વહેલી સવારે પોતાના ઘરે આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો: કોર્પોરેશનમાં શોકનો માહોલ: એક વર્ષ પહેલાં મ્યુનિસિપલ કમિશનરના પી.એ.નું પણ ચાલુ ફરજે હૃદય બેસી ગયું’તું

રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વીરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ.50) એટલે વી.વી.પટેલનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાનું સામે આવ્યું છે. આજરોજ વહેલી સવારે જ તેમની તબિયત લથડતાં તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ રસ્તામાં જ તેઓએ દમ તોડયો હતો. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરના અવસાનથી પરિવાર અને કોર્પોરેશનમાં શોકનો માહોલ છવાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમ આત્મીય કોલેજ પાછળ આવેલા શિવ નગર -1માં રહેતા અને કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એટલે કે વી.વી.પટેલનું હૃદય બેસી જતા નિધન થયું હતું. આ અંગે પરિવારજનોએ જણાવ્યા મુજબ આજરોજ સવારે વી.વી.પટેલ પોતાના ઘરે હતા ત્યારે ઉલ્ટી થયા બાદ તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેઓએ દમ તોડી દીધો હતો. આ અંગે જાણ થતાં પોલીસે પ્રૌઢના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે બીજી તરફ વી.વી.પટેલના અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતા મહાનગર પાલિકામાં પણ ગમગીની છવાઈ છે. આ અંગે જાણ થતાં પરિવારજનો અને કોર્પોરેશનના અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. વી.વી.પટેલ પહેલા વોર્ડ નંબર 1માં વોર્ડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા એક સપ્તાહથી જ તેઓએ વોર્ડ નંબર 2,3 અને 7ની આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પરંતુ ન જાને જાનકી નાથે કાલે શું થશે તેમ આજે વી.વી.પટેલનું અવસાન થતાં ધેરા શોકની લાગણી પ્રસરી છે.

ભૂતકાળમાં પણ એક વર્ષ પહેલા જ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રસિકભાઈ રૈયાણીને પણ ચાલુ ફરજ પર આવેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ત્યાર બાદ ફરી એકવાર મનપાના અધિકારીનું હૃદય બેસી જતા આક્રંદ સર્જાયો છે.

મવડીમાં એસ્ટેટ બ્રોકરનું હૃદય બેસી જતા મોત

tt2 9

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ઘરના મોભી અને આશાસ્પદ યુવકના હાર્ટએટેકથી મોત નીપજી રહ્યા છે.ત્યારે કોઠારીયામાં સોની વેપારી અને મવડીમાં એસ્ટેટ બ્રોકરનું હાર્ટએટેકથી મોત નિપજતા બન્ને પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મવડી ગામ સ્મશાન પાસે ડ્રીમસિટી એપાર્ટમેન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકરનું કામ કરતાં જયંતીભાઈ ઠાકરશીભાઈ દલસાણિયા (ઉ.વ.58)એ આજે સવારે ઘરે હતા. ત્યારે બેશુદ્ધ થઈને ઢળી પડતાં 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢને મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રૌઢ જયંતીભાઈ એસ્ટેટ બ્રોકરનું કામકાજ કરતા હતા. કોર્પોરેશનના અધિકારી અને પ્રૌઢ બંનેના હાર્ટ એટેકના મોતથી શોકનો માહોલ છવાયો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.