- ભ્રષ્ટાચારથી વ્યકિત, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધ:પતન થતું જાય છે: આ દુષણ આજે શિષ્ટાચાર ગણાવા લાગ્યો છે: જે કાર્યો કરવાથી વ્યકિત સમાજ અને રાષ્ટ્રને નુકશાન થાય તે સિસ્ટમને ભ્રષ્ટાચાર કહેવાય છે
- નાના મોટા કાયદેસરનાં કે બિન કાયદેસરનાં કામો કરવા માટે લોકો તેની જાળમાં ફસાઈ જાય છે: ભૌતિકવાદની આંધળી
- દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે: યુવાધને ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવીને ભોરિંગને નાથવો જરૂરી
વિશ્ર્વભરનાં દેશોમાં ત્યાંના વાતાવરણ પ્રમાણે નાની-મોટી સમસ્યા જોવા મળે છે,ત્યારે ભ્રષ્ટાચારનું દૂષણ લગભગ બધે જોવા મળી રહ્યું છે. એક વાત નકકી છે, કે માનવીને પ્રથમ ભ્રષ્ટવિચાર આવે છે, જેનું તે આચરણ કે અમલ કરતા ભ્રષ્ટાચારનો જન્મ થાય છે. વિકસિત કે અવિકસીત દેશો હોય આ સમસ્યાએ ઘણા દેશોને નબળાપાડી દીધા છે.તે એક સામાજીક દૂષણ હોવાથી તેના અંકુશ માટે દરેકની સહિયારી જવાબદારી છે. આજે બધાના મનમાં એક પ્રશ્ર્ન થાય કે તેને જળમૂળમાંથી કોણ દૂર કરશે જૂના જમાનામાં ભ્રષ્ટાચાર નાનો મોટો હતો. પણ છેલ્લા ચાર પાંચ દશકાથી તો માઝા મૂકી છે. તેને કારણે રાષ્ટ્રનું નૈતિક અધ:પતન થતું જાય છે. આ સમસ્યા પાછળ માનવીનાં કર્મ-નિષ્ઠા-નૈતિક મૂલ્યોની લુપ્તતા જોવા મળે છે.
આજથી પાંચ-છ દશકા પહેલા લગભગ બધા શેરીમાં આવતાં કાર્યકરો જેવા કે પોસ્ટમેન ચોકીદારો જેવા દિવાળીએ બોણી માંગતા હતા, પણ એ જમાનામાં માનવીને નડતું નહી એ જમાનામાં સરકારના ઘણા વિભાગોમાં ભ્રષ્ટાચાર થતો હશે પણ સામાન્ય જનતાને કયાંય નડતો નહી પણ પ્રગતિના પગલે ધીમેધીમે ભ્રષ્ટાચારના ભોરીંગનો ભરડો વધતો ગયો અને પ્રારંભથી જ સરકારી વિભાગોમાં કામના આધારે નિવેદ ધરવાનું શરૂ થયેલ હતુ. આપનાર કે લેનાર બંને ગુનેગાર છે, પણ ઘણીવાર વારંવાર ધકકા ન ખાવા પડે એટલા માટે પણ ચા-પાણી રકમ ઓફર કરીને લોકો કામ કરાવતા થઈ ગયા હતા.
આ સમસ્યાની પાછળ લોકોનું સ્વાર્થપણુ અને વ્યકિતગત લાભ ને કારણે માનવી આ તરફ પગલુ ભરે છે. ભ્રષ્ટાચારથી વ્યકિત સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અર્ધ: પતન થતું જાય છે. આ દૂષણ આજે શિષ્યાચાર બનતો જાય છે. જે કાર્યો કરવાથી વ્યકિત-સમાજ અને રાષ્ટ્રને નુકશાન થાય તે સિસ્ટમને ભ્રષ્ટાચાર કહેવાય છે. નાના-મોટા, કાયદેસર કે બિન કાયદેસર કામો કરવા માટે લોકો તેની જાળમાં ફસાઈ જાય છે. એક વાત એ પણ છે , કે ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે. આ ભોરિંગને નાથવા હવે દેશનો યુવાધન આગેવાની લે તે જરૂરી છે. સૌના સહિયારા પ્રયાસો થકી જ આપણે તેને નાથી શકીશું મેળવેલ પૈસા કે ભેટ ને પણ લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચારના માધ્યમથી દર વર્ષે અબજો રૂપીયાની ચોરી થાય છે. ભારતે વિવિધ આઈપીસી અને જીએસટી જેવા ઘણા સુધારા કરીને દેશના અર્થતંત્રમાં સુધારા કર્યા છે. તેને ઘટાડવા માટે સમાજમાં પ્રમાણીકતા અને ન્યાયને પ્રોત્સાહન આપવું જ પડશે. આપણા દેશમાં જેટલી ટેકસ ચોરી થાય છે, તે વૈશ્ર્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટના 5 ટકા કરતા વધુ છે. દેશમાં આંતરીક કે બાહ્ય તપાસ એજન્સીઓની રચના ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જેવા પગલા ભરીને સઘન પ્રયાસો કરાયા હોવા છ્તાં આજે મોટાભાગની જગ્યાએ લેવડ દેવડ વગર કામ થતુ નથી આ એક એવી સમસ્યા છે, જે હવે રાષ્ટ્રનીનસ નસમાં વહેતી હોવાથી યુધ્ધના ધોરણે પગલા ભરવા જરૂરી બન્યા છે. કર્મચારીઓના પગાર કરતા પણ ઘણી મોટી મિલ્કતો રોકડ કે જર જવેરાત તેના સાક્ષી છે.
આ સામાજીક દુષણથી દેશનું પતન થાય અને સમાજ અંધકારની ગર્તામાં ધકેલાય છે. ભ્રષ્ટાચાર નો ભરડો વિકાસ થંભાવી દે અને રાષ્ટ્રને ખોખલો બનાવી દે છે. આ સમસ્યાનાં ઉકેલમાં પ્રત્યેક નાગરીક જાગૃત બને અને રાષ્ટ્ર નિર્માણમાં આગળ આવે તે જરૂરી છે. ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર એલે નાગરીક પરનો અત્યારચાર, તેને ડામવા હવે સમાજે ઘોર નિંદ્રામાંથી જાગવું જરૂરી છે. દરેક નાગરીક સાબદો થઈ સ્વાભિમાની તલવાર વીંઝશે ત્યારે જ ભ્રષ્ટાચાર ઉભી પૂછડીએ ભાગશે. દેશના નાગરીક તરીકે આપણી ફરજો અદા કરવી જ પડશે. આજના યુગમાં માનવીય ગુણોમાં ભ્રષ્ટ પણું રાષ્ટ્ર માટે લાંછન અને કેન્સર સમો રોગ છે. દર વર્ષે 9મી ડિસેમ્બરે વિશ્ર્વમાં વિશ્ર્વ ભ્રષ્ટાચાર દિવસ ઉજવાય છે. તેની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો ભ્રષ્ટ આચાર જે વસ્તુ કે દરરજો, પદ આપણાં હકની અધિકારની હોય છતં તે વાપરવા કે મેળવવા આપણે કશુંજ ચુકવણુ કરવું પડે તેને ભ્રષ્ટાચાર કહેવાય.
ભ્રષ્ટાચારની અસરોમાં માનવ અધિકારોનો ભંગ થાય, યુવાનોમાં મૂલ્યોનાં વિકાસ ઓછા થાય, રાષ્ટ્રવાદની ભાવના પર અસર પડે, રાષ્ટ્રનો વિકાસ મંદ પડી જાય, નૈતિકતાનો હાસ થાય, સંગ્રહાખોરીને આશરો મળે, મોંઘવારીને પોષણ મળે, કાળાધનને સમાજ માટે લાવી શકાતુ નથી. કાળા બજારને કાબુમાં લાવી શકાતુ નથી, સગાવાદ પોષાય છે, કાયદાકાનૂન પ્રત્યે વિશ્ર્વાસ ઘટે, માનવીય વિશ્ર્વાસ અને શ્રધ્ધા ઘટે છે. આપણી પાસે જાદૂઈ લાકડી નથી કે ભ્રષ્ટાચારને આપણે એકાએક દૂર કરી શકીએ. આ સડો વર્ષોથી આપણા દેશની વહિવટી વ્યવસ્થામાં ગાઢ તરીકે સંકળાયેલો છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને નૈતિકતા મૂલ્ય સાથે નાગરિકની હકક, ફરજો વિશે જાણકારી આપીને જાગૃત કરવા જરૂરી છે. શિક્ષણમાં જીવન મૂલ્ય શિક્ષણ સાથે પ્રેરણાત્મક પ્રસંગોને આવરી લઈને શ્રેષ્ઠ નાગરીકોનું ઘડતર કરવું જરૂરી છે. આમ કરવાથી ભાવી પેઢી સારા-નરસા સાથે રાષ્ટ્ર વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આપણા દેશમાં એક પણ ક્ષેત્ર એવું નથી કે જયાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજય જમાવ્યું નહોય. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓ સુધી બધા આવી ગયા હોય તેવું દેખાય છે. જો લાંચ ન આપવામાં મકકમ રહેતો તેમનું કામ કરવાનું મુશ્કેલ થઈ પડે છે. શિક્ષણ જેવો પવિત્ર વ્યવસાય પણ આજે તેનાથી ખરડાયેલો જોવા મળે છે. ઓછી મહેનતે વધુ પૈસા કમાવવા દરેક આજે ભ્રષ્ટાચારનો આશરો લે છે. નબળી ગુણવતાવાળો માલ, ચીજવસ્તુના વધુ પૈસા, નકલી દવા, નકલી ચીજ વસ્તુ બજારમાં મૂકીને ભ્રષ્ટાચારીઓ માનવીના કિંમતી જીવન સાથે ચેડા કરે છે. તેમનો સ્વાર્થ વધતો જતો જોવા મળે છે. ભૌતિક સમૃધ્ધી મેળવીને સમાજમાં વધી રહ્યો છે, ત્યારે આ સમસ્યા તેમા બાધા બની રહી છે. ભ્રષ્ટાચારના અનેક કારણો પૈકિનું એક કારણ શિક્ષણ અને માહિતીનો અભાવ જોવા મળે છે.
ભ્રષ્ટાચાર ઓછા જોખમ અને ભારે નફાની પ્રવૃત્તિ છે
ભ્રષ્ટાચારના લોભ,લાલચ, લાંચ, ઉચાપત, ભેટ, સોગાદો, સ્થાન કે હોદા-સત્તાનો દૂરૂપયોગ જેવા વિવિધ સ્વરૂપો છે. જટીલ કાયદાઓ, ગૂંચવણ ભર્યું કર માળખું, ધાર્મિક સંકુચતતા, જાહેર નોકરીમાં નિષ્ઠાનો અભાવ જેવી બાબતો ભ્રષ્ટાચારને વ્યાપક બનાવે છે. ભ્રષ્ટાચાર ઓછા જોખમ અને ભારે નફાની પ્રવૃત્તિ છે. પ્રાચિન અને મધ્યકાલીન યુગમાં રાજાઓ કે અન્ય શાસકોએ તેમની સતાનો દુરૂપયોગ કર્યાના અનેક પ્રમાણો જોવા મળે છે. ભ્રષ્ટાચાર અસહ્ય બનતા પ્રજાએ ક્રાંતિનો માર્ગ પકડયો હોય તેવા પણ ઘણા દાખલાઓ જોવા મળે છે.