૧૦૦ એસ.ટી. બસો ચૂંટણી કામગીરીમાં દોડાવાશે સુરક્ષા કર્મીઓને લેવા-મુકવામાં બસો રોકાશે

રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં દિવસને દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝન નવી ત્રણ મીની બસ પ્રાપ્ત થઈ છે. દિવાળી બાદ નિગમને ત્રણ મીની બસ સહિત કુલ ૧૯ મીની બસો નવી નકોર ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે સુરક્ષા કર્મીઓ તેમજ એ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોને લઈ જવા મુકવા માટે નિગમ દ્વારા ૧૦૦ એકસ્ટ્રા બસો ૮મી અને ૯મી ડિસેમ્બરે દોડાવવામાં આવશે.

રાજકોટ એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને કોઈપણ જાતની અવગડતાનો સામનો કરવો ન પડે તે માટે હરહંમેશા પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે ડિવિઝન દ્વારા મુસાફરોની માંગને આધારે જે જે ‚ટમાં વધુ પડતો ટ્રાફિક થતો હોય તેવા ‚ટ ઉપર આ નવી મીની બસો દોડાવવામાં આવશે. તેમજ છેલ્લા અઠવાડિયામાં ત્રણ જેટલી ગુર્જર નગરી બસ પણ મળી છે જે મોટા ‚ટ ઉપર દોડાવવામાં આવી રહી છે.

નવી મીની બસ પ્રાપ્ત થવાથી મુસાફરોની ટ્રાફિક સમસ્યાને સરળતાથી પહોંચી વળાશે અને નવી મીની બસોના આવવાને કારણે કંડકટર અને ડ્રાઈવરને પણ જે ખાલી પડેલી જગ્યા હતા તે પણ હાલમાં સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. આ ઉપરાંત અનેકવાર મુસાફરોની સમસ્યાઓ તેમજ રજૂઆતને ડેપો મેનેજર સુધી પહોંચી શકાતી નહોતી તે સમસ્યાનું નિવારણ કરવા માટે પણ ઓપન હાઉસ અંગેની એક નવી યોજના ચાલુ કરાઈ છે. જેમાં મુસાફરો માસના ત્રીજા બુધવારે ડેપો મેનેજરને પોતાની સમસ્યા અને સુચનો સરળતાથી રજૂ કરી શકશે અને મુસાફરોની સમસ્યાઓનું તંત્ર હલ કરી શકશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯મી ડિસેમ્બરે પ્રથમ તબકકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીનો ધમધમાટ શ‚ કરાયો છે. ત્યારે ચૂંટણી ફરજ પર પોલીંગ એજન્ટ, કર્મચારીઓ, મતદાન મથક સુધી લઈ જવા માટે તેમજ મતદાન મથક ઉપર ઈવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડવા માટે વધારાની ૧૦૦ બસો તંત્ર દ્વારા દોડાવવામાં આવશે. આ તકે રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડિવિઝન પાસે ૫૫ જેટલી બસ એકસ્ટ્રા હોવાથી તેનો ઉપયોગ ચૂંટણી સહિતના કામોમાં કરવામાં આવશે અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે એક પણ ‚ટ કેન્સલ કરવામાં પણ નહીં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.