અમરેલીના વડિયા તાલુકાના ભાયાવદર ગામે ગ્રામપંચાયત ના કામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર થયાની થઈ ટી.ડી.ઓ,ડી.ડિ.ઓ.મા ફરિયાદ છતાં તંત્ર ઊંઘમાં કોઈ જાતના કોઈ પગલાં લેવાયા નથી અને સતત નબળી ગુણવત્તા વાળુંકામ થઈ રહ્યાનો આક્ષેપ પંચાયતના સભ્યો દ્વારા થઈ રહ્યો છે વડિયા તાલુકાના ભાયાવદર ગામે ૧૪ મા નાણાંપંચ માંથી ગ્રામપંચાયત દ્વારા થઈ રહેલા બ્લોક રોડના કામમા ભ્રષ્ટાચાર થઈ રહેલનો આક્ષેપ પંચાયતનાજ સભ્યો દ્વારા ફરિયાદ ઉઠી છે લેખિત મા ટી.ડી.ઓ.તેમજ ડી.ડી.ઓ.અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સુધી રજૂઆતો થઈ છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં અને કોઈ ધોરણ સરની કાર્યવાહી નહી કામ સતત શરૂ હાલમા સીસી રોડ અને બ્લોક રોડની કામગીરી શરૂછે ત્યારે બ્લોક પણ ટુટેલે જોવામળેછે અને રેતી બિલકુલ ઘુળ જેવિજ વાપરેછે તેમજ સિમેન્ટ સાવ ઓછી નાખવાની ફરીયાદ પણ ઉઠીછે.
ભાયાવદર ગામે વિકાસના કામો થઈ રહયા છે પ્રજાને સુવિધા અમુક સમય બાદ દુવિધા રૂપી ભોગવવી પડે છે હાલ ભાયાવદર ગામમાં ભૂગર્ભ ગટર બની ચુકી છે શોભાના ગાઠીયા સમાન અને લોકોના આંગણા પાસે કાચી ગટરો માંથી દુર્ગંધ વાળું પાણી નીકળે છે અને બીમારીનો સામનો કરવો પડે છે અને સ્નાનઘાટ બનયો છે તેમાં નથી પાણી ની વ્યવસ્થા કે નથી નળ, ડકી એ વરસો થી બંધ પડી હોઈ તેવા દ્રષ્યો જોવા મળે છે તેમજ સ્નાનઘાટ માત્ર ગંદકીના ગંજ થી લથપથ છે હાલ ગામમાં ગટરોની વ્યવસ્થા નથી કે નથી આર.સી.સી રોડ લોકો કાચી સડકો નો સામનો કરે છે અને સરકાર મોટામોટા સ્વચ્છતા અભિયાનના બણગાં ફૂંકે છે ને ભાયાવદર ગામે ગ્રામપંચાયત પાસેજ ગંદકીના ગંજ જામેલ છે આંગણવાડી મા સોચાલયની સુવિધા નથી ગામતળ માં મકાન પાસેના કૂવામા પાણી ની જગ્યાએ ગામની ગંદકી જોવા મળે છે બે વર્ષ પહેલા બનેલા સી.સી.રોડ નું નામનિશાન જોવા મળતું નથી આ પંચાયતી રાજ લોકોને સુવિધાની જગ્યાએ દુવિધાઓ આપી રહયાની ફરિયાદ ઉઠી છે પંચાયતના સભ્યોજ દ્વારા…..