વર્ષમાં ૧૦૦ રિકવેસ્ટ પોઈન્ટ બનાવવાનો લક્ષ્યાંક બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો

શહેરમાં આંતરિક પરિવહન માટે મહાપાલિકા દ્વારા શ‚ કરવામાં આવેલી સીટી બસ સેવા હવે સુવ્યવસ્થિતપણે ચાલી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોની માંગણી ઉઠતા કોર્પોરેશન દ્વારા ૫૦ સ્થળોએ રીકવેસ્ટ પોઈન્ટ બનાવવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે. એક વર્ષમાં ૧૦૦થી વધુ રીકવેસ્ટ પોઈન્ટ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ અંગે સીટી બસનો હવાલો સંભાળતા મહાપાલિકાના અધિકારી વાય.સી.ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, શહેરના જે સ્થાનોએ સીટી બસના સ્ટોપ કે પોઈન્ટ નથી ત્યાં સીટી બસ ઉભી રાખવા માટે લોકોમાંથી લાગણી ઉઠી રહી છે. જેના સંદર્ભે કોર્પોરેશન દ્વારા પ્રથમ તબકકે અલગ-અલગ વિસ્તારોમાં ૫૦ સ્થાનો પર રીકવેસ્ટ પોઈન્ટ બનાવવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે. એક રીકવેસ્ટ પોઈન્ટ બનાવવામાં માટે આશરે ‚ા.૯૦૦૦નો ખર્ચો છે. આ પોઈન્ટ પર સીટી બસની આવક-જાવકનું સમયપત્રક પણ લગાવવામાં આવશે. મોટાભાગના રીકવેસ્ટ પોઈન્ટ શહેરના બારોબારના વિસ્તારમાં બનાવવાની માંગણી મળી રહી છે. આ ઉપરાંત અમુક રાજમાર્ગો પર અંતર લાંબુ હોય અને એકથી બે જ સ્ટોપ હોય ત્યાં લોકોએ વધુ સ્ટોપ આપવાની માંગણી કરી હતી. જેના સંદર્ભે રીકવેસ્ટ પોઈન્ટ બનાવવામાં આવશે. આ પોઈન્ટ પર જો કોઈ મુસાફર સીટી બસની રાહ જોતો હશે તો બસ ઉભી રાખવામાં આવશે અથવા બસની અંદર કોઈ મુસાફર જે-તે પોઈન્ટ પર બસને સ્ટોપ આપવાની માંગણી કરશે તો જ બસ ઉભી રહેશે, નહીં તો બસ નિર્ધારિત સ્ટોપ પર જ ઉભી રહેશે. ૧ વર્ષમાં શહેરમાં ૧૦૦ જેટલા રીકવેસ્ટ પોઈન્ટ બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા થોડા સમયથી શહેરના ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધીના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ૧૦.૭૦ કિલોમીટરના રસ્તા પર બનાવવામાં આવેલા બીઆરટીએસ પર દોડતી બસ સેવાના મુસાફરોમાં પણ સતત વધારો નોંધાય ર્હ્યો છે. અગાઉ દૈનિક સરેરાશ ૧૭ થી ૧૮ હજાર મુસાફરો બીઆરટીએસમાં મુસાફરી કરતા હતા. જેની સરખામણીમાં છેલ્લા એકાદ સપ્તાહથી મુસાફરોનો આંક ૨૨ હજારે આંબી ગયો છે અને રોજ ‚ા.૧.૪૦ લાખની આવક થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.