સફાઈ કામગીરીમાં વેઠ ઉતરનાર કોન્ટ્રક્ટના બે સફાઈ કર્મચારીને પાણીચુ
શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે મહાપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરાય હતી. દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહી પહેરતા લોકો સામે ડ્રાઈવ કરવામાં આવી હતી, જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૧૪૯ લોકો પાસેથી ૧,૪૯,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ સફાઈ કામગીરીમાં બેદરકારી બદલ કોન્ટ્રાક્ટના બે સફાઈ કર્મચારીને ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.
વોર્ડ નં ૯માં લલીતાબેન ગૌતમભાઈ વાળોદરા જે પી.જે. રાઠોડ કોન્ટ્રાકટના સફાઈ કામદાર રૈયા રોડ પર સફાઈ બીટ ફાળવવામાં આવેલ પરંતુ તેમના દ્વારા સફાઈ અધુરી કરી હોય અને વોર્ડ નં ૪ પુજાબેન સાગરભાઈ પરમાર જે પી.જે. રાઠોડ કોન્ટ્રાકટના સફાઈ કામદાર ગુરુદેવ ગાર્ડન રોડ, એલ.પી પાર્ક પાછળ સફાઈ બીટ ફાળવવામાં આવેલ પરંતુ તેમના દ્વારા સફાઈ અધુરી કરેલ હોય આ બને કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ પરથી છુટા કરેલ છ
ઇસ્ટ ઝોનમાં ૧૩ વ્યક્તિ,વેસ્ટ ઝોનમાં ૧૪ વ્યક્તિઓ અને સેન્ટ્રલ ઝોનમાં ૩૪ વ્યક્તિઓ માસ્ક પહેર્યા વિનાના પકડાયા હતા.
ઉપરોક્ત કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ તથા જગ્યા રોકાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.