કમિશનરની ચેમ્બર પાસે જ મનસુખ કાલરીયા મહિલાઓ સો ધરણા પર બેસી ગયા
શહેરના વોર્ડ નં.૧૦માં અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોી ધીમા ફોર્સી અને દુર્ગંધ યુકત પાણી વિતરણ કરવામાં આવતું હોય. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આજે કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા મ્યુનિ.કમિશનરની ઓફિસની બહાર ૨૪ કલાકના અનશન પર બેસી ગયા હતા. દરમિયાન પાણી પ્રશ્ર્ને રોષે ભરાયેલી મહિલાઓએ કોર્પોરેશન કચેરીમાં માટલા ફોડયા હતા.
શહેરના વોર્ડ નં.૧૦માં પંચાયતનગર, યુનિ. રોડ, અમૃતનગર સોસાયટી, કાલાવડ રોડ, સેલેનીયમ એપાર્ટમેન્ટ પાસેનો વિસ્તાર, વામ્બે આવાસ, સમૃધ્ધિનગર આવાસ યોજના પાસે શિવ દ્રષ્ટી સોસાયટી, શિવ આરાધના સોસા. સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, આલાપ હેરીટેજ, શાંતિનિકેતન સોસા. પારીજાત સોસા. વિમલનગર, તોરલ પાર્ક, યુનિ. રોડ, કિડની હોસ્પીટલ પાછળનુ મફતીયાપરા, યોગી પાર્ક, શક્તિનગર, તિ‚પતિ-૫, આફ્રિકા કોલોની, બાલમુકુંદ સોસા. અને યુનિ. રોડ પર શિવશક્તિ કોલોની સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસી પાણી વિતરણ અનિયમીત રીતે ાય છે. ૨૦ મીનીટ પૂરું પાણી આપવામાં આવતું ની અને પાણી એકદમ દૂર્ગંધ યુકત હોય છે.
પાણી પ્રશ્ર્ને આજે કોર્પોરેશન કચેરીએ કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાની આગેવાનીમાં રજૂઆત કરવા આવેલી મહિલાઓએ માટલા ફોડયા હતા. દરમિયાન મનસુખ કાલરીયા કમિશનરની ચેમ્બરની બહાર ૨૪ કલાક માટે અનશન પર ઉતરી ગયા હતા. જો પાણી પ્રશ્ર્ન હલ નહીં કરાય તો આગામી દિવસોમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમોની ચિમકી તેઓએ આપી હતી.