વેસ્ટ ઝોન કચેરીએ પાણી પ્રશ્ર્ને રજુઅત વેળાએ કરેલી માથાકૂટનો વોર્ડ નં.૧૭નાં નગરસેવક સામે ગુનો નોંધાયો તો
શહેરના સામાકાંઠે આવેલી મહાપાલીકાની વેસ્ટ ઝોન કચેરીમાં પાણી પ્રશ્ર્ને રજુઆત વેળાએ રાજય સેવકને ફરજમાં ‚કાવટ કરી ફડાકા મારવાના ગુનામાં જેલ હવાલે રહેલા કોંગીના નગરસેવકને સેશન્સ કોર્ટે જામીન પર મૂકિત કરવા હુકમ કર્યો છે.
વધુમાં શહેરના વોર્ડ નં.૧૭નાં કોંગીના નગરસેવક નિલેશ રાવતભાઈ મા‚ પોતાના વિસ્તારનાં પાણી પ્રશ્ર્ને વેસ્ટઝોન કચેરી ખાતે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન નગર સેવક નિલેશ મા‚એ ડે. ઈજનેર હેમેન્દ્રભાઈની ફરજમાં ‚કાવટ કરી મારમાર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સ્ટાફે કોર્પોરેટર નિલેશ મા‚ની ધરપકડ કરી જેલ હવાલે કરેલા. હાલ જેલ હવાલે રહેલા નિલેશ મા‚ની નીચેની કોર્ટે જામીન અરજી નામંજૂર બાદ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીમાં બંને પક્ષોની રજુઆત અને લેખીત મોખીક દલીલના અંતે બચાવ પક્ષનાં એડવોકેટની દલીલ ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એચ.બી. ત્રિવેદીએ કોર્પોરેટર નિલેશ મા‚ની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે. આ કામમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે અશોકસિંહ વાઘેલા, તુષાર ધોણીયા, સંજય પંડયા અને જીજ્ઞેશ જોષી રોકાયા હતા.