સરકારી શસ્ત્રાગાર ફેકટરીમાં બનતા નબળા દારૂગોળાથી અકસ્માતો સર્જાતા હોવાનો સેનાનો સંરક્ષણ મંત્રાલયને ચોંકાવનારો અહેવાલ
૨૧મી સદીના વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટુ અને સશકત ગણાતું ભારતનું સૈન્ય યુધ્ધ ભૂમીમાં ત્રણેય મોરચે ગમે તેવા પડકારોને પહોચી વળવા સક્ષમ ગણાય છે. અણુબોમ્બ અને પાંચથી લઈને પચ્ચીસ હજારકીમી સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલો અને હવે તો અંતરીક્ષમાં પણ કોઈ પણ દુશ્મન દેશનો ઉપગ્રહ ભારત માટે જોખમી બને તો તેને તોડી પાડવાની તાકાત ભારતે સિધ્ધ કરી લીધી છે. ત્યારે હજુ પણ કેટલીક નબળી કડીઓથી સેના પીડાતું હોવાની ચોંકવનારી વિગતનો ઘટસ્ફોટ થયો છે.
ભારતીય સેના આજકાલ નબળી ગુણવતા વાળા દારૂગોળાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સરકારી શસ્ત્રાગાર ફેકટરી બોર્ડ દ્વારા પધરાવવામાં આવતા નબળી અને ક્ષતિવાળા દારૂગોળાના કારણે અકસ્માતોનું જોખમ અને સાધન સામગ્રીમાં વ્યાપક નુકશાન થતુ હોવાની ચેતવણી આપતી ફરિયાદ સંરક્ષણ મંત્રાલયને કરી છે.
સેનાના પ્રવકતા એ જણાવ્યું હતુ કે ભારતીય સેના દ્વારા સંરક્ષણ ઉત્પાદન સચિવ અજયકુમાર સાથે આ ગંભીર બાબતે ચર્ચા થઈ હતી. ગુણવત્તાની જાળવણીની કામગીરી બજાવતા ઓ.એફ.બી.ને સરકારી શસ્ત્રાગારમાં તૈયાર કરવામાં આવતી વસ્તુઓની ગુણવતા જાળવવાક જણાવાયું છે.સરકારી શસ્ત્રાગારની ૪૧ કંપનીઓમાં વર્ષનું ૧૯ હજાર કરોડનું ટર્નઓવર થાય છે. આ ફેકટરીઓ ૧૨ લાખ શસ્ત્રદળ માટે હથીયાર અને દારૂગોળો પૂરો પાડે છે.
શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદનમં ગુણવતમાં નાની એવી બાંધછોડ પણ ભારત જેવા વિરાટ દેશની સંરક્ષણ શકિતમાં મોટા ઘટાડાનું કારણ બની શકે છે.શસ્ત્ર અને દારૂગોળાની નબળી ગુણવતા અંગે સેનાએ લાલબતી ધરીને સેના અને સંરક્ષણ મંત્રાલયના શસ્ત્ર વિભાગ વચ્ચે તાકીદ સંકલન વધુ સુદ્દઢ બનાવીને શસ્ત્રની ગુણવતા સુધારવા અંગેના સુચનો સાથેની યાદીમાં હથીયારો અને દારૂગોળાની ગુણવત્તાની સમસ્યાનો વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે.
સેનાના સુત્રોએ જણાવ્યું હતુ કે પંદર પાનાના એક વિસ્તૃત અહેવાલમાં સંપૂર્ણ ચિત્ર બતાવીને અકસ્માતોની ઘટનાઓમાં ભારતીય બનાવટોનું ૧૦૫ એમએમની બંદૂકો, ૧૦૫ એમએમના હળવા પ્રકારની યુધ્ધભૂમીની બંદૂકો ૧૩૦ એમએની એમએ.૧ મધ્યમ કક્ષાની બંદૂકો, ૪૦ એમએમન એલ.૭૦ એરડિફેનશ બંદૂકો અને અર્જુન યુધ્ધ ટેન્કોમાં વાપરવામાં આવતી એલ.૭૦ તોપ અને ટી. ૯૦ તોપોની ગુણવત્તાની ફરિયાદો કરવામાં આવી છે. નબળા દારૂગોળાથી ૧૫૫ એમએમ બોફોસ તોપોને મોટુ નુકશાન થતુ હોવાની વિગતો પણ આપવામાં આવી છે.
આ અહેવાલમાં એવી ફરિયાદો કરવામાં આવી છે કે નબળા દારૂગોળાના કારણે સેનાએ સરહદ ઉપર લાંબા ગાળાના નિશાન પર પ્રહારો કરવાનું જ છોડી દીધું છે. નબળા દારૂગોળા અને હથીયારોની આ સમસ્યાના નિવારણની માંગ કરવામાં આવી છે.