ભારે વરસાદમાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને વરસાદી પાણીના નિકાલની કામગીરી બાદ, મેઘવિરામ પછી પણ તંત્રનું પ્રસંશનિય કામ
રાજકોટમાં ગઇકાલે અનરાધાર વરસાદમાં શહેરના તમામ 18 વોર્ડમાં આકાશી આફતથી લોકોને સલામત રાખવા કોર્પોરેશન દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. મેઘવિરામ બાદ પણ તંત્રની પ્રશંસનીય કામગીરી રહી છે.
વોર્ડ નં.1માં ચાલુ વરસાદે અને વરસાદના વિરામ બાદ વરસાદના પાણીનો અવિતર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વોર્ડ નં.2માં ગાયત્રીધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્યાં નડતર રૂપ દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ, રામેશ્વર ચોક પાસેના વોકળાની સ્ક્રિન ચેમ્બર સફાઈ, કાશી વિશ્ર્વનાથ પ્લોટ પાસે તથા જકાત નાકા હોકર્સ ઝોન પાસે મેન હોલ સફાઈ કરીને પાણી નિકાલ કરાવેલ, સુભાષ નગર શેરી નંબર 8/ અ પાસે દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવ્યો હતો. વોર્ડ નં.3માં માધાપર ચોકડી બસ સ્ટેશન પાસે જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવેલ.
ગાયત્રીધામ સોસાયટી પાસે સત્યમ શિવમ સુન્દરમ પાસે ભરાયેલ પાણીનું પ્લોટની દીવાલ તોડી નિકાલ કરવામાં આવેલ. જંક્શન મેઈન રોડ તેમજ હંસરાજનગર મેઈન રોડ પર નડતરરૂપ સ્પીડ બ્રેકર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવેલ. આજી નદીના કિનારે આવેલ નરસંગ પરા તેમજ રૂખડિયા પરાના નિચાણ વાળા વિસ્તારમાં વોર્ડ ટીમ તેમજ પોલીસ સ્ટાફ સાથે લોકોની સલામતી માટે નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરાવી હતી. વોર્ડ નં.4માં જયપ્રકાશ નગર અને ખોડીયારપરા વિસ્તારમાંથી લોકોને આવશ્યક સ્થળાંતરની કામગીરી ચાલુ છે.
વોર્ડ નં.5માં માલધારી સોસાયટી તથા નવાગામ મેઈન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરાવેલ, વ્રજભૂમિ સોસાયટીમાં બ્લોક થયેલ સ્ક્રીન ચેમ્બર સફાઈ કરવી પાણીનો નિકાલ કરાવેલ. વોર્ડ નં.6માં સીતારામ નગર રોડ પર પાણી ભરાઈ જતાં પાણીનો નિકાલ, અંબિકા સોસાયટીમા ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરાવેલ, મનહર પરા-6મા રસ્તા પર પડેલ મોટા ભુવાનો તવારિત મોરમ ભરી રસ્તો ચાલવા યોગ્ય બનાવેલ, શ્રમજીવી સોસાયટીમા યોગ્ય સમયે લોકોને સ્તળાંતર કરાવેલ. સંત કબીર રોડ પર ભરાયેલ પાણીનો નિકાલ કરાવેલ.
વોર્ડ નં.7માં ભવાનીનગર મુખ્ય માર્ગ પર પડેલ દીવાલનો કાટમાળ દૂર કરવામાં આવેલ. રાત્રે સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પણ ફાયર સ્ટાફ અને બાંધકામ વિભાગના સ્ટાફ દ્વારા સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવેલ. વોર્ડ નં.8માં અક્ષરમેઇન રોડ પર સ્પીડબેકરની સાઇડ તોડી રોડ પર ભરાતુ પાણીનો નિકાલ કરાવેલ છે. ચાલુ વરસાદ દરમિયાન સતત એલર્ટ મોડ પર રહી પાણીના નિકાલ માટે અલગ અલગ વિસ્તારમા સ્કિન ચેમ્બર સફાઇ ચાલુ રાખવામા આવેલ. અમિનમાર્ગના છેડે 150 ફુટ રીંગ રોડ કોસીંગ પર મજુર દ્વારા સતત મોનિટરીંગ રાખી પાણીનો નિકાલ કરાવેલ.
વોર્ડ નં.9માં ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નંબર-3માં છેવાડાનાં મકાન રોડ લેવલ કરતાં નીચાં વાળા હોવાથી પાછળનાં બગીચામાથી ઘરની ગટરમાં પાણી આવતા ઘરમાં પાણી ભરાયેલ તેના તાત્કાલીક નીવારણ માટે બગીચાની દીવાલ તોડીને પાણીનો નીકાલ કરેલ. ગુરૂજી નગર આવાસ દીવાલનો એક ગાળો જે. સી. બી. દ્વારા તોડાવી પાણીનો નિકાલ કરેલ છે. નીલકંઠ નગર-4, ગાંધી નગર શેરી નંબર-8, દિપક સોસાયટી, રીધ્ધી સિદ્ધિ સોસાયટી, રૈયા ગામ ચોક વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં મેઇન હોલ ખોલાવી પાણીનો નિકાલ કરાવેલ માધવ પાર્ક શેરી નંબર-2માં રોડ પર ચરેડો મારી પાણી નિકાલ કરાવેલ, વોર્ડમાં આવેલ નટરાજ નગર મફતીયાપરામાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘરમાં આવી જતાં તાત્કાલીક ફાયર બ્રીગેડ શાખા સાથે સંકલન કરી ડી – વોટરીંગ પંપ મુકાવેલ. જે કામગીરી હાલમાં કાર્યરત છે.
રૈયા રોડ, યુનીવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટેલીફોન એક્સ્ચેન્જથી ગોપાલ ચોક, નાગરીક બેન્ક થી અક્ષર સ્કૂલ વાળો રોડ, ચંદન પાર્ક મેઇન પર આવેલ તમામ વરસાદી પાણીનાં નિકાલની ચેમ્બર સફાઈની કામગીરી ચાલુ વરસાદે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઇ કામદાર મારફત કરાવેલ.
તારીખ 13/9/2021 નાં રોજ ટોટલ 59 ફરીયાદ ઓન લાઇન અને ઓફ લાઇન ડ્રેનેજ ઉભરાવાની આવેલ. જેમાંથી મોટા ભાગની ફરીયાદો વરસાદ બંધ થતાં નિકાલ કરાવેલ. વોર્ડ નં.10ના વિસ્તારોમાં ઘનશ્યામ નગર શેરી નંબર-2 એપાર્ટમેન્ટ એ અને બી વિન્ગમાં પાણી ભરાતા ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજનું સંકલન કરી સકશન મશીન દ્વારા પાણીનો નિકાલ કરેલ, સદગુરુનગર વોકળા કાંઠે પાણી ભરાતા ખુલ્લા પ્લોટ ચરેળા કરી માટી દૂર કરી પાણીનો નિકાલ કરેલ, રાવલ નગરમાં પાણી ભરાતા ચરેળા દ્વારા પાણીનો નિકાલ કરેલ, વામબે આવાસ યોજના પાછળ પાણી ભરાતા દિવાલમાં હોલ કરી પાણી નિકાલ કરેલ.
વોર્ડ નં.11માં મવડી સ્મશાનની દિવાલ તૂટી ગયેલ હોવાથી નદીનું પાણી અંદર આવી જતા ફાયર બ્રિગેડને બોલાવી 10 થી 15 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ, મહુડી બેઠા પુલ પર ડ્રેનેજ પંપીગ સ્ટેશનની બાજુમાં વેરિંગ કોટ નીકળી ગયેલ હોવાથી તાત્કાલિક બધું જ ઉપડાવીને લોકોની અવર જવર થઇ શકે તે કામગીરી કરેલ છે. પુલની રેલિંગ તૂટી ગયેલ હોવાથી હાલ અત્યારે રેલિંગ રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે. વોર્ડ નં.12 ના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મેયર ડો. પ્રદીપભાઈ ડવ તેમજ વોર્ડ-12 કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા સાથે સંકલનમાં રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઇ., તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ.
વોર્ડ નં.13માં ગોંડલ રોડ ચોકડી થી પીડીએમ કોલેજ – જ્યાં વોર્ડ 13 ની ટીમે એસડબલ્યુએમ- બાંધકામ – સતત ખડે પગ રહી પાણી નિકાલ કરી વાહન વ્યવહારની અવર જવર બંધ ન થાય એ રીતે કામગીરી કરેલ છે. વોર્ડ નં.14માં લલૂડી વોકડીમાં વરસાદના લીધે પાણીનું લેવલ ખૂબજ વધી જતા લોકોના ઘરમાં પાણી આવી ગયેલ હોય તો ફાયર બ્રિગેડની ટીમ, ઉચ્ચ અધિકારીની ટીમ, પોલીસની ટીમ તેમજ કમિશ્નર, વોર્ડ કોર્પોરેટ નીલેશભાઈ જલૂ, કેતનભાઈ પટેલની ટીમ દ્રારા મદદરૂપ થઈ લોકોના બચાઉ કાર્યની કામગીરી તેમજ જમવાની વ્યવસ્થા કરેલ હતી.
વોર્ડ નં.15માં શ્રીહરિ ઇન્ડસ્ટ્રી ખોખડદળ નદીના કાંઠે જેસીબી વડે ચરેડો કરી તેમજ નદી બાજુ પાળો કરી પાણી નિકાલ કરેલ. નેશનલ હાઇવે મારૂતિ, કિશાન, ધારા ઇન્ડસ્ટ્રી જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ.ગંજીવાડા પીટીસી દીવાલ પાસે જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ. વોર્ડ નં.16માં એકતા કોલોનીમાં પાણી ભરાતા અંદાજે 200 લોકોને નજીકની સ્કુલ નંબર-70માં સ્થળાંતર કરેલ. વોર્ડ નં.17માં કાઉન્સેલર વિનુભાઈ ધવા, શ્રીમતી અનીતાબેન ગોસ્વામી સાથે લાઈઝન કરી 2 પંમ્પ મુકી પાણીનો નિકાલ કરાવેલ.
ગીતાજંલી સોસાયટી શેરી-1 બંધશેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા દીવાલમાં હોલ કરીને પાણીનો નિકાલ કરેલ, ખોડીયાર નગરમાં પાણી ભરાઈ જતા પાઈપ ગટરની સફાઈ કરાવી પાણીનો નિકાલ કરાવેલ. વોર્ડ નં.18માં કોઠારીયા ચોકડીથી અમદવાદ બાજુ નેશનલ હાઇવેની બાજુમા આવેલ વોકડામા ખુબ જ વધારે પાણી આવતા, અંદાજે 30-35 ઝુંપડાના રહીસોને નજીકમા આવેલ તીરૂપતી શાળામા સ્થળાતંર કરેલ છે. અંદાજે 70-80 માણસોનું સ્થળાંતર કરવામાં આવેલ. જયરામ પાર્ક પાસે આવેલ હોકળાના કાંઠાના મજુરો અને ઝુપડપટ્ટી વાળાના અંદાજે 50-60 લોકોને નજીકમા આવેલ તીરૂપતી શાળામાં સ્થળાતંર કરેલ છે. હાપલીયા પાર્કમા વરસાદી પાણી ભરાઇ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે.