શહેરના ખંઢેર વિસ્તારોને હરીયાળા બનાવવા અને લોકો અહીં આવતા થાય તે માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ યોજના અમલમાં મુકવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જયાં માનવ વસવાટ હોવા છતાં વિસ્તારોનો વિકાસ થયો નથી અને આવા વિસ્તારો ખંઢેર જેવા લાગે છે. આજે ઈંદુભાઈ પારેખ આર્કીટેકટ કોલેજના બાળકોએ સ્ટ્રીટ પોલીસી માટે એક વર્કશોપ યોજયો હતો. જેને ધ્યાનમાં લઈ મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ પોલીસી શહેરભરમાં દાખલકરવા માટે વિચારણા શ‚ કરવામાં આવી છે. ખંઢેર જેવા ભાસ્તા વિસ્તારોમાં સ્ટ્રીટ પોલીસી અંતર્ગત દબાણો દૂર કરાશે. બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે, પેવીંગ બ્લોક ફીટ કરાશે, લોકો કચરો ન નાખે તે માટેની વ્યવસ્થા ઉભી કરાશે.
ખંઢેર વિસ્તારો માટે કોર્પોરેશનની સ્ટ્રીટ રિ-ડેવલોપમેન્ટ યોજના
Previous Articleવિમલનાથ દેરાસરમાં આંગી આરતી
Next Article રાજકોટમાં બેંક કર્મચારીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો