બાસમતી ચોખા, નેસ્લે કીટકેટ, કીન્ડરજોય, અમુલ ડાર્ક ચોકલેટ, નેસ્લે મીલ્કીબાર ચોકલેટ, દેશી ઘી, સિંગદાણા, ગોળ, માવાનાં પેંડા અને દુધનાં નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલાયા
શ્રાવણ માસમાં ફરસાણ સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ વધુ થતું હોય લોકોનાં આરોગ્યની ચિંતા કરતા મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા ૧૧ સ્થળેથી ખાદ્ય સામગ્રીનાં નમુના લઈ વડોદરા લેબોરેટરીએ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરસાણનાં વેપારીઓને ત્યાં ચેકિંગ દરમિયાન દાઝયુ તેલ, મકાઈનો લોટ, બ્રેડ અને કલરનાં ડબ્બાનો નાશ કરવામાં આવ્યો છે.
ફુડ શાખા દ્વારા બીગબજારમાંથી તિલદા પ્રિમીયમ બાસમતી રાયઝ, કુવાડવા રોડ પર એવન્યુ સુપર માર્ટસમાંથી નેશલે કીટકેટ, કીન્ડરજોય, જવાહર રોડ રોડ પર સ્વીટ સેન્ટરમાંથી અમુલ ડાર્ક ચોકલેટ, નેશલે મીલ્કીબાર ચોકલેટ, રૈયા રોડ પર આકાશ એન્ટરપ્રાઈઝમાંથી ડયુકસ, ટફલ, કેરેમલ, ફિલ્ડ ઈન ચોકો, કેવડાવાડી રોડ કોર્નર પર મહેશ વિજય ડેરીફાર્મમાંથી દેશી ઘી, યુનિવર્સિટી રોડ પર મારૂતી શોપીંગ સ્ટોરમાં સિંગદાણા, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાંથી ક્રુતિકા દેશી ગોળ, રૈયા રોડ પર ગાયત્રી ડેરી ફાર્મમાંથી માવાનાં લુસ પેંડા અને મીકસ દુધનાં નમુના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કિશાનપરા, રૈયારોડ, હનુમાનમઢી ચોક, પંચાયત ચોક, ઈન્દિરા સર્કલ, લીંમડા ચોક સહિતનાં વિસ્તારોમાં અલગ-અલગ ૧૨ ફરસાણનાં વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૩૦ કિલો દાઝયુ તેલ, બ્રેડનાં ૯ પેકેટ, મકાઈનો ૨ કિલો લોટ, કલરનાં બે ડબ્બાનો નાશ કરવામાં આવ્યો હતો. લીમડા ચોકમાં જોકર પેટીસને નોટીસ ફટકારવામાં આવી છે.
ડ્રેનજની એક પણ ફરિયાદ પેન્ડિંગ ન રાખવા કમિશનરનો આદેશ
ભારે વરસાદને પગલે રાજકોટ શહેરમાં ડ્રેનેજ સંબંધી જે કાંઈ ફરિયાદો ઉપસ્તિ થાય તેનો સત્વરે નિકાલ થાય અને નાગરિકોને કોઈ મુશ્કેલી ના પડે તેવા હેતુી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરઓને સતર્ક રહીને ફરિયાદોના તત્કાલ નિકાલ લાવવા સૂચના આપી છે. માત્ર એટલું જ નહી, રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી શાખાઓના અધિકારીઓને પણ એક પણ ફરિયાદી નાગરિકની ડ્રેનેજની ફરિયાદ પેન્ડિંગ ના રહે અને તેનો નિકાલ સુનિશ્ચિત થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, અને અન્ય અધિકારીઓને આવશ્યક સંકલન કરવા સૂચના આપેલ છે. અત્રે એ નોંધવું રહયું કે, ભારે વરસાદ તુર્ત જ મહાનગરપાલિકા દ્વારા સ્ટોર્મ વોટર નિકાલ તેમજ ડ્રેનેજ લાઈનો અને મેનહોલ સાફ કરાવી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા કામગીરી પૂરજોશમાં ચાલુ કરી જ દેવાઈ હતી, જોકે તેની સાોસા આજી આ કામગીરી પર વધુ ભાર મુકી ઝુંબેશના રૂપમાં ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહયો છે.
સેલરનું પાણી રોડ પર છોડનાર કલ્યાણ જ્વેલર્સની મોટર જપ્ત
રાજકોટ શહેરમાં જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા જણાયેથી તેઓને લેખિત તાકિદ કરી, ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે. જેના પગલે આજે સેન્ટ્રલ ઝોનમાં ૦૩ મોટર જપ્ત કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૦૭માં (૧) કલ્યાણ જ્વેલર્સ, દો. યાજ્ઞિક રોડ, (૨) શ્રી નિધી કોમ્પ્લેક્ષ્, રામકૃષ્ણ નગર-૬/૨ ઈસ્ટ, અને (૩) બિઝનેસ એમ્પાયર બિલ્ડીંગ, મારૂતિ કુરિયરની સામે, જુના જાગના પ્લોટ માંી રોડ પર પાણી છોડવામાં આવતા હોવાનું જોવા મળતા મોટર જપ્ત કરવામાં આવેલ છે.