હોટલ, રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, વાડી સહિતના સ્થળોએ પ્રતિદિન પાંચ મેટ્રીક ટન કેપેસીટીના વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ નાખવાનો ત્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ મંજુર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
ગુજરાત વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ મહાપાલિકામાં ફરી વિકાસ કામોનો ધમધમાટ શ‚ થઈ ગયો છે. આગામી શુક્રવારે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૪૪ દરખાસ્તો રજુ કરવામાં આવી છે. જેમાં શહેરમાં ૧૫ જગ્યાએ પ્રતિદિન પાંચ મેટ્રીક ટન કેપેસીટીના વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ નાખવાના કામનો ત્રિવાર્ષિક રેઈડ કોન્ટ્રાકટ મંજુર કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ૧૫ જગ્યાએ પાંચ મેટ્રીક ટન કેપેસીટીના વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ નાખવા માટેનો ત્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં એકસલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પ્રતિ પ્લાન્ટ રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે બનાવી આપવા અને પ્રતિ મેટ્રીક ટન કચરાનું પ્રોસેસિંગ કરવા માટે રૂ.૧૮૩૦ નો ભાવ આપ્યો હતો. નેગોશીએશનના અંતે એજન્સીએ પ્રતિ વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવા માટે રૂ.૧.૩૧ કરોડ અને એક મેટ્રીક ટન કચરાને પ્રોસેસિંગ કરવા માટે રૂ.૧૬૨૦નો ભાવ આપ્યો છે. મહાપાલિકા દ્વારા શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ અને વાડી ખાતે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. આ માટે ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજુ કરાઈ છે.
આ ઉપરાંત આગામી શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ઈન્ટર પ્રિપેશન સેન્ટરમાં વિવિધ ગેલેરી બનાવવા, એસ.આર.પી.ના બંદોબસ્તના બાકી બીલોની ચુકવણી કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વોર્ડ નં.૬માં ટીપી સ્કીમ નં.૭ના ફાઈનલ પ્લોટ નં.૮૧ પર ઈડબલ્યુએસ પ્રકારના આવાસ બનાવવા, અંબિકા ટાઉનશીપના આંતરીક રસ્તાઓ પર મેટલીંગ કરવા, વોર્ડ નં.૩માં ગુમાનસિંગજી શોપીંગ સેન્ટર પાછળ કોમ્યુનિટી હોલ બનાવવા સહિતની અલગ-અલગ ૪૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આવાસના દસ્તાવેજ માટે ધકકા બંધ વધુ બે અધિકારીઓને સત્તા અપાશે
મહાપાલિકા દ્વારા અલગ-અલગ યોજના અંતર્ગત બનાવવામાં આવતા આવાસ યોજનાના કવાર્ટર અને દુકાનોના દસ્તાવેજ કરી આપવાની સતા હાલ માત્ર ત્રણ આસિસ્ટન્ટ મેનેજર પાસે જ છે. જેના કારણે લાભાર્થીઓએ દસ્તાવેજ માટે અનેક ધકકાઓ ખાવા પડે છે. ધકકાપ્રથા બંધ કરવા માટે આસિસ્ટન્ટ કમિશનર (એસ્ટાબ્લીશમેન્ટ) અને આસિસ્ટન્ટ મેનેજર (એસ્ટાબ્લીશમેન્ટ)ને દસ્તાવેજ કરવાની સતા એનાયત કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. હાલ દસ્તાવેજ કરી આપવાની સતા ભૂમિ પરમાર, હરેશ લખતરીયા અને ભરત કાથરોટીયા પાસે છે. જે પૈકી દસ્તાવેજ કરવા માટે એક માત્ર હરેશ લખતરીયા જતા હોવાની વાત ધ્યાને આવતા દસ્તાવેજની સતા વધુ બે અધિકારીઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આસિસ્ટન્ટ કમિશનર જશ્મીન રાઠોડ અને આસિસ્ટન્ટ મેનેજર મા‚ને દસ્તાવેજ કરવાની સતા આપવામાં આવશે. આ અંગે આગામી શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.