હાઇવે ઓથોરીટીના પ્રોજેકટોની માહિતી આગાઉ થી જ બિલ્ડરોને પહોંચી જતી હોવાની ફરીયાદોને પગલે તપાસ.
“ઘર ફૂટે ઘર જાયની કહેવત દરેક ક્ષેત્રમાં લાગુ પડતી જ હોય છે. ભ્રષ્ટાચાર ગમે ત્યાં ગમે તે રુપમાં લુણો લગાડીને છુપાયેલો હોઇ શકે દેશના રસ્તા નિર્માણ માટે મહત્વની કામગીરી બજાવતી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીમાં પ્રજમ વખત આઇટીની તપાસનો ધમધમાટે ખળભળાટ મચાવતી દીધો છે.
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીમાં કેટલાક પ્રોજેકટો અંગે નિર્ણય લેવાય તે પહેલા જ તેની માહીતી બિલ્ડરો સુધી પહોંચી જવાતી હોવાની ફરીયાદોના પગલે આઇ.ટી. સેલે નવી દિલ્હીની વડી કચેરીએ ઘોષ બોલાવી કંપનીના કોમ્યુપટરો જપ્ત કરી તપાસ શરુ કરી છે.હાઇવે ઓથોરીટીની વડી કચેરીએ આઇટી સેલે બુધવારે દરોડો પાડી કચેરીના અડધો ડઝન જેવા મુખ્ય કોમ્પ્યુટરો જપ્ત કરીને કોમ્પ્યુટરની તપાસની કામગીરી હાથ ધરતાં કંપનીના સ્ટાફ અને પ્રોજેકટો સાથે જોડાયેલા બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.
ઘણાં લાંબા સમયથી નેશનલ હાઇવે ઓથોરીટીની કચેરીમાંથી કેટલીક માહીતીઓ લીંક થતી હોવાની ફરીયાદો ઊઠી હતી. આ અંગે વહીવટી અધિકારી આર.કે. ચર્તુવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કચેરીની કેટલીક માહીતીઓ અને પ્રોજેકટો નિર્ણય લેવાયા પહેલાં જ ત્રણ-ચાર મહિના અગાઉ જાહેર થઇ જવાની સમસ્યાની ફરીયાદો મળતાં આ અંગે ગંભીર નોંધ લઇ તપાસનો નિર્ણય લીધો હતો.
દેશના સડક નિર્માણમાં મહત્વની ભૂમિકા અને અબજો રૂપિયાના પ્રોજેકટો ની કામગીરી કરતી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીના કેટલાક હિત ધરાવતા તત્વો, બિલ્ડરો, અનૈતિક ધોરણે વિચારધીન પ્રોજેકટોની નિર્ણાયક તબકકે પહોચતા પહેલાં જ માહીતી મેળવી લેતા હતા. કોન્ટ્રાકટરો કામ મેળવવા માટે ભાવ અને મહત્વની માહીતી માટે કેટલીક ગોઠવણ કરતા હોવાની શંકા ઉભી થઇ હતી.
હાઇવે ઓથોરીટી વર્ષે ૧ લાખ કરોડ રૂપિયાના કામો કરાવે છે. ત્યારે કેટલાક ફુટેલા સ્ટાફ મેમ્બર પ્રોજેકટ પૂર્વેની માહીતી લાગતા વળગતા લોકોને આપી દેતા હોવાનું શંકામાં આવ્યું હતું. આઇટી વિભાગે આ શંકાનું સમાધાન કરવા કોમ્પ્યુટરોની તપાસ શરુ કરી છે.
કચેરીના કેટલાક ફુટેલા કર્મચારીઓ બિલ્ડરોને માહીતી આપતા હોવાની શંકાના પગલે આ કાર્યવાહી શરુ થઇ હોવાનું જાણવા મળ્યું છે.તપાસ અંગેના પ્રતિભાવમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે કચેરીમાં ગેરરીતીને કોઇ અવકાશ જ નથી. પરંતુ વર્ષે એકલાખ કરોડ રૂપિયાના કામો જ કચેરીમાં થતા હોય ત્યાં કોઇ ગેરરીતી ન થાય તે માટે જાગૃત રહેવું જરુરી છે.હાઇવે ઓથોરીટીના તમામ કોમ્પ્યુટરો ચેક કરવાની કામગીરી શરુ થતાં જ ઓથોરીટી સાથે સંકળાયેલા બિલ્ડરો અને કર્મચારીઓમાં ફફળાટ ફેલાયો છે.
કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરી જેના બોસ છે તે હાઇવે ઓથોરીટીની આ તપાસ: અનેક રીતે સૂચક?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં નેકસ્ટ ટુ પી.એમ. વિશાળ અધિકારો ભોગવતા મંત્રી તરીકે નીતીન ગડકરી ટોપ લેવલે બિરાજમાન છે ત્યારે આ તપાસ ખાતાકીય છે કે પછી કોઇ અન્ય દિશામાં થઇ રહી છે તેની ચર્ચા થઇ રહી છે.નીતીન ગડકરી સ્પષ્ટ વકતા અને દેશના આંતર માળખાકીય વિકાનસ થોકબંધ જવાબદારીઓ સંભાળે છે.
ત્યારે તેમના જ ખાતાની મહત્વની કચેરીની માહીતી અને કરોડો રૂપિયાના પ્રોજેકટો હાથ ઉપર લેવાય તે પહેલા જ લીંક થવાની આશંકામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે સંબંધીત કે પછી નીતીન ગડકરીના બેખોફ નિવેદનો અને આશ્ર્ચર્યનજક વિધાનોને લગામ મુકવા નેશનલ હાઇવે ઓથોરીટીની કચેરીમાં તપાસ શરુ કરવામાં આવી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીના મુખ્ય કોમ્પ્યુટરોની આઇટી સેલની આ તપાસ અનેક રીતે સુચક માનવામાં આવે છે આ ખાતુ સરકારના સૌથી તાકાતવર નેતા નીતીન ગડકરીના માર્ગદર્શન હેઠળ ચાલે છે.