વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લાખોના ખર્ચે ખરીદી કરવામાં આવશે. રૂ.૬૮.૧૯ લાખના ખર્ચે ૭ હજાર નંગ ખરીદ કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહથી વિતરણ શ‚ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મહાપાલિકા દ્વારા રૂ૭૪ લેખે પ્રતિ નંગ લેખે રૂ.૬૮.૧૯ લાખના ૭ હજાર ખરીદવામાં આવશે. ગત વર્ષે રૂ.૯૫૬ લેખે ખરીદી કરવામાં આવી હતી. આ વખતે બાલવી કૃપા એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષના ૧૫૦૦ નંગ હજુ સ્ટોકમાં પડયા છે જેનું વિતરણ શ‚ કરવામાં આવ્યું છે. નવા વિતરણ ઓગસ્ટ મહિનાના પ્રથમ વિકથી કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકાને ‚રૂ.૯૭૪માં પડતુ શહેરીજનોને વૃક્ષારોપણ માટે માત્ર રૂ.૫૦૦માં આપવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પણ ફાળવવાના જે નિયમો છે તે યથાવત રાખવામાં આવ્યા છે. વ્યક્તિગત અને સંસ્થાઓને રૂ.૫૦૦માં અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાની સીઝનમાં લાખો ‚પિયાના ખર્ચે ખરીદી કરવામાં આવે છે છતાં શહેરમાં જેટલુ થવું જોઈએ તેટલું વૃક્ષારોપણ થતું નથી.