લાખો રૂપીયાનો પગાર લેતા એન્જીનીયરોની ફોજ અને લાખો રૂપીયાના ફિલ્ટર પ્લાન્ટ પાણી શુદ્ધિકરણનાં કોન્ટ્રાકટરનાં ખર્ચ છતાં લોકોને દુષિત પાણી: ગાયત્રીબા વાઘેલા
શહેર મનપાના તંત્ર દ્વારા લોકોને પાયાની પ્રાથમિક સવલતો પુરી પાડવાની હોય તેમાં સદંતર નિષ્ફળ નિવડેલ તંત્ર અને ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓના છાશવારે વિદેશ પ્રવાસો વચ્ચે લોકોને પીવાનું શુઘ્ધ પાણી પણ પુરુ પાડી શકતું નથી. વોર્ડ નં.૩નાં પોપટપરા, રઘુનંદન, રેલનગર, સંતોષીનગર, શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ડોળુ-કલરવાળુ અને વાસ મારતું પાણી સપ્લાય કરવામાં આવે છે.
તંત્ર દ્વારા એવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે બજરંગવાડી ઝોનમાંથી સપ્લાય કરવામાં આવતા પાણીમાં આ પ્રોબ્લેમ છે જે સુધરતા હજુ પાંચ-સાત દિવસ જેવો સમય લાગશે ત્યારે સવાલ એ છે કે મનપામાં લાખો રૂપીયાનો પગાર લેતા એન્જીનીયરો, ટેકનીશીયનોની ફોજ આધુનિક ફિલ્ટર પ્લાન્ટોના નિવાતી માટે લાખો રૂપિયાના ફિલ્ટર પ્લાન્ટના કોન્ટ્રાકટો પરસેવાની કમાણીના પૈસામાંથી પણ તંત્ર શુઘ્ધ પાણી આપી શકતું નથી જે બાબતે તાકિદે પગલા લેવા જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.