કૌભાંડમાં ભાજપના નેતાની ભૂંડી ભૂમિકાઅને ભાગીદારી છે ? મહેશ રાજપુતનો સવાલ
ભ્રષ્ટાચારથી ખદબદતી રાજકોટમાં મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં રાજકોટ શહેરમાં કિશાનપરા ચોક થી ડોમિનોઝ પીઝા સુધી અને આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી 108 જેટલા જાહેરાત પ્રદર્શિત કરતા કિયોસ્ક બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાએ પીપીપીના ધોરણે ફક્ત રૂ.5 લાખમાં આપી દીધેલ હતા હવે જયારે મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે ભાજપના શાસકો દ્વારા જૂની શરતે કોન્ટ્રાકટ આપવા ગતિવિધિઓ ચક્રમાન કરી છે
ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને રૂ.3.50 કરોડ જેવી નુકશાની ભોગવવી પડે તેવી અરજીઓ થઇ છે અને મીડિયામાં પ્રકાશિત થયું છે ત્યારે આ કિયોસ્ક બોર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પારદર્શક કામગીરી કરવી જોઈએ અને સ્પર્ધાત્મક ભાવો આવે તેથી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં આવક થાય અને કોઈ ભાજપના મળતિયાઓને જાકારો આપવામાં આવે તેમજ આ ભ્રષ્ટાચારમાં ભાજપના કયા મહામંત્રીની ભૂમિકા છે અને ભાગીદારી છે ? તેવો મહેશ રાજપુતે સવાલ કર્યો છે
તેઓએ મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ સવાલ કર્યો છે કે ગુજરાતમાં ક્યાય ભ્રષ્ટાચાર ચલાવી નહી લઈએ ત્યારે આ પ્રકરણમાં તમે શું આમાં પીપીપીમાં કામ સોંપી ભ્રષ્ટાચાર થવા દેશો કે નવા ટેન્ડર બહાર પડશો ? તેનો ખુલાસો કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતે માંગ કરી છે.