નાકરાવાડી ખાતે સ્થપાશે 50 ટન દૈનિક કેપેસીટી સાથેનો પ્લાન્ટ: કોર્પોરેશનને એજન્સી ટન દીઠ વેસ્ટ પ્રોસેસ માટે રૂ.57 ચુકવશે
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત શહેરમાંથી નીકળતા ક્ધસ્ટ્રક્શન અને ડીમોલીશન વેસ્ટને પ્રોસેસ કરવા માટે ખાસ રી-સાઇકલિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. નાકરાવાડી ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં એજન્સી દ્વારા પ્રતિ ટન વેસ્ટ પ્રોસેસ માટે કોર્પોરેશનને રૂા.57 ચુકવવામાં આવશે.
આ અંગે વધુ આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલ શહેરમાંથી નીકળતા ક્ધસ્ટ્રક્શન અને ડીમોલીશનના નીકાલ માટે કોઇ પ્રોપર વ્યવસ્થા છે જ નહીં. કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવેલી બે જગ્યાઓ પર આ પ્રકારના વેસ્ટનો નિકાલ કરી દેવામાં આવે છે. દરમિયાન ક્ધસ્ટ્રક્શન એન્ડ ડીમોલીશન વેસ્ટ રૂલ-2016 અન્વયે શહેરમાંથી ઉત્પન્ન થતાં ક્ધસ્ટ્રક્શન એન્ડ ડીમોલીશનને વેસ્ટને પ્રોસેસ કરવા માટે દૈનિક 50 ટન કેપેસીટીનો રિ-સાઇકલિંગ પ્લાન્ટ પીપીપીના ધોરણે બનાવવા માટે તાજેતરમાં ઓફર મંગાવવામાં આવી હતી. આ કામોને કોર્પોરેશન દ્વારા જે-તે એજન્સીને નાકરાવાડી ગામના સર્વે નં.222 પૈકીમાં પ્લાન્ટ નાંખવા માટે 3 એકર જમીન આપશે અને દૈનિક 50 ટન ક્ધસ્ટ્રક્શન અને ડીમોલીશન વેસ્ટ ત્યાં પહોંચાડશે. આ માટે કુલ 3 એજન્સીઓ દ્વારા ઓફર આપવામાં આવી હતી. જેમાં મુંબઇની એક્સએલ ઇન્ડસ્ટ્રીઝને કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો છે. જે કોર્પોરેશનને પ્રતિ ટન 57 રૂપિયા ચુકવશે. ક્ધસ્ટ્રક્શન એન્ડ ડીમોલીશન વેસ્ટ રી-સાઇકલિંગ બનાવવા અને ચલાવવા અને તેનું મેઇન્ટેન્સનું કામ 20 વર્ષ માટે એજન્સીને આપવા આગામી ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.