ચિકન મસાલા શાક ચિકનબિરયાની, ચિકન કડાઈ અને ચિકન મસાલા ફ્રાયના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલાયા
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ શહેરના અલગ-અલગફ સ્થળોએ નોનવેજના રેસ્ટોરન્ટમાં ત્રાટકી હતી અને ૭ સ્થળેથી નોનવેજના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથધરી હતી.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા ગોંડલ રોડ પર મકકમ ચોકમાં ઈન્ડિયા રેસ્ટોરન્ટમાંથી લુઝ ચિકન મસાલા શાક, નૂતન પ્રેસ રોડ, સદર બજાર મેઈન રોડ પર બિસ્મીલ્લાહ કેટરર્સમાંથી ચિકન બિરયાનીનું શાક, ભારમલ કેટરર્સમાંથી ચિકન બિરયાની શાક, એ-વન કેટરર્સમાંથી ચિકન મસાલા લુઝ, જવાહર રોડ પર એમ.જી.વિદ્યાલય પાસે હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાંથી લુઝ ચિકન કડાઈ, રામનાથપરામાં જુમ્મા મસ્જીદ મેઈન રોડ પર એ-વન તવા ફ્રાઈમાંથી લુઝ ચિકન મસાલા બિરયાની અને સુભ્હાન અલ્લાહ નોનવેજમાંથી લુઝ ચિકન મસાલા ફ્રાયના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.