આત્મીય કોલેજ ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂ ૧૧૬.૬૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યુ
આત્મીય કોલેજ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે રૂ ૧૧૬.૬૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ તેઓએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ન હતી ત્યારે સરકારી તિજોરી પર ભ્રષ્ટાચારનો પંજો પડતો હતો.
આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અંતગર્ત રૂ ૨૪૪ લાખના ખર્ચે ૪૯ હાઇડ્રોલીક મીની ટીપર વાહન તેમજ ૪૨૧ લાખના ખર્ચે છ ટ્રક માઉન્ટેક મીકેનીકલ પાવર વકયુમન રોડ સ્વીપીંગ મશીનુંં લોકાપર્ણ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આ વડો તેઓએ કહ્યું હતું કે, ૨૬મી જાન્યુઆરીની ઉજવણી નીમીતે સમગ્ર રાજકોટ જીલ્લામાં વિકાસ કામો હાથ ધરાયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર જીલ્લામાં રાષ્ટ્ર તહેવારની ઉજવણીનો સીલસીલો શરુ કર્યો હતો. આ મારો પર્વ છે મારું કાર્ય છે એવી લાગણી લોકોમાં જન્મે અને રાષ્ટ્રપર્વમાં સામેલ થાય ઉમદા હેતું સેવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક હજાર કરોડથી વધુ રકમના પ્રજાસત્તા પર્વની નીમીતે વિકાસ કામો હાથ ધરાર્યા છે. ગત વર્ષે બજેટમાં ૨.૦૪ કરોડ વિવિધ યોજના માટે ગ્રાન્ટ ફાળવેલ હતી. લોકોના કરવેરા પેટે જ રકમ મળે છે તેનો સરકાર સદઉપયોગ કરે છે. રાજય સરકાર ગાંધીજીના સિઘ્ધાંત ટ્રસ્ટીશીપ મુજબ પોતાનું કર્તવ્ય બજાવી રહ્યું છે.
વધુમાં તેઓને ઉમર્યુ છે કે રાજય સરકારે અનેક વિવિધ પ્રોજેકટો હાથ ધર્યા છે. રાજયને હોસ્પિટલો, ઇન્ટનેશનલ એરપોર્ટ, ડીશસેલીનેશન પ્લાન્ટ સહીતની ભેટો આપી છે. વધુમાં તેઓ કોંગ્રેસને આડે હાથે લેેતા કહ્યું કે જયારે ભાજપ સરકાર ન હતી ત્યારે સરકારી તિજોરી ઉપર ભ્રષ્ટાચારનો પંજાો પડતો હતો ૭૦ વર્ષ સુધી ૩૭૦ નાબુદ ન શકનાર તેમજ વિદેશોમાં પીડા અનુભવતા મુળ ભારતીયો નાગરીકતા ન આપી શકનાર અમને સલાહ સુચન આપવા નીકળાછે. સાસન એવા લોકોને જ મળવું જોઇએ કે દેશની સુરક્ષા, પ્રગતિ, વિકાસ, રાષ્ટ્રભકિતને જાળવી શકે.