વોડાફોન મીની સ્ટોર, બિઝનેશ કોર્નર, રામ ઓર શ્યામ ગોલા, સેફાયર કોમ્પલેક્ષ અને શનેશ્ર્વર આર્કેડના પાર્કિંગમાં ખડકાયેલા ઓટલા, પતરા અને ઝાળીના દબાણો હટાવાયા
વન વીક વન રોડ અભિયાન અંતર્ગત આજે કોર્પોરેશનની સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઓપરેશન ઓટલા તોડ હા ધરવામાં આવ્યું હતું. જેમાં નાણાવટી ચોકી પુનીતનગર પાણીના ટાંકા સુધીના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માર્જીન અને પાર્કિંગમાં અલગ અલગ ૨૩ સ્ળોએ ખડકાયેલા ઓટા, ગ્રીલ અને છાપરા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગંદકી સબબ ૩૮ આસામીઓ પાસેી ‚ા.૧૧૧૮૬નો દંડ વસુલ કરી ૯ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.
આજે વન વીક વન રોડ જુંબેશ અંતર્ગત વોર્ડ નં.૧,૮ અને ૧૩માં ડિમોલીશનની ઝુંબેશ હા ધરવામાં આવી હતી. જેમાં નાણાવટી ચોકમાં ઝાસલ બિલ્ડીંગ, બીગ પોર્ટ ટી, શિવ શક્તિ ડિલકસ, શુભમ એન્ટરપ્રાઈઝ, બાલાજી ઓટોની બાજુમાં, ઓકસન બેટરી, વોડા ફોન મીની સ્ટોર, રાધે કોલ્ડ્રીંકસ, શિવ ફાયર એન્જીનીયર્સ બિઝનેશ કોર્નર, રાજ બેંક, રામ ઓર શ્યામ ગોલા, ફૂડ સ્ટુડીઓ, પટેલ કોલ્ડ્રીંકસ, રામ કૃપા ટ્રાવેલ્સ, શ્રી ગુરુકૃપા ઈલેક. સેફાયર કોમ્પલેક્ષ, રાધે ઓટો ક્ધસટન્સ અને શનેશ્ર્વર આર્કેડમાં ચાર દુકાનના પાર્કિંગમાં ખડકાયેલા ઓટલા, પતરા અને ગ્રીલનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો.