ઈંડાની રેંકડી તથા અન્ય ખાદ્યચીજોની રેંકડીઓ પર ધોંસ બોલાવવામાં આવી હતી. અલગ અલગ 39 સ્થળે ચેકિંગ હાથ ધરી 7 વેપારીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારી 17 કિલો વાસી બ્રેડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. માધાપર ચોકડી પાસેના એસ.ટી. બસ સ્ટેશન પાછળ ભગવતી ટી-સ્ટોલમાંથી લુઝ પ્રિપેડ ચા અને રિલાયન્સ મોલમાંથી સાગર પ્યોર ઘીના નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારાઈ, 17 કિલો વાસી બ્રેડના જથ્થાનો નાશ: એસટી પાછળ ભગવતી ટી-સ્ટોલમાંથી ચા, રિલાયન્સ મોલમાંથી સાગર પ્યોર ઘીનો નમુનો લેવાયો
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા મહિલા કોલેજ અંડરબ્રિજ પર સુલતાન ઈબ્રાહીમ ઈંડાવાળાને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. કાલાવડ રોડ પર કટારીયાના શો-રૂમની સામે એ-1 એગ્ઝ ઝોન અને 150 ફૂટ રીંગ રોડ પર તકદીર આમલેટમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને શાહીન ઈંડાકરીને લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.
બુખારી આમલેટમાંથી 6 કિલો વાસી બ્રેટના જથ્થાનો નાશ કરાયો હતો. માધાપર ચોકડીએ કિસ્મત આમલેટ સેન્ટરમાંથી વાસી બ્રેડ, સીનજી હોસ્પીટલ સામે શાહીન આમલેટમાંથી 4 કિલો વાસી બ્રેડ, એ-1 આમલેટમાંથી 2 કિલો વાસી બ્રેડ, અલીફ આમલેટમાંથી 3 કિલો વાસી બ્રેડના જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે રૈયારોડ પર અંડરબ્રિજ પાસે રોનક પાન એન્ડ ટીને લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી આ ઉપરાંત રોશની પાન, મોમાઈ ટી-સ્ટોલ, રૈયા રોડ પર શ્રીનાથજી ટ્રેડર્સ, હનુમાન મઢી ચોકમાં જલારામ પાર્લરને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત માધાપર ચોકડી પાસે એસટી બસ સ્ટેન્ડ પાસેથી ભગવતી ટી-સ્ટોલમાંથી ચા અને 150 ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ માર્કેટમાંથી સાગર પ્યોર ઘીનો નમુના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.