જામનગરમાં વિસ્તાર વધારો અને વસ્તી વધારાને કારણે ત્રીજા સ્મશાનની માંગ વિરોધ પક્ષના કોર્પો. દેવશી આહિરે કરી છે ત્રીજા સ્મશાનના મુદ્દેતેમણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા ત્યાર બાદ છેલા સાત દિવસથી જામનગરના જુદા જુદા વિસ્તારોમાં નગરયાત્રા કરી હતી આજે આ નગર યાત્રા પૂર્ણ કરી કમિશ્નર સમક્ષ લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.

virodh pax aavedan 4

જેમાં જણાવ્યુ હતું કે હું જામનગરની જનતા માટે લડું છુ અને લડતો રહીશ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી ભાજપ સરકાર ક્યારે જાગશે તેવા કટાક્ષ  આવેદનમાં કર્યા હતા આ આવેદન પત્ર પાઠવતી વખતે  કોંગ્રેસના નેતા અલ્તાફ ખફી, કોર્પો. જેનબબેન ખફી, સહારાબેન મકવાણા, રંજનબેન ગજેરા, મરિયમબેન સુમરા, નયનાબા જાડેજા, એનએસયૂઆઈના દિગુભા જાડેજા, દેવશી આહીર, કોંગ્રેસના મહામંત્રી સાજિદબ્લોચ, આનંદ રાઠોડ, ભરતવાળા સહિતના કોંગી અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.