લોકોની કોઈપણ સમસ્યાનાં નિરાકરણ માટે તત્પર: શિલ્પાબેન જાવિયા
શહેરનાં વોર્ડ નં.૯નાં કોર્પોરેટર શિલ્પાબેન દિનેશભાઈ જાવિયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે,અમારા વોર્ડનાં નાગરિકોને લોકડાઉન દરમ્યાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સતત જાગૃત રહીએ છીએ. જરૂરીયાતમંદોને રાશન, પાણી, સ્વચ્છતા, આરોગ્ય સુવિધા વગેરે જેવી પાયાની જરૂરીયાત સમયે સતત ફોન પર સમસ્યા સાંભળીને અને જરૂર પડયે અમે ખુદ રૂબરૂ જઈને પણ તેમની સમસ્યાનું નિરાકરણ લાવીએ છીએ. જરૂરીયાતમંદ હોય તેમના માટે અમારાથી બનતી ઉપરાંત સામાજીક સંસ્થાઓના મદદથી રાશન કિટનું અને તૈયાર ખોરાકની ટીફીનની સેવા પણ આપીએ છીએ.
૫૭૨ શ્રમિક પરિવારોને અન્ન-બ્રહ્મ યોજના હેઠળ રાશન અપાવ્યું: કમલેશભાઈ મિરાણી, કોર્પોરેટર
વોર્ડ નં.૯નાં કોર્પોરેટર અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, વોર્ડનાં અમો ચારેય કોર્પોરેટરો અને સંગઠનની ટીમ લોકડાઉનમાં લોકોને ઓછી તકલીફો પડે તે માટે વહિવટી તંત્ર સાથે સંકલન કરીને યોગ્ય પ્રયાસો કર્યા છે. અમારા વોર્ડનાં પછાત વિસ્તારો નટરાજનગર, મફતિયાપરા, સાધુ વાસવાણી રોડ ઝુંપડપટ્ટી, દર્શન પાર્ક આવાસ, ઈન્ડિયન પાર્ક આવાસ, ગુરુજીનગર આવાસ, જનકપુરી આવાસ તેમાં રહેલ રોજ-રોજનું લઈને રોજનું ખાતા પરિવારોને લોકડાઉનમાં મુશ્કેલી પડે છે તેવા લોકોનો સર્વે કરીને વિસ્તાર વાઈઝ ૧૦-૧૦ પરિવારોને બોલાવીને ચાર લોકોને આઠ દિવસ ચાલે તેવી રાશનકિટનું વિતરણ કર્યું છે હજુ પણ કિટ વિતરણ ચાલુ છે. વોર્ડનાં ૫૭૨ શ્રમિક પરિવારો કે જેમની પાસે રાશનકાર્ડ ન હોય તેમને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સરકારમાંથી નિ:શુલ્ક રાશન અપાવ્યું છે. અમો લોકડાઉન દરમ્યાન સતત વોર્ડમાં રહીને લોકસેવા કરી રહ્યા છીેઅ.
વોર્ડ નં.૯માં અમારાથી શકય તેટલી તમામ મદદ કરીએ છીએ: વિક્રમભાઈ પુજારા
વોર્ડ નં.૯માં અગ્રણી અને શહેર ભાજપના મંત્રી વિક્રમભાઈ પુજારાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમારા વોર્ડમાં ગરીબ વર્ગનાં પરિવારોની સંખ્યા ઓછી છે.તેમ છતા નાના મોટા વર્ગનાં પરિવારોની ધ્યાન રાખવાની તમામની ફરજ છે. કોરોનામાં સામાજીક અંતર જાળવીને અમારાથી જેટલુ શકય બને તેટલુ રાશનકીટ ભોજન માટેની માગં ઉભી થાય તો સામાજીક સંસ્થાઓની મદદને પણ પૂરૂ પાડીએ છીએ ઉપરાંત, લોકોની નાની મોટી જરૂરીયાતો પુરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
લોકડાઉનના કારણે રોજગારી છીનવાય જતા ભુખ્યા મારવાનો વારો આવ્યો છે: માલાબેન
વોર્ડ નં.૯ના રહેવાસી માલાબેને જણાવ્યું હતુ કે અમો રોજનું કીટને રોજનું કાતા હોય અમારે લોકડાઉનના કારણે ભારે મુશ્કેલી અનુભવીએ છક્ષએ અમો અભણ હોય સરકારી સહાય માટેની કોઈ ખબર પડતી નથી કુપન પર પણ અમોને રાશન મળ્યું નથી લોકડાઉન થયું ત્યારથી બીજા લોકોની મદદથી પેટ ભરીએ છીએ વાયરસથી તો મરતા મરીશું પરંતુ અત્યારે ભુખ્યા મરી રહ્યા છીએ.
ભંગારનો ધંધો બંધ થઈ જતા સંસ્થાઓનાં ભોજન પર નિર્ભર: અશોક
વોર્ડ નં.૯ના રહેવાસી અશોકભાઈએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે હું ભંગારની ફેરી કરતો હતો પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ છે જેથી ભુખ્યા રહીએ છીએ સંસ્થાઓ દ્વારા ભોજન કે રાશનકીટ આપે છે. તેના પર જ અમારૂ જીવન ગુજારીએ છીએ.
આર્થિક સંકડામણ છતા લોકડાઉન કોરોનાને રોકવા યોગ્ય પગલુ: દિવ્યકાંત માત્રાવડીયા
વોર્ડ નં.૯ના રહેવાસી દિવ્યકાંત માત્રાવડીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે મોદી સરકાર છે ત્યાં સુધી લોકોને કોરોનાથી મુશ્કેલી નહી પડે કોરોનાનો પ્રશ્ર્ન આખા વિશ્ર્વનો છે. તેની તકલીફ પડે તો પણ સહન કરવી પડે કારણ કે આ બિમારી નાઈલાજ છે. હું અગરબતી કમિશનથી વેચું છું જે હાલ બંધ હોય આર્થિક રીતે સંકડામણ અનુભવું છું અમોને બે માણસ જ હોય સરકારે આપેલા રાશનથી ટેકો મળી ચૂકયો છે.
તમામ વર્ગનાં લોકોને પડતી તકલીફો માટે સદાય એલર્ટ: મનસુખભાઈ કાલરીયા
વોર્ડ નં.૧૦નાં કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનની અવધિ લંબાવવાનાં કારણે મધ્યમ, નીચલા અને શ્રમિક વર્ગને રોજીરોટી મળતી બંધ થવાથી તેમને મુશ્કેલીઓ ઉભી થવા પામી છે. સરકાર અને સામાજીક સંસ્થાઓના સહયોગથી ભોજન, રાશનનું વિતરણ થાય છે. તે નાનામાં નાના માણસ સુધી હજુ પહોંચી નથી. અમુક ક્ષેત્રમાં લોકડાઉન ખોલવાની સરકારની જાહેરાત છતાં નાના વર્ગનાં કારીગરો તેનો લાભ લઈ શકયા નથી. તેઓ સ્વમાની દોડ કોઈ પાસે હાથ પણ લાંબો કરી શકતા નથી. જેથી આવા નાના ધંધા રોજગારોને શરૂ કરવાની મંજુરી આપવી જોઈએ. અમારા વોર્ડના ખેડુતોને બીજા જિલ્લામાં ખેતી હોય તો ત્યાં જવામાં મુશ્કેલી પડે છે. અમારા વોર્ડમાં બે વખત ફોગીંગ અને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે પરંતુ કોરોના સામે લડત ચાલુ રાખવા સતત ફોગીંગ અને સેનેટાઈઝર કરવું જરૂરી છે.
વોર્ડ નં. ૧૦ના જરૂરીયાતમંદોની સેવામાં સહાય તત્પર: કુલદીપસિંહ જાડેજા
વોર્ડ નં. ૧૦ના અગ્રણી એવા કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે લોકડાઉનમાં અમોએ અનેક જરૂરીયાતમંદ પરિવારોને મદદ કરી છે. બીજી સંસ્થાઓ પાસે રાશનકીટો બનાવરાવીને અમોએ લોકોને મદદ કરીએ છીએ ઉપરાંત ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન તૈયાર કરીને દરરોજ બપોરે અને સાંજે વિતરણ કરીએ છીએ.
કીડની હોસ્પિટલના દર્દીઓ માટે બે ટાઈમ ભોજન, ચા આપીએ છીએ: ભરતભાઈ ભરવાડ
વોર્ડ નં.૧૦માં સેવાકીય પ્રવૃત્તિ કરતા ભરતભાઈ ભરવાડે જણાવ્યું હતુકે અમો લોકડાઉન દરમ્યાન દ્વારકાધીશ ગ્રુપની મદદથી બી.ટી .સવાણી કીડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેના પરિવારજનોને બે સમય ભોજન અને બે સમય ચા પીવરાવીએ છીએ ઉપરાંત આસપાસના વિસ્તારના જરૂરીયાતમંદ લોકોનો ટીફીન પણ આપીએ છીએ.
હોટલ બંધ થઈ જતા સંસ્થાઓનું ખાવાનો વારો આવ્યો છે: હરેશભાઈ કકકડ
વોર્ડન નં.૧૦ના રહેવાસી હરેશભાઈ કકકડે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે હું શહેરમાં એકલો રહુ છું અને હોટલમાં જમુ છું હાલ લોકડાઉનમાં હોટલો બંધ હોય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા જે ટીફીન સેવા ચાલુ કરવામાં આવી છે. ત્યાંથી ટીફીન લઈને જમી લઉ છું મફતમાં ન જમાય તે ભાવનાથી આ ગ્રુપમાં થાય એટલી સેવા કરૂ છું.
૧૧ હજાર શ્રમિકો માટે ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડીએ છીએ: પરેશ હરસોડા
હાલ જ્યારે સમગ્ર દેશમાં લોક ડાઉન અમલી છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર ૧૧ નો અભ્યાસ કરતા જાણવા મળ્યું હતું કે ના કોંગી નગરસેવક પરેશ હરસોડા એ તેમના વિસ્તારનો ચિતાર આપતા જણાવ્યું હતું કે હાલ સૌ પ્રથમ તો અમે તમામ વિસ્તારમાં જઈને લોકોને લોક ડાઉનનું પાલન કરવા સૂચના આપીએ છીએ. તે ઉપરાંત શ્રમિક વર્ગ કે જેઓ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, રોજનું રળી રોજ ખાનાર વર્ગ છે તેમના માટે દરરોજ ભોજનની વ્યવસ્થા કરીએ છીએ.
હાલ દરરોજ ૧૦ હજાર લોકોને ભોજન પહોંચાડાઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ અમારા વોર્ડમાં અમે પાયાની સવલતોને લોક ડાઉનની કોઈ અસર ન રહે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. સ્વચ્છતા, પાણી, વીજળી સહિતની પાયાની જરૂરિયાત માટે પ્રજાજનો હાલાકી ન ભોગવે તેની સંપૂર્ણ કાળજી લઈએ છીએ. મનપાના અધિકારી – કર્મચારીને આ તમામ બાબતોની ખાસ કાળજી રાખવા સૂચન કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમુક ચોક્કસ મધ્યમવર્ગ એવો પણ હોય છે ગમે તેવા કઠિન પરિસ્થિતિમાં કોઈ પાસે હાથ નથી ફેલાવતો તો તેમના માટે અમે ખાસ કોઈને પણ જાણ ન થાય તર પ્રકારે તેમને ખાનગી રાહે મદદ પહોંચાડીએ છીએ.
વોર્ડ નં.૧૧ના રહીશ બિપીનભાઇ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. કોર્પોરેટરો પણ અમારા પ્રશ્ર્નોના નીરાકરણ કરાવે છે. સાફ સફાઇના કર્મચારીઓ અહીં રોજ સાફ સફાઇ માટે આવે છે.
લોકડાઉન દરમિયાન વોર્ડ નં.૧૨માં સ્વયંભુ શીસ્ત:સંજયભાઇ અજુડીયા
વોર્ડ નં. ૧૨ના સંજયભાઇએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન વોર્ડ નં.૧૨માં સ્વયંભુ સીસ્ત છે એકરાશન કાર્ડ લઇ કીટ લેવા જતાં હતા. ત્યારે ડીસ્ટન્સ જળવવુ જોઇએ કે જયાં જમવાનું નથી તથા લોકડાઉનમાં સંપૂર્ણ રીતે માહીતી લોકોને મળી નથી જેથી લોકોને પ્રશ્ર્નો થાય છે. મધ્યમ વર્ગ તથા મધ્યમ ઇન્ડસ્ટ્રીમના લોકો માટે જે પ્રશ્ર્નો થાય છે તે વિશે જે તાત્કાલીક પગલા લેવામાં નહીં આવે તે પ્રશ્ર્નો થશે. એકબીજા પ્રતીતી તરીકે આ મહામારી આવી છે. ત્યારે લોકો માનસીક રીતે ચીંતીત ન થાય. કોઇને રાશનની તકલીફ હોય તે તેમાં મદદ કરીએ છીએ.
મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થઇએ છીએ. સફાઇ કરનારા ખૂબ સારા કામ કરે છે. લોકો એવું જ કેવું છે કે લોકડાઉન ખુલ્લે તથા રાશન કાર્ડ દ્વારા જે રાશન અપાવ છે તેમાં થોડો પ્રશ્ર્નો થાય છે. જે લોકો માંગી નથી શકતા મધ્યમ વર્ગના હોય તે લોકોને ખુબ હાલકી પડે છે.વોર્ડ નં.૧૨ના રાજુભાઇ વિરડીયાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું છે કે અમારા વોર્ડમાં ખાસ સ્વચ્છતા ખુબ સારી છે. બધાને પોતાની જરૂરીયાત પ્રમાણેની વસ્તુઓ મળી રહે છે. અમારા કોર્પોરેટર બધાને મદદરૂપ થાય છે.
વોર્ડ નં.૧૨ના જગદિશભાઇએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે સામાજીક સંસ્થાઓ દ્વારા અમારા વોર્ડના ગરીબલોકોને રાશન મળી રહે છે. અમે વિસ્તારમાં ગરીબો હેરાન થતાં નથી અમારા વોર્ડ માં ચારેય કોરર્પોરેટ સહીત છે. જેનાનામાં નાના વ્યકિત સુધી પહોંચી તેમના પ્રશ્ર્નોનું નીરાકરણ કરે છે.
કવોરન્ટાઇન થયેલા વોર્ડવાસીઓ માટે ખાસ મદદ કરીએ છીએ: જાગૃતિબેન ડાંગર
કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અબતક સાથેની વોર્ડ નં.૧૩ના મુલાકાતમાં જણાવ્યું હતું કે જે મજુરીકામ કરતા લોકોની સ્થીતી હાલ ખરાબ છે. સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે એ લોકો માટે અપૂરતીના અમે લોકો ગરીબ લોકો તથા કવોરી ટાઇન થતાં લોકો માટે મદદ રૂપ થઇએ છીએ. અમે બનતી મદદ બધાને કરીએ છીએ.
વોર્ડવા સી ઓના તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ્ય નિતિનભાઇ રામાણી, કોર્પોરેટર
વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નિતિનભાઇ રામાણીએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, લોકડાઉન થયું ત્યારથી સવારથી બપોર સુધી લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્ર્નોના નિરાકરણ કરું છું. સરકાર દ્વારા પણ જે લોકોને રાશનની જરૂર હતી તેમને રાશન આપવામાં આવે છે તેમજ મધ્યમ વર્ગના લોકોને પણ મારા તરફથી કીટો આપવામાં આવી છે. નિરાધાર લોકોને કીટ વિતરણ કરાયું છે. સફાઇ, પાણી, ટીયરવાન ના પ્રશ્ર્નોના સોલ્વ કરવામાં આવ્યા છે. તથા અમારા સંસ્થા દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વોર્ડ નં.૧૩ના રહેવાસી પ્રીયા એ જણાવ્યુ હતું કે અમારી સોસાયટીમાં સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે. ઘર વપરાશની વસ્તું મળી રહે તે માટેની વ્યવસ્થા છે. આરોગ્ય કર્મચારીઓ પણ ખૂબ સારી સહકાર આપે છે. લોકડાઉન પાલન કરવામાં અમને કોઇ તકલીફ પડતી નથી. લોકડાઉન દરમિયાન અમારા વોર્ડ ના રહેવાસી લોકડાઉનનું પાલન કરે છે તથા જરૂરીયાત મંદ લોકોને અમે મદદરૂપ થાય છે. આરોગ્યની ટીમ પણ અમારે ઘરે ઘરે જઇ ચકાસણી કરવામાં આવે છે. તેમજ પોલીસ તંત્રની કામગીરી પણ સરાહ જાય છે.
જરૂરિયાતમંદ વોર્ડવાસીઓને ભોજન, રાશનકીટ પહોચાડીએ છીએ: વર્ષાબેન રાણપરા
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં. ૧૪ના વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતુકે અમારા ગુંદાવાડી વિસ્તારની વાત કરૂ તો અહીયા દુકાનો બંધ છે.
અને લોકોને શાકભાજી, ફૂટ કરિયાણુ તો મળી રહે છે અને ઘણા વિસ્તાર એવા છે. જયાંથી લોકોને ફોન આવતો હોય કે તેમને ભાજેન નથી મળતુ તો રાશનકીટ જમવાનું પૂરૂ પાડીએ ઘણા લોકો એવા પણ છે કે કોઈ પાસે હાથ નથી લંબાવતા જરૂરત છે. છતાં પોતાની રીતે ગમે તેમ કરી ગુજરાન ચલાવે છે. પરંતુ મારા ધ્યાન પર આવે તો તેમને હું મારી રીતે મદદરૂપ થાવ છું.
વોર્ડવાસીઓની તમામ જરૂરીયાતોની તકેદારી રાખીએ છીએ: વશરામભાઇ સાગઠીયા
વોર્ડ નં.૧પ ના કોર્પોરેટર વરરામભાઇ સાગઠીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉનમાં શરૂઆતથી જ અમે વોર્ડમાં સાવચેતીઓ અને સલામતીની તકેદારી રખાવી છે. શેરીઓ અને રસ્તાઓ પર સેનીટાઇઝરનો છંટકાવ કરાવ્યો છે.
તેમજ રાહત રસોડાની પણ શરુઆત કરી અને દરરોજનું નિયમિત સાંજે લોકોને જમાડયા છે. મારી ૩પ લોકોની ટીમ જે મારા વિસ્તારના સ્વયસેવકો સાથે રહીને કાયમ માટે મારી મદદ કરી છે જેનો હું આભારવ્યકત કરું છું. અમે અને વોર્ડ ના તમામ કાર્યકર્તાઓ સાથે રહીને વડીલોને કીટ વિતરણ તેમજ બાળકોને તે ફુટ આપ્યા છે. તે ઉપરાંત જુદા જુદાી વિસ્તારમાં જઇને સેવાકીય કામગીરી કરી છે. આરોગ્ય ને લગતી કામગીરી કરી છે તેમજ લોકોને વારંવાર લોકડાઉન ને સમર્થન આપવા અપીલ કરી છે.
સામાજીક નૈતિક ફરજ બજાવીને વોર્ડવાસીઓને મદદ કરીએ છીએ: રસીલાબેન ગરૈયા
વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટર રસીલાબેન ગરૈયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવે છે. સલામતી રાખવાની પણ તકેદારી રખાવી છે. માસ્ક ફરજીયાત પહેવું બાહર નીકળ્યે ત્યારે અને જરુરીયાત ની વસ્તુ તેમજ ઇમરજન્સી સેવાની જરુર હોય તો જ બહાર નીકળવું તે પણ અપીલ કરવામાં આવે છે. જરુરીયાત મંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાવામાં આવે છે અને સ્વચ્છતાની પણ તાકેદારી રાખવામાં આવે છે. વોર્ડ નં.૧૬ના રહેવાસી દેવેનભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી પરિસ્થિતિ એટલી ખરાબ નથી. પોલીસ તંત્ર સહકાર આપે છે. મારે કારખાનું છે જેમાં ૧૦ લોકો કામ કરે છે.
વોર્ડ ન.૧૬ ના ગૃહીણી મીનાબેન અબતક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અહીંના કોર્પોરેટરની કામગીરી ખુબ જ સારી છે તે મહીલાઓ માટે ખુબ સારા કામો કરે છે. જીવન જરુરીની વસ્તુઓ વિના સંકોચ મળી રહે છે.
આ સમય લોકોની વચ્ચે રહી મદદ કરવાનો સમય: ઘનશ્યામસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યુંં હતુ કે કોરોનાના કહેરને નાથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં મારા વોર્ડ નં.૧૭માં લોકડાઉનને કારણે લોકોને અગવડતા ન પડે તે અને જીવનનિર્વાહની ચીજ વસ્તુઓ મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થા ગોઠવી દીધી છે. અમુક વિસ્તારમાં એવા સન્માનભેર જીવતા લોકો કે જેઓ કોઈ સામે હાથ લંબાવતા નથી. અમારા ધ્યાને આવતા તેમને રાશનકીટ પહોચાડી છીએ અને રસોડુ પણ ચલાવીએ જેથી ગરીબો જરૂરીયાતમંદો ને પૂરતુ બે ટાઈમનું જમવાનું આ સમયમાં મળી રહે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ટીંબડીયા ઉષાબેનએ જણાવ્યું હતુ કે આ લોકડાઉન થયો હોવાથી અમે બધા ઘરે જ છીએ અમારા વોર્ડમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ એટલે કે દુધ, છાશ કિરાણાની વસ્તુઓ મળી રહે છે. શાકભાજીવાળા ન આવતા હોવાથી તે લેવા બહાર જવું પડે છે. અમે મહિલાઓ ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ જેમાં વાટુ બનાવીએ મારી દીકરી સંચો ચલાવે છે. તેથી ઘરમાં રહી અમને કામ મળી રહે છે.
પ્રકાશભાઈ સરપરીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું કે મારે હાર્ડવેરનો બીઝનેશ છે. જેમાં ૩૦ જેટલા લોકો કામ કરે છે. બધા યુપી બીહાર બાજુના છે તેમને કરીયાણુ શાકભાજી પહોચાડવામાં આવે છે. તેમજ પૈસા પણ આપેલ છે. જેથી બહાર ન નીકળવું પહે હજુ જરૂર પડશે તો તે પ્રમાણે મદદ કરીશ અમારા ધંધા પર પણ લોકડાઉનની અસર થ, છે. પરંતુ આ વાઈરસ સામે લડવા ધંધો ૨-૩ મહિના બંધ રહે તો વાંધો નથી ખાસ તો આપણા દેશ માટે સારા સમાચાર છે કે બીજા દેશો કરતા ઓછો કહેર છે. લોકડાઉન પછક્ષ બીજા દેશો સાથે અમારી પ્રોડકટને લઈને જોડાઈ શકશુ.
લોકડાઉનના સમયથી દિવસ-રાત લોકસેવામાં હજરા હજુર: નિલેશભાઇ મારૂ
વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટર નિલેશભાઇ મારુ એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જયારથી લોકડાઉન થયું છે ત્યારથી મારુ કાર્યાલય સતત કાર્ય કરે છે. સવારથી સાંજ સુધી લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ લોકોને બહાર જવામાં મદદ કરીએ છીએ. જીવન જરૂરી વસ્તુ
માં ખુબ તકલીફ પડે છે. લોકોને ખાસ કવોટામાં રહેતાન લોકો ખુબ ખરાબ સ્થીતીમાં છે. અમારા વોર્ડમાં કોઇ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. લોકોએ મોઢે માસ્ક પહેરવું કામ વગર બહાર ન નીકળવું તે મારી સલાહ છે.
વોર્ડ નં.૧૮ ના રહેવાશી અને વ્યવસ્થ્ાપક રાજેશભાઇ શકપરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ગ્રાહકને ખાસ તકલીફ પડે છે. ઘરનીવસ્તુઓ મળતી નથી. અમે ગ્રાહકોને ડીસટન્સ મેન્ટેન કરાવીએ છીએ. ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે પુરતા પૈસા નથી. અને જે વસ્તુ જોઇતી હોય છે તે પુરા પ્રમાણમાં નથી.
વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના પ્રમુખ દિપકભાઇ ગવા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું કોર્પોરેટરનું કાર્યાલય લોકડાઉન દરમિયાન ચાલુ છે. અમારા વિસ્તારના રહેવાસીઓ પડતા પ્રશ્ર્નો ના નિરાકરણ કરીએ છીએ. જીવન જરુરી વસ્તુઓ મેળવવામાં તે લોકોની મદદ કરીએ છીએ. જયારે આ વોર્ડના રહેવાસી મીતલબા જાડેજા એ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉનનું પાલન કરીએ છીએ. અમારી જરુરીયાત મુજબ અમને દરેક વસ્તુ મળી રહે છે. આરોગ્યનું પણ ખુબ ઘ્યાન રાખીએ છીએ. સંપૂર્ણ વ્યવસ્થા અમને મળી રહે છે.